Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 8:35 - પવિત્ર બાઇબલ C.L.

35 તમારે સાત દિવસ અને સાત રાત મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસે રહેવાનું છે અને પ્રભુને આજ્ઞાધીન થવાનું છે, જો તમે તેમ નહિ કરો તો તમે માર્યા જશો. પ્રભુ તરફથી મને એવી આજ્ઞા મળેલી છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

35 અને તમારે સાત દિવસ સુધી રાતદિવસ મુલાકાતમંડપના દ્વાર પાસે રહીને યહોવાનું ફરમાન પાળવું, એ માટે કે તમે માર્યા ન જાઓ, કેમ કે મને એવી આજ્ઞા મળેલી છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

35 તમારે સાત દિવસ સુધી રાતદિવસ મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ યહોવાહની આજ્ઞા પાળવી, જેથી તમે માર્યા ન જાઓ, કેમ કે મને એવી આજ્ઞા મળેલી છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

35 તમાંરે સાત દિવસ અને સાત રાત સુધી મુલાકાત મંડપના પ્રવેશદ્વાર આગળ યહોવાની આજ્ઞાનું પાલન કરતા રહેવાનું છે. અને ચેતવણી આપતાં કહ્યું, “જો તમે તેના આદેશ નહિ માંનો તો તમે મૃત્યુ પામશો. આ યહોવાની આજ્ઞા છે.”

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 8:35
24 Iomraidhean Croise  

અને તારા ઈશ્વર પ્રભુ તને જે આજ્ઞા આપે તે પ્રમાણે કર. મોશેના નિયમશામાં લખેલા પ્રભુના સર્વ નિયમો અને આજ્ઞાઓ પાળ; જેથી તું જ્યાં જાય ત્યાં સર્વ બાબતોમાં સફળ થાય.


“મેં તને આપેલી આજ્ઞા પ્રમાણે આરોન તથા તેના પુત્રોનો દીક્ષાવિધિ તારે સાત દિવસ પાળવો.


સાત દિવસ સુધી પ્રતિદિન પ્રાયશ્ર્વિત માટેના બલિ તરીકે એક બકરો, એક વાછરડો અને એક ઘેટો ચડાવવા. તેઓ સર્વ ખોડખાંપણ વગરના હોવા જોઈએ.


આ પવિત્ર ભૂમિવિસ્તાર સાદોકના વંશના પવિત્ર યજ્ઞકારો માટે હશે. ઇઝરાયલીઓ ભટકી ગયા હતા ત્યારે તેમની સાથે લેવીઓ પણ આડે માર્ગે ગયા હતા. પણ સાદોકવંશના યજ્ઞકારોએ વિશ્વાસુપણે મારી સેવા બજાવી હતી.


આરોનના પુત્રો નાદાબ અને અબીહૂએ પોતાની ધૂપદાની લીધી. તેમાં સળગતા અંગારા મૂકી તે પર ધૂપ નાખ્યો અને પ્રભુએ જે અગ્નિ ચડાવવાની આજ્ઞા આપી નહોતી તેવો અપવિત્ર અગ્નિ પ્રભુને ચડાવ્યો.


પછી જીવતા પક્ષીને તેણે ખેતરમાં છોડી મૂકવું. શુદ્ધિકરણ કરાવનાર પોતાનાં વસ્ત્ર ધોઈ નાખે, પોતાના બધા વાળ કપાવે અને સ્નાન કરે તે પછી તે વિધિગત રીતે શુદ્ધ જાહેર થાય. ત્યાર પછી તે છાવણીમાં પ્રવેશી શકે. પરંતુ સાત દિવસ સુધી તેણે પોતાના તંબૂની બહાર રહેવાનું છે.


પછી મોશેએ અભિષેકનું થોડું તેલ અને યજ્ઞવેદી પરથી થોડું રક્ત લીધું. તે તેણે આરોન અને તેના પુત્રોનાં વસ્ત્રો પર છાંટયું. આ પ્રમાણે તેણે તેમને અને તેમનાં વસ્ત્રોને પ્રભુને સમર્પિત કર્યાં.


તમારાં પાપ દૂર કરવા માટે આજે આ વિધિ પ્રભુની આજ્ઞા પ્રમાણે પાળવામાં આવ્યો છે.


તેથી આરોન અને તેના પુત્રોએ મોશેની મારફતે પ્રભુએ આપેલી આજ્ઞા પ્રમાણે સમગ્ર વિધિ પૂર્ણ કર્યો.


તેણે ત્રીજે અને સાતમે દિવસે શુદ્ધિકરણના પાણીથી પોતાનું શુદ્ધિકરણ કરવું. ત્યાર પછી તે શુદ્ધ ગણાશે. પણ જો તે ત્રીજા અને સાતમા બંને દિવસે પોતાને શુદ્ધ ન કરે તો તે શુદ્ધ થશે નહિ.


તેઓ મુલાકાતમંડપને લગતી ફરજો બજાવે અને સમગ્ર સમાજ તથા યજ્ઞકારોની સેવા કરે.


જો લાંબા સમય સુધી વાદળ મંડપ ઉપર રહે તો ઇઝરાયલીઓ પ્રભુની આજ્ઞાનું પાલન કરીને આગળ જતા નહિ.


મારા પ્રિય મિત્રો, આ સર્વ વરદાનો આપણને આપવામાં આવ્યાં હોવાથી આપણા આત્મા અને શરીરને, એટલે કે, આપણા જીવનને અશુદ્ધ બનાવનાર સર્વ બાબતોથી પોતાને અલગ રાખીએ અને ઈશ્વરના ડરમાં જીવન ગાળીને પવિત્રતાની પૂર્ણતા પ્રતિ વધતા જઈએ.


“એ માટે તમે તમારા ઈશ્વર પ્રભુ પર પ્રેમ રાખો અને તેમનાં ફરમાનો, હુકમો, આદેશો તથા આજ્ઞાઓનું હરહંમેશ પાલન કરો.


મારા પુત્ર તિમોથી, હું તને આ આજ્ઞા ફરમાવું છું: ઘણા સમય પહેલાં તારા વિષે ભવિષ્યવાણી કરવામાં આવી હતી. તું જે સારી લડાઈ લડી રહ્યો છે એમાં પ્રભુનાં એ શબ્દો તારું રક્ષણ કરો,


ઈશ્વરની, ઈસુ ખ્રિસ્તની અને પવિત્ર દૂતોની સમક્ષ હું ગંભીર આજ્ઞા કરું છું કે, તું કોઈપણ જાતના પૂર્વગ્રહ કે પક્ષપાત વગર આ સૂચનાઓને આધીન થા.


સૌના જીવનદાતા ઈશ્વરની સમક્ષ અને પોંતિયસ પિલાતની સમક્ષ સારો એકરાર કરનાર ખ્રિસ્ત ઈસુ સમક્ષ હું તને આજ્ઞા કરું છું:


આ યુગના ધનિકોને આજ્ઞા કર કે તેઓ ગર્વિષ્ઠ ન બને. ધન જેવી ક્ષણિક બાબતો પર નહિ પણ આપણા ઉપયોગને માટે સર્વ કંઈ ઉદારતાથી આપનાર ઈશ્વર પર આશા રાખે,


હે તિમોથી, તને જે સોંપવામાં આવ્યું છે તે જાળવી રાખજે. અધર્મી વાતો અને કેટલાક માણસો જેને ભૂલથી “જ્ઞાન” કહે છે તે વિષેની મૂર્ખતાભરી ચર્ચાઓથી દૂર રહે.


ઈશ્વરપિતા અને જીવતાં તથા મૃત્યુ પામેલાં સૌનો ન્યાય કરનાર ઈસુ ખ્રિસ્તની સમક્ષતામાં તેમના પુનરાગમન અને રાજની આણ દઈને હું તને આજ્ઞા આપું છું કે,


મોશેનો નિયમ પ્રમુખ યજ્ઞકાર તરીકે અપૂર્ણ માનવોને નીમે છે. પરંતુ નિયમ પછી આવેલું ઈશ્વરનું શપથપૂર્વકનું વચન, સર્વકાળ માટે સંપૂર્ણ બનાવવામાં આવેલા પુત્રને પ્રમુખ યજ્ઞકાર તરીકે નીમે છે.


Lean sinn:

Sanasan


Sanasan