Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 7:21 - પવિત્ર બાઇબલ C.L.

21 વળી, જો કોઈ અશુદ્ધ વસ્તુનો એટલે અશુદ્ધ મનુષ્ય, પ્રાણી કે સર્પટિયાનો સ્પર્શ કરે અને પછી પ્રભુને ચડાવેલ સંગતબલિનું માંસ ખાય તો તેનો સમાજમાંથી બહિષ્કાર કરવો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 અને જે માણસ કોઈ અશુદ્ધ વસ્તુનો, એટલે મનુષ્યના અશુદ્ધપણાનો, કે અશુદ્ધ પશુનો, કે કોઈપણ અશુદ્ધ કે અમંગળ વસ્તુનો સ્પર્શ કરે, ને યહોવાને માટેનાં શાંત્યર્પણોના યજ્ઞનું માંસ ખાય, તે પોતાના લોકોમાંથી અલગ કરાય.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 જો કોઈ માણસ અશુદ્ધ વસ્તુનો, એટલે મનુષ્યના અશુદ્ધપણાનો, અશુદ્ધ પશુનો અથવા કોઈપણ અશુદ્ધ કે અમંગળ વસ્તુનો સ્પર્શ કરે અને યહોવાહને માટેનાં શાંત્યર્પણના યજ્ઞનું માંસ ખાય, તે વ્યક્તિ પોતાના લોકોમાંથી અલગ કરાય.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 “જો કોઈ વ્યક્તિ અશુદ્ધ માંણસને, કે અશુદ્ધ પશુને કે અશુદ્ધ પેટે ચાલનાર પ્રાણીને અડયો હોય અને પછી યહોવાને ચઢાવેલા શાંત્યર્પણનું માંસ જમે તો તેને તેના લોકોથી તેને જૂદો કરવો.”

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 7:21
31 Iomraidhean Croise  

તમારામાંથી જે પુરુષે સુન્‍નત કરાવી ન હોય તેનો મારા લોકમાંથી બહિષ્કાર કરવો; કારણ, તેણે મારો કરાર તોડયો છે.”


પ્રભુએ કહ્યું, “સાત દિવસ સુધી તમારે ખમીરરહિત રોટલી ખાવી. પર્વના પ્રથમ દિવસથી જ તમારે તમારાં ઘરમાંથી ખમીર દૂર કરવું; આ સાત દિવસ દરમ્યાન જો કોઈ વ્યક્તિ ખમીરવાળી રોટલી ખાય તો તેનો ઇઝરાયલી સમાજમાંથી બહિષ્કાર કરવામાં આવે.


સાત દિવસ સુધી તમારાં ઘરોમાં જરા પણ ખમીર હોવું જોઈએ નહિ. કારણ, જો કોઈ વ્યક્તિ ખમીરવાળો કંઈપણ ખોરાક ખાય તો તે વ્યક્તિનો ઇઝરાયલી સમાજમાંથી બહિષ્કાર કરવો; પછી ભલે તે દેશનો વતની હોય કે પરદેશી હોય. તમારે ખમીરવાળી કોઈપણ ચીજ ખાવી નહિ. તમારાં સર્વ નિવાસસ્થાનોમાં તમારે ખમીરરહિત રોટલી ખાવી.”


એમને કહે કે પ્રભુ પરમેશ્વર કહે છે કે તમે રક્તવાળું માંસ ખાઓ છો, મૂર્તિઓનું ધ્યાન ધરીને પૂજા કરો છો અને તમે ખૂન કરો છો, છતાં તમે કેવી રીતે માની લો છો કે દેશ તમારો છે?


પણ મેં કહ્યું, “હે પ્રભુ પરમેશ્વર, મેં મારી જાતને કદી વટલાવી નથી, બચપણથી આજ સુધી મેં કુદરતી રીતે મરેલું કે કોઈ જંગલી પશુએ મારી નાંખેલા પ્રાણીનું માંસ ખાધું નથી, નિષિદ્ધ ઠરાવાયેલ કોઈ ખોરાક મેં કદી મોંમાં નાખ્યો નથી.”


“બધાં પાંખોવાળા ચોપગાં જીવજંતુઓ અશુદ્ધ છે.


પ્રભુએ મોશેને કહ્યું,


“ જો કોઈ ઇઝરાયલી કે તેઓ મધ્યે વસતો પરદેશી રક્ત સહિત માંસ ખાશે તો હું પ્રભુ તેની વિરુદ્ધ થઇ જઈશ અને હું તેનો મારા લોકમાંથી બહિષ્કાર કરીશ.


દરેક સજીવ પ્રાણીનો જીવ તેના રક્તમાં રહેલો છે અને તેથી જ ઇઝરાયલી લોકોને રક્ત સહિત માંસ ન ખાવાની આજ્ઞા આપેલી છે અને જો કોઈ તે પ્રમાણે ખાય તો તેનો બહિષ્કાર કરવામાં આવે.


જો કોઈ આ ધિક્કારપાત્ર કૃત્યોમાંનું કોઈનું આચરણ કરે તો સમાજમાંથી તેનો બહિષ્કાર કરવો.”


જો કોઈ તેને ખાય તો તેણે તેની સજા ભોગવવી પડશે. કારણ, તેણે પ્રભુને સમર્પિત અર્પણને ભ્રષ્ટ કર્યું છે. એવા માણસનો સમાજમાંથી બહિષ્કાર કરવો.


જો કોઈ વ્યક્તિ મોલેખ દેવને પોતાના બાળકનો બલિ ચડાવે અને એ રીતે મારા પવિત્રસ્થાનને અને મારા નામને કલંક લગાડે તો હું તેની વિરુદ્ધ થઈશ અને મારા લોકમાંથી તેનો બહિષ્કાર કરીશ.


જો કોઈ આરોનવંશી યજ્ઞકાર પોતે અશુદ્ધ હોવા છતાં ઇઝરાયલી લોક મને જે પવિત્ર અર્પણો ચડાવે છે તેમની નજદીક આવે તો તેણે કદી મારી વેદીની સેવા કરવી નહિ. આ તો વંશપરંપરાગત પાળવાનો કાયમી નિયમ છે. હું પ્રભુ છું.


“જો કોઈ આરોનવંશી યજ્ઞકારને રક્તપિત્ત કે સ્રાવનો રોગ હોય તો તે પાછો વિધિગત રીતે શુદ્ધ થયા વગર પવિત્ર અર્પણોમાંથી કંઈ ખાય નહિ.


તે દિવસે જે કોઈ ઉપવાસ ન કરે તેને સમાજમાંથી બહિષ્કૃત કરવો.


“જે કોઈ શુદ્ધ હોય તે જ સંગતબલિનું માંસ ખાય. પણ જો કોઈ અશુદ્ધ હોવા છતાં પ્રભુને ચડાવેલ સંગતબલિનું માંસ ખાય તો સમાજમાંથી તેનો બહિષ્કાર કરવો.


પ્રભુએ મોશેને કહ્યું, “તું ઇઝરાયલીઓને આ પ્રમાણે કહે: તમારે કોઈ આખલા, ઘેટા કે બકરાની ચરબી ખાવી નહિ.


જો કોઈ પ્રભુને અર્પણ કરેલ પ્રાણીની ચરબી ખાય તો તેનો સમાજમાંથી બહિષ્કાર કરવો.


જે કોઈ આ નિયમનો ભંગ કરે તેને સમાજમાંથી કાઢી મૂકવો.”


અશુદ્ધ માણસ જે કોઈ વસ્તુને અડકે તે અશુદ્ધ ગણાય અને જે કોઈ આવી વસ્તુને અડકે તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.”


પણ જળચર પ્રાણીઓ પૈકી જે ભીંગડાં વગરનાં હોય તે ખાવાની મના છે. એ તમારે માટે અશુધ છે.


“પ્રભુએ અશુધ ઠરાવેલી કોઈ ચીજ તમારે ખાવી નહિ.


દાવિદની જગ્યા ખાલી હતી. તે દિવસે તો શાઉલે કંઈ કહ્યું નહિ. કારણ, તેણે વિચાર્યું, “તેને કંઈક થયું હશે. કદાચ, તે વિધિગત રીતે શુદ્ધ નહિ હોય; અલબત, એમ જ હશે.”


Lean sinn:

Sanasan


Sanasan