Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 7:2 - પવિત્ર બાઇબલ C.L.

2 દોષનિવારણબલિના પ્રાણીને યજ્ઞવેદીની ઉત્તર બાજુએ જ્યાં દહનબલિ માટેનું પ્રાણી કપાય છે ત્યાં કાપવું. યજ્ઞવેદીની ચારે બાજુએ તેનું રક્ત છાંટવું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 જે જગાએ દહનીયાર્પણ કપાય છે, ત્યાં તેઓ દોષાર્થાર્પણ કાપે; અને તેનું રક્ત તે વેદી પર ચારે બાજુએ છાંટે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 જે જગ્યાએ દહનીયાર્પણ કપાય છે, ત્યાં તેઓ દોષાર્થાર્પણ કાપે અને તેનું રક્ત તેઓ વેદીની ચારે બાજુએ છાંટે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 દોષાર્થર્પણ માંટેના અર્પણના પશુનો વધ, જયાં દહનાર્પણના પશુનો વધ થતો હોય ત્યાં કરવો અને તેનું લોહી વેદી પર અને ફરતું છાંટવું.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 7:2
22 Iomraidhean Croise  

પણ હવે પછી પ્રજાઓ તેને જોઈને આભી બની જશે; રાજાઓ પણ વિસ્મિત થઈને અવાકા બની જશે; કારણ, તેમને પહેલાં કહેવામાં આવ્યું ન હોય એવું તેઓ જોશે અને તેમણે પહેલાં સાંભળ્યું નહોતું તે તેઓ સમજશે.”


હું તમારા પર શુદ્ધ જળનો છંટકાવ કરીશ અને તમે શુદ્ધ થશો. હું તમને તમારી બધી મલિનતાથી અને તમારી સર્વ મૂર્તિઓથી શુદ્ધ કરીશ.


મોટા ખંડમાં ઓરડાની બે બાજુએ બે એમ ચાર મેજ હતાં. તેમના ઉપર દહનબલિ, પ્રાયશ્ર્વિતબલિ અથવા દોષ નિવારણબલિ માટેનાં પશુઓનો વધ કરવામાં આવતો હતો.


એ માણસે તેને પ્રભુ સમક્ષ વેદીની ઉત્તર બાજુએ કાપવો અને આરોનવંશી યજ્ઞકારોએ તેનું રક્ત વેદીની ચારે બાજુએ છાંટવું.


જો તે ઢોરનો બલિ ચડાવે તો તે કોઈપણ જાતની ખોડખાંપણ વગરનો આખલો હોવો જોઈએ. તેણે તેને મુલાકાત મંડપના પ્રવેશદ્વાર પાસે લાવવો અને તેનો બલિ ચડાવવો, જેથી પ્રભુ તેનો સ્વીકાર કરે.


તેણે પ્રભુ સમક્ષ આખલાને કાપવો અને આરોનવંશી લેવીએ તેનું રક્ત પ્રભુને ચડાવી મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસે આવેલી વેદીની ચારે બાજુએ છાંટવું.


“ત્યાર પછી પવિત્ર સ્થળે જ્યાં પ્રાયશ્ર્વિતબલિ અને દહનબલિ કપાય છે ત્યાં તે ઘેટાંને કાપે. પ્રાયશ્ર્વિતબલિની માફક જ દોષનિવારણબલિ યજ્ઞકારનો ભાગ છે; તે અતિ પવિત્ર છે.


તેણે તે પ્રાણીના માથા પર પોતાનો હાથ મૂકવો અને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસે તેને કાપવું. ત્યાર પછી આરોનવંશી યજ્ઞકારોએ તેનું રક્ત વેદીની ચારે બાજુએ છાંટવું.


તો તેણે તેના માથા પર પોતાનો હાથ મૂકવો અને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસે તેને કાપવું. ત્યાર પછી આરોનવંશી યજ્ઞકારોએ તેનું રક્ત વેદીની ચારે બાજુએ છાંટવું.


બકરાના માથા પર તેણે પોતાનો હાથ મૂકવો અને પ્રભુ સમક્ષ યજ્ઞવેદીની ઉત્તર બાજુએ જ્યાં દહનબલિ કપાય છે ત્યાં તેને કાપવો. પાપ દૂર કરવા માટેનો આ પ્રાયશ્ર્વિતબલિ છે.


તેણે તેના માથા ઉપર પોતાનો હાથ મૂકવો અને યજ્ઞવેદીની ઉત્તર બાજુએ જ્યાં દહનબલિ કપાય છે ત્યાં તેને કાપવી.


તેણે તેના માથા ઉપર પોતાનો હાથ મૂકવો અને યજ્ઞવેદીની ઉત્તર બાજુએ જ્યાં દહનબલિ કપાય છે ત્યાં તેને કાપવી.


તેણે તે દાપુ વીસ ટકા ઉમેરીને ચૂકવી દેવું. યજ્ઞકારે તેને માટે ઘેટાનો દોષનિવારણબલિ ચડાવવો; એટલે, તેને માફ કરવામાં આવશે.


“પણ જો તે ઘેટી કે બકરી ચડાવવાને સમર્થ ન હોય તો તેણે દોષનિવારણ બલિ તરીકે પ્રભુને બે હોલા કે કબૂતરનાં બે બચ્ચાં ચડાવવાં; એક પ્રાયશ્ર્વિત બલિ તરીકે અને બીજું દહનબલિ તરીકે ચડાવવું.


ત્યાર પછી તેણે તેમાંથી થોડું રક્ત યજ્ઞવેદીની બાજુ પર છાંટવું અને બાકીનું રક્ત યજ્ઞવેદીના પાયામાં રેડી દેવું. એ તો પાપ દૂર કરવા માટેનું અર્પણ છે.


યજ્ઞકારે તેના પાપને માટે દોષનિવારણ બલિ ચડાવવો એટલે, તે માણસને માફ કરવામાં આવશે.”


અને નવેસરથી પ્રભુને પોતાના નાઝીરીપણાના દિવસો સમર્પિત કરીને નાઝીરીવ્રતની શરૂઆત કરે. પહેલાંનો સમય રદબાતલ ગણાય; કારણ, વ્રતભંગ થયો હતો. તેના દોષનિવારણબલિ તરીકે તેણે એક વર્ષનો ઘેટો આપવો.


વિશ્વાસ દ્વારા જ તેણે પાસ્ખાપર્વની સ્થાપના કરી, તથા ઇઝરાયલીઓના પ્રથમજનિત પુત્રોને મરણનો દૂત મારી ન નાખે તે માટે તેણે દરવાજા પર રક્તનો છંટકાવ કરવાની આજ્ઞા કરી.


તમે નવા કરારના વ્યવસ્થાપક ઈસુ પાસે તથા છંટાયેલ રક્ત, જે હાબેલના રક્ત કરતાં વિશેષ સારી બાબતો વિષે બોલે છે તેની પાસે આવ્યા છો.


ઈસુ ખ્રિસ્તને આધીન થવા અને તેમના રક્તની મારફતે શુદ્ધ થવા માટે તમને ઈશ્વરપિતાના ઇરાદા પ્રમાણે પસંદ કરવામાં આવ્યા અને તેમના પવિત્ર આત્માની મારફતે પવિત્ર લોક બનાવવામાં આવ્યા. તમારા પર ઈશ્વરની કૃપા અને શાંતિ ભરપૂરપણે રહો!


Lean sinn:

Sanasan


Sanasan