Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 8:3 - પવિત્ર બાઇબલ C.L.

3 ત્યાર પછી ઇઝરાયલીઓના સમગ્ર સમાજને ત્યાં એકત્ર કર.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 મુલાકાતમંડપના બારણા આગળ સમગ્ર પ્રજાને ભેગી કર.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ આખી સભાને ભેગી કરે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 અને બધી જ ઇસ્રાએલની પ્રજાને ત્યાં ભેગા થવાનું કહે.”

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 8:3
16 Iomraidhean Croise  

તેથી કિર્યાથ-યારીમથી કરારપેટીને યરુશાલેમ લાવવા દાવિદે દક્ષિણમાં ઇજિપ્તની સરહદે આવેલ શિહોરથી ઉત્તરમાં હમાથઘાટ સુધી સમસ્ત દેશના ઇઝરાયલી લોકોને એકત્ર કર્યા.


તેથી દાવિદે તૈયાર કરેલા સ્થાનમાં કરારપેટી લઈ આવવા માટે તેણે ઇઝરાયલના બધા લોકોને યરુશાલેમમાં એકઠા કર્યા.


બીજા માસમાં ખમીરરહિત રોટલીનું પર્વ ઉજવવા યરુશાલેમમાં પુષ્કળ લોકો એકત્ર થયા.


હિઝકિયા રાજાએ, તેના સૂબાઓએ અને યરુશાલેમના નગરજનોએ એ પર્વ બીજા માસમાં ઉજવવાનું નક્કી કર્યું હતું.


તેથી યહૂદિયાના લોકો, યજ્ઞકારો, લેવીઓ, ઉત્તરના ઇઝરાયલી રાજ્યમાંથી આવેલા લોકો અને ઇઝરાયલ તથા યહૂદિયામાં ઠરીઠામ થઈ વસેલા પરદેશીઓ સૌ કોઈ ખુશ ખુશ થઈ ગયા.


પછી શલોમોન રાજાએ દાવિદનગર સિયોનમાંથી કરારપેટી મંદિરમાં લઈ આવવા માટે ઇઝરાયલનાં સર્વકુળો અને ગોત્રોના આગેવાનોને યરુશાલેમમાં એકઠા કર્યા.


શલોમોન રાજાએ અને એકત્ર થયેલા ઇઝરાયલના સર્વ લોકોએ કરારપેટી આગળ અસંખ્ય ઘેટાં અને આખલાનાં બલિદાન ચડાવ્યાં.


સાતમો માસ આવ્યો ત્યાં સુધીમાં તો ઇઝરાયલના બધા લોકો પોતપોતાનાં નગરોમાં ઠરીઠામ થઈ ગયા. એ માસને પ્રથમ દિવસે તેઓ સૌ યરુશાલેમમાં પાણીના દરવાજાની અંદર તેની અડોઅડ આવેલા ચોકમાં એકઠા થયા. પ્રભુએ મોશે દ્વારા ઇઝરાયલી લોકોને ફરમાવેલા નિયમશાસ્ત્રનું પુસ્તક લાવવા લોકોએ એઝરાને કહ્યું. એઝરા તો યજ્ઞકાર અને એ નિયમમાં વિદ્વાન હતો.


ભરી ભક્તિસભામાં હું તમારાં સ્તુતિગીત ગાયાં કરીશ; તમારા ભક્તોની સમક્ષ હું મારી માનતાઓનાં અર્પણો ચઢાવી તેમને પૂરી કરીશ.


ત્યાર પછી શુદ્ધિકરણ કરાવનાર વ્યક્તિ અને આ બધી વસ્તુઓ લઈને યજ્ઞકાર પ્રભુ સમક્ષ મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસે આવે.


“આરોન અને તેના પુત્રોને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસે લઈ જા. તે સાથે યજ્ઞકારનો પોશાક, અભિષેકનું તેલ, પ્રાયશ્ર્વિતબલિનો આખલો, બે ઘેટા અને ખમીર વગરની રોટલીની ટોપલી પણ લે.


મોશેએ પ્રભુની આજ્ઞા પ્રમાણે કર્યું: ઇઝરાયલીઓનો સમગ્ર સમાજ મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસે એકત્ર થયો.


ત્યાંથી તેઓ બએર આવ્યા. આ કૂવા આગળ પ્રભુએ મોશેને કહ્યું હતું કે, “તું લોકોને એકત્ર કર અને હું તેમને પાણી આપીશ.”


પછી તું આખા ઇઝરાયલી સમાજને એકત્ર કર અને લેવીઓને મુલાકાતમંડપની સામે ઊભા રાખ.


પચાસમાના પર્વના દિવસે બધા વિશ્વાસીઓ એકત્ર થયા હતા.


Lean sinn:

Sanasan


Sanasan