Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 7:18 - પવિત્ર બાઇબલ C.L.

18 જો ત્રીજે દિવસે સંગતબલિના યજ્ઞનું માંસ કોઈ ખાય તો પ્રભુ તેનું અર્પણ સ્વીકારશે નહિ. તેથી કોઈ લાભ થશે નહિ; તે અશુદ્ધ છે. જે કોઈ તે ખાય તેણે તેની સજા ભોગવવી પડશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 અને જો તેનાં શાંત્યર્પણોના યજ્ઞના માંસમાંનું કંઈ પણ ત્રીજે દિવસે ખાવામાં આવે તો તે માન્ય થશે નહિ, તેમ જ અર્પણ કરનારના લાભમાં તે ગણાશે પણ નહિ, તે અમંગળ ગણાશે, ને જે માણસ તેમાંનું ખાશે તેનો દોષ તેને માથે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 જો તેનાં શાંત્યર્પણના યજ્ઞના માંસમાંનું કંઈ પણ ત્રીજે દિવસે ખાવામાં આવે તો તે માન્ય થશે નહિ, તેમ જ અર્પણ કરનારનાં લાભમાં તે ગણાશે પણ નહિ. તે વસ્તુ અમંગળ ગણાશે અને જે માણસ તેમાંનું ખાશે તેનો દોષ તેને માથે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 કારણ કે જો તે શાંત્યર્પણ ત્રીજા દિવસે પણ જમવામાં આવે તો યહોવા તેનો સ્વીકાર કરે નહિ. અર્પણ તરીકે તેની કિંમત રહે નહિ: અને જે વ્યક્તિ તે અર્પણ લાવી હશે તેને કોઈ લાભ થશે નહિ અને તે અર્પણ અશુદ્ધ બની જશે. જે માંણસ તે ખાશે તે પોતાના પાપનો જવાબદાર બનશે.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 7:18
31 Iomraidhean Croise  

પ્રભુ દુષ્ટોનાં બલિદાનોને ધિક્કારે છે, પરંતુ સદાચારી પર માત્ર તેની પ્રાર્થનાથી પ્રસન્‍ન થાય છે.


તેઓ કબરોમાં સાધના માટે આસન જમાવે છે અને ગુપ્ત સ્થાનોમાં આખી રાત ધ્યાન ધરે છે. તેઓ ભૂંડનું માંસ ખાય છે અને પારકા દેવોને ચડાવેલ બલિના માંસનો સેરવો પીએ છે.


“પણ આખલાનો બલિ ચડાવનાર માણસની હત્યા કરનાર જેવો છે; હલવાનનું અર્પણ ચડાવનાર કૂતરાની ડોક ભાગનાર જેવો છે; ધાન્યઅર્પણ ચડાવનાર ભૂંડનું રક્ત ચડાવનાર જેવો છે અને યાદગીરીને અર્થે ધૂપ બાળનાર મૂર્તિની ઉપાસના કરનાર જેવો છે. કારણ, તેમણે પોતપોતાનો માર્ગ પસંદ કર્યો છે. અને તેમનાં મન ઘૃણાજનક પૂજાવિધિઓમાં મગ્ન રહે છે.


આ લોકો વિષે પ્રભુ આ પ્રમાણે કહે છે, “આમ જ તેમને મારાથી દૂર ભટકવાનું ગમે છે અને તેથી પોતા પર કાબૂ રાખી શક્તા નથી. તેથી હું પ્રભુ પણ તેમને સ્વીકારતો નથી. પણ હવેથી હું એમના દોષ યાદ રાખીને તેમના પાપને લીધે તેમને સજા કરીશ.”


તેઓ ઉપવાસ કરે તો પણ હું તેમની વિનંતીઓ સાંભળીશ નહિ, તેઓ દહનબલિ અને ધાન્ય અર્પણ ચડાવે તો હું તે સ્વીકારીશ નહિ. એથી ઊલટું, હું યુદ્ધ, દુકાળ અને રોગચાળાથી તેમનો અંત આણીશ.”


જે માણસ પાપ કરે તે જ માર્યો જશે. પિતાના પાપનું ફળ પુત્રે ભોગવવું પડશે નહિ અને પુત્રના પાપનું ફળ પિતાએ ભોગવવું પડશે નહિ. સદાચારીનો સદાચાર તેના લાભમાં લેખાશે અને દુષ્ટ તેની દુષ્ટતા માટે જવાબદાર ઠરશે.


તેમને બલિદાનો ચડાવવાનું અને તેમનું માંસ ખાવાનું ગમે છે, પણ હું પ્રભુ તેમના પર પ્રસન્‍ન નથી અને હું તેમનાં પાપ સ્મરણ કરીને તેમને સજા કરીશ; હું તેમને પાછા ઇજિપ્ત મોકલી દઈશ.


તે બોલ્યો, “તમે શા માટે એ પ્રાયશ્ર્વિતબલિ પવિત્રસ્થાનમાં બેસીને ખાધો નહિ? એ તો અતિ પવિત્ર છે. વળી, સમગ્ર ઇઝરાયલી સમાજનું પાપ દૂર કરવા માટે પ્રભુએ તે તમને આપ્યો હતો.


પણ આરોને મોશેને કહ્યું, “જો, આજે તો તેમણે પ્રભુને પ્રાયશ્ર્વિતબલિ અને દહનબલિ ચડાવ્યો છે; અને છતાં મારી આવી દશા થઈ છે! તો પછી મેં આજે પ્રાયશ્ર્વિતબલિમાંથી ખાધું હોત તો તે પ્રભુની દૃષ્ટિએ યોગ્ય ગણાયું હોત?”


“જમીન પર પેટે ચાલનારાં બધાં જ નાનાં નાનાં જીવજંતુઓ અશુદ્ધ છે. તે તમારે ખાવાં નહિ.


જો તે, તે પ્રમાણે ન કરે તો તેણે તેની સજા ભોગવવી પડશે.”


“મને પ્રભુને તમે સંગતબલિ ચડાવો ત્યારે તે માટે મેં આપેલા નિયમો પ્રમાણે તે ચડાવજો; જેથી તમારાં અર્પણનો સ્વીકાર થાય.


“જો કોઈ પુરુષ પોતાની બહેનને એટલે પિતાની કે માતાની પુત્રીને પરણે અને તેની સાથે સમાગમ કરે તો તે ધિક્કારપાત્ર કાર્ય છે. તેમને જાહેરમાં મારી નાખવાં. તેણે પોતાની બહેન સાથે સમાગમ કર્યો છે, એટલે તેમણે તેની સજા ભોગવવી જ રહી.


“જો કોઈ પુરુષ માસી કે ફોઈ સાથે સમાગમ કરે તો નજીકના સગાની આબરુ લીધી કહેવાય. તેના પાપની સજા તેણે ભોગવવી જ રહી.


નહિ તો તે ખાનાર પર તેનો દોષ અને સજા આવશે. હું પ્રભુ છું અને હું અર્પણને પવિત્ર કરનાર પણ છું.”


સ્વૈચ્છિકબલિ તરીકે વાછરડા કે ઘેટામાંથી તમે ઠીંગણું કે વિરૂપ પ્રાણી ચડાવી શકો, પરંતુ માનતા પૂરી કરવા માટેના બલિમાં તેવું પ્રાણી સ્વીકારાશે નહિ.


“તમારે પરદેશી પાસેથી પણ આવું કોઈ પ્રાણી લઈને પ્રભુને બલિદાન તરીકે ચડાવવું નહિ. આવાં પ્રાણીઓ તો ખામીવાળાં છે અને તેથી તેનો સ્વીકાર કરવામાં આવશે નહિ.”


“જો કોઈ માણસ અજાણતાં પ્રભુની આજ્ઞા તોડી પાપ કરી દોષ લાવે તો તેણે પાપની સજા ભોગવવી પડશે.


જો તે માંસને કોઈ અશુદ્ધ વસ્તુનો સ્પર્શ થાય તો તે ખાવામાં ન આવે પણ બાળી નાખવામાં આવે.


જો કે તમે તમારા દહનબલિ તથા ધાન્યાર્પણો ચડાવશો તોપણ હું તેમને સ્વીકારીશ નહિ. વળી, તમારાં પુષ્ટ પશુઓનાં સંગતબલિ પણ હું ગણકારીશ નહિ.


સર્વસમર્થ પ્રભુ કહે છે, “હું તો એવું ચાહું છું કે તમારામાંનો કોઈ મંદિરનાં દ્વાર બંધ કરી દઈને તમને મારી વેદી પર નિરર્થક અગ્નિ પેટાવતાં અટકાવે. હું તમારો સ્વીકાર કરીશ નહિ; ન તો તમારાં ચઢાવેલાં અર્પણો સ્વીકારીશ.


તમે કહો છો, ‘અમે તો આ બધાથી કંટાળી ગયા છીએ!’ અને તમે મારી સામે છણકો કરો છો. મને બલિદાન તરીકે અર્પણ કરવા માટે તમે ચોરેલું પ્રાણી અથવા અપંગ કે બીમાર પ્રાણી લાવો છો. તમે એમ માનો છો કે હું તે તમારી પાસેથી સ્વીકારીશ?


તમારું એ વિશિષ્ટ હિસ્સાનું ઉચ્છાલિત અર્પણ ખળામાંથી અર્પાયેલ ધાન્ય અને દ્રાક્ષકુંડની વિપુલ ઊપજમાંના અર્પણ સમાન ગણાશે.


ઈસુએ તેમને કહ્યું, “તમે તો પોતાની જાતને માણસોની દૃષ્ટિમાં સાચા દેખાડનારા છો, પણ ઈશ્વર તમારાં હૃદયો જાણે છે, કારણ, માણસ જેને મૂલ્યવાન ગણે છે, તે ઈશ્વરની દૃષ્ટિમાં ધિક્કારપાત્ર છે.


તે સુન્‍નત વગરનો હતો ત્યારે વિશ્વાસ કરવાને લીધે તે ઈશ્વરની સાથે સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે માન્ય ગણાયો. તેથી એની મંજૂરીની મહોર તરીકે એને સુન્‍નતનું ચિહ્ન મળ્યું હતું. જેમની સુન્‍નત કરવામાં આવી નથી, પણ જેઓ ઈશ્વર ઉપર વિશ્વાસ કરીને તેમની સાથે સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે સ્વીકૃત બને છે, તે બધાનો અબ્રાહામ આત્મિક પિતા બન્યો.


તે જ પ્રમાણે ઘણાનાં પાપ દૂર કરવા માટે ખ્રિસ્તનું રક્ત એક જ વાર અર્પણ કરવામાં આવ્યું. તેઓ બીજીવાર પાપના સંબંધમાં નહિ, પરંતુ જેઓ તેમની પ્રતીક્ષા કરે છે તેમનો ઉદ્ધાર કરવા પ્રગટ થશે.


ખ્રિસ્તે ક્રૂસ પર પોતાના શરીરમાં આપણાં પાપ માથે લીધાં, જેથી આપણે પાપ વિષે મરણ પામીએ અને ઈશ્વરની દૃષ્ટિએ સદાચારી જીવન ગાળીએ. તેમને પડેલા ઘા દ્વારા તમને સાજા કરવામાં આવ્યા છે.


Lean sinn:

Sanasan


Sanasan