Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 8:8 - પવિત્ર બાઇબલ C.L.

8 પછી તેણે તેને ઉરપત્ર પહેરાવ્યું; તેમાં ઉરીમ અને થુમ્મીમ જડેલાં હતાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 અને તેણે તેને ઉરપત્ર પહેરાવ્યું. અને ઉરપત્રમાં તેણે ઉરીમ તથા તુમ્મીમ જડયા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 તેણે તેને ઉરપત્રક પહેરાવીને ઉરપત્રકમાં તેણે ઉરીમ તથા તુમ્મીમ જોડી દીધા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 પછી તેણે તેને ઉરપત્ર પહેરાવીને તેમાં ઉરીમ અને તુમ્મીમ જોડી દીધા.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 8:8
13 Iomraidhean Croise  

તેથી તેમનું યજ્ઞકારપદ માન્ય રાખવામાં આવ્યું નહિ. યહૂદી રાજ્યપાલે તેમને જણાવ્યું કે ઉરીમ અને થુમ્મીમ એ પવિત્ર પથ્થરોનો ઉપયોગ કરનાર યજ્ઞકાર નીમાય ત્યાં સુધી તેમણે ઈશ્વરને અર્પણ કરેલી વસ્તુઓમાંથી કંઈ જ ખાવું નહિ.


યહૂદી રાજ્યપાલે તેમને કહ્યું કે ઉરીમ અને થુમ્મીમનો ઉપયોગ કરનાર યજ્ઞકાર નક્કી થાય ત્યાં સુધી તેમણે ઈશ્વરને અર્પિત ખોરાકમાંથી કંઈ ખાવું નહિ.


“આરોન તથા તેના પુત્રોને યજ્ઞકારો તરીકે મારી સેવાને માટે સમર્પણ કરવા તારે આ પ્રમાણે ક્રિયા કરવી. એક વાછરડો અને ખોડખામી વિનાના બે ઘેટા લેવા.


બીજાં બધાં કરતાં કેવળ મને જ તારા હૃદય પર મુદ્રા તરીકે અને તારા હાથ પર વીંટી તરીકે બેસાડ. કારણ, પ્રીતિ મૃત્યુના જેટલી જ શક્તિશાળી છે અને તાલાવેલી મોત જેવી દઢ છે. તે જ્યોતરૂપે પ્રગટે છે અને ભડકે બળ્યા કરે છે.


તેમણે ન્યાયને બખ્તર તરીકે પહેર્યો અને શિરે વિજયનો ટોપ પહેર્યો. તેમણે પ્રતિકારરૂપી પોષાક પહેર્યો અને આવેશરૂપી ઝભ્ભો ઓઢયો.


તેણે ઈશ્વરની ઇચ્છા જાણવા માટે યજ્ઞકાર એલાઝાર પાસે જવું પડશે; જે પ્રભુ સમક્ષ ઉરીમના ચુકાદા વડે તેનો નિર્ણય મેળવશે. આ રીતે એલાઝાર યહોશુઆને અને સમગ્ર ઇઝરાયલી સમાજને દરેક બાબતમાં દોરવણી આપશે. યુધમાં જવા વિષે અને યુધમાંથી પાછા ફરવા વિષે તે સમગ્ર ઇઝરાયલી સમાજને આજ્ઞા કરશે.”


તેથી તૈયાર રહો; તમારી કમર પર પટ્ટા તરીકે સત્યને કાસીને બાંધો. બખ્તર તરીકે ન્યાયીપણું પહેરો.


તેણે લેવીના કુળ વિષે કહ્યું: “તમારાં તુમ્મીમ અને ઉરીમ તમારાં પસંદ કરાયેલ લેવી યજ્ઞકારને અપાયેલાં છે; તમે માસ્સામાં તેની પરીક્ષા કરી હતી, તમે મરીબામાં તેની સાથે વિવાદ કર્યો હતો.


પણ આપણે દિવસના હોવાથી સાવધ રહીએ અને વિશ્વાસ અને પ્રેમનું બખ્તર તથા ઉદ્ધારની આશાનો ટોપ પહેરીએ.


ઇઝરાયલનાં બધાં કુળોમાંથી મારા યજ્ઞકાર બનવા માટે, વેદી પર સેવા કરવા માટે, ધૂપ બાળવા માટે અને એફોદ પહેરીને મારી સેવામાં ઊભા રહેવા માટે મેં આરોનના કુટુંબની પસંદગી કરી. મેં તેમને વેદી પરના દહનબલિમાંથી હિસ્સો લેવાનો હક્ક આપ્યો.


તેથી શું કરવું તે અંગે તેણે પ્રભુને પૂછી જોયું. પણ પ્રભુએ તેને સ્વપ્નથી કે ઉરીમથી કે સંદેશવાહકો મારફતે કંઈ જવાબ આપ્યો નહિ.


Lean sinn:

Sanasan


Sanasan