Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 8:4 - પવિત્ર બાઇબલ C.L.

4 મોશેએ પ્રભુની આજ્ઞા પ્રમાણે કર્યું: ઇઝરાયલીઓનો સમગ્ર સમાજ મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસે એકત્ર થયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 અને યહોવાએ તેને આપેલી આજ્ઞા પ્રમાણે મૂસાએ કર્યું. અને મુલાકાતમંડપના બારણા આગળ સર્વ ઇઝરાયલીઓની સભા એકઠી થઈ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 તેથી મૂસાએ યહોવાહના કહેવા પ્રમાણે કર્યું, સમગ્ર સભા મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ ભેગી થઈ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 મૂસાએ યહોવાના કહેવા પ્રમાંણે કર્યું. તેથી સમગ્ર સમાંજ મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ ભેગો થયો.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 8:4
19 Iomraidhean Croise  

પવિત્રસ્થાનમાં સેવા કરતી વખતે યજ્ઞકારોએ પહેરવાનાં પવિત્ર વસ્ત્રો તેમણે વાદળી, જાંબુડી અને ઘેરા લાલ રંગના રેસામાંથી બનાવ્યાં. પ્રભુએ મોશેને આપેલી આજ્ઞા પ્રમાણે તેમણે આરોન યજ્ઞકાર માટે પણ પવિત્ર વસ્ત્રો બનાવ્યાં.


પ્રભુએ મોશેને આપેલી આજ્ઞા પ્રમાણે તેમણે ઉરપત્રની કડીઓને વાદળી દોરી વડે એફોદની કડીઓ સાથે બાંધી; જેથી ઉરપત્ર પટ્ટાની ઉપર જ રહે અને છૂટું પડી જાય નહિ.


અને ઝીણા કાંતેલા અળસીરેસાનો તથા વાદળી, જાંબુડી અને ઘેરા લાલ રંગના રેસાનો ગૂંથેલો કમરપટ્ટો બનાવ્યો. તેમણે એ બધું પ્રભુએ મોશેને આપેલી આજ્ઞા પ્રમાણે જ બનાવ્યું.


તેમણે તે જ વસ્તુઓમાંથી ગૂંથેલો પટ્ટો બનાવ્યો અને તેને પ્રભુએ મોશેને આપેલી આજ્ઞા પ્રમાણે એવી રીતે જોડયો કે તે એફોદ સાથે એકરૂપ થઈ જાય.


પ્રભુએ મોશેને આપેલી આજ્ઞા પ્રમાણે ઇઝરાયલના બાર કુળોના સ્મારક તરીકે તેમણે એ પથ્થરોને એફોદના ખભા પરના પટ્ટાઓમાં જોડી દીધા.


પછી મોશેએ આરોનના પુત્રોને આગળ બોલાવ્યા. તેણે તેમને ઝભ્ભા પહેરાવ્યા, કમરે કમરબંધ બાંધ્યો અને માથે પાઘડી પહેરાવી. તેણે તે બધું પ્રભુની આજ્ઞા પ્રમાણે કર્યું.


તેણે આખલાનું બાકીનું બધું એટલે તેનું ચામડું, માંસ અને છાણ પ્રભુની આજ્ઞા પ્રમાણે છાવણીની બહાર લઈ જઈ બાળી મૂકાયું.


પછી મોશેએ છાતીનો ભાગ લઈ તે પ્રભુને ચડાવ્યો. યજ્ઞકારોની પદપ્રતિષ્ઠાવિધિના અર્પણમાંથી એ ભાગ મોશેને મળ્યો. મોશેએ આ બધી વિધિ પ્રભુની આજ્ઞા મુજબ કરી.


ત્યાર પછી ઇઝરાયલીઓના સમગ્ર સમાજને ત્યાં એકત્ર કર.”


તમારે સાત દિવસ અને સાત રાત મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસે રહેવાનું છે અને પ્રભુને આજ્ઞાધીન થવાનું છે, જો તમે તેમ નહિ કરો તો તમે માર્યા જશો. પ્રભુ તરફથી મને એવી આજ્ઞા મળેલી છે.”


તેણે તેમને કહ્યું, “હવે પ્રભુએ આપેલી આજ્ઞા પ્રમાણેનો વિધિ હું કરવાનો છું.”


ત્યાર પછી તેણે તેને માથે પાઘડી મૂકી અને પ્રભુની આજ્ઞા પ્રમાણે તેણે પાઘડીના આગળના ભાગ પર સમર્પણની નિશાની એટલે સુવર્ણપત્ર લગાવ્યું.


જે જે આદેશ મેં તમને આપ્યા છે, તેનું પાલન કરવાનું શિક્ષણ તેમને આપતા જાઓ, અને જુઓ, યુગના અંત સુધી હું હંમેશાં તમારી સાથે છું.


કારણ, પ્રભુ પાસેથી પરંપરાગત પ્રાપ્ત થયેલી વાત મેં તમને ય પહોંચાડી છે; એટલે કે, પ્રભુ ઈસુની ધરપકડ થઈ તે રાત્રે તેમણે રોટલી લીધી,


મને પરંપરાથી પ્રાપ્ત થયેલો અને જે મેં તમને પણ જણાવ્યો એ સંદેશ સૌથી મહત્ત્વનો છે: ધર્મશાસ્ત્રમાં લખેલું છે તે જ મુજબ ખ્રિસ્ત આપણાં પાપને માટે મરણ પામ્યા,


હું તમને જે જે આજ્ઞાઓ આપું છું તે સર્વનું તમારે કાળજીપૂર્વક પાલન કરવું; તેમાં તમારે કંઈ વધારો કે ઘટાડો કરવો નહિ.


Lean sinn:

Sanasan


Sanasan