Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 7:16 - પવિત્ર બાઇબલ C.L.

16 “જો કોઈ માણસ માનતા પૂરી થઈ હોવાથી અથવા સ્વૈચ્છિક રીતે સંગતબલિ લાવે તો તેનું માંસ તે દિવસે ખાવામાં આવે અને તે પછીના દિવસે પણ ખાઈ શકાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 પણ જો તેનું યજ્ઞપર્ણ એ કોઈ માનતા કે ઐચ્છિકાપર્ણ હોય, તો જે દિવસે તે પોતાનું અર્પણ ચઢાવે તે દિવસે તે તે ખાય; અને તેમાંનું બાકી રહેલું તે બીજે દિવસે ખાય.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 પણ જો તેનું યજ્ઞાર્પણ એ કોઈ માનતા કે ઐચ્છિકાર્પણ હોય, તો જે દિવસે તે પોતાનું અર્પણ ચઢાવે તે દિવસે તે એ ખાય, પણ બાકી રહેલું માંસ તે બીજે દિવસે ખાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 “જો કોઈ વ્યક્તિ બાધાનો કે સ્વેચ્છાનો અર્પણ ચઢાવતો હોય તો તે ચઢાવે તે જ દિવસે અને તે પછીના દિવસે પણ જમી શકાય.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 7:16
17 Iomraidhean Croise  

પ્રભુ આગળ માનેલી મારી સર્વ માનતાઓ હું તેમના સર્વ લોકની સન્મુખ પૂરી કરીશ.


પ્રભુની આગળ માનેલી મારી માનતાઓ હું યરુશાલેમ નગરમાં, પ્રભુના મંદિરના આંગણાંના તેમના સર્વ લોક સન્મુખ પૂરી કરીશ. યાહની સ્તુતિ કરો: હાલ્લેલૂયાહ!


હું તમારા મંદિરમાં દહનબલિ લઈને આવીશ, હું તમારી સમક્ષ માનેલી માનતાઓ પૂર્ણ કરીશ.


પ્રભુએ મોશેને સોંપેલું કાર્ય કરવા માટે જેમના મનમાં આપવાની ઇચ્છા હતી તેવા સર્વ ઇઝરાયલીઓ રાજીખુશીથી પોતાનાં અર્પણો પ્રભુ પાસે લાવ્યા.


“મારે ઘેર સંગતબલિનો મારો હિસ્સો પડયો છે; કારણ, આજે જ મેં મારી માનતાઓ પૂરી કરી છે.


“રાજર્ક્તા પ્રભુને દહનબલિ અથવા સંગતબલિ ચડાવવાની ઇચ્છા રાખે ત્યારે તેને માટે અંદરના ચોકનો પૂર્વમુખી દરવાજો ઉઘાડવો. જેમ તે સાબ્બાથદિને બલિ ચડાવે છે તેમ જ તેણે દહનબલિ તથા સંગતબલિ ચડાવવા. તે દરવાજામાંથી બહાર નીકળે પછી દરવાજો પાછો બંધ કરવો.”


સ્વૈચ્છિકબલિ તરીકે વાછરડા કે ઘેટામાંથી તમે ઠીંગણું કે વિરૂપ પ્રાણી ચડાવી શકો, પરંતુ માનતા પૂરી કરવા માટેના બલિમાં તેવું પ્રાણી સ્વીકારાશે નહિ.


જ્યારે તમે પ્રભુને આભારબલિ ચડાવો ત્યારે નિયમ પ્રમાણે તમારે તે જ દિવસે તે ખાવું,


આ પર્વો નિયમિત સાબ્બાથના પર્વ ઉપરાંતનાં છે. વળી, આ અર્પણો તમારી નિયમિત બક્ષિસો, માનતા પૂરી કરવા માટેનાં અર્પણ અને સ્વૈચ્છિક અર્પણો ઉપરાંતનાં છે.


જુઓ, પર્વતો પરથી શુભસંદેશ લાવનાર આવી રહ્યો છે! તે પ્રભુના વિજયને જાહેર કરવા રવાના થઈ રહ્યો છે. યહૂદિયાના લોકો, તમારાં પર્વો ઊજવો અને પ્રભુની સમક્ષ લીધેલી તમારી ગંભીર માનતાઓ પૂરી કરો. દુષ્ટો તમારા દેશ પર ફરી કદી ચઢાઈ કરશે નહિ. કારણ, તેમનો સમૂળગો નાશ કરવામાં આવ્યો છે.


જ્યારે કોઈ વ્યક્તિ માનતા પૂરી કરવા માટે, સ્વૈચ્છિક અર્પણ માટે અથવા ઠરાવેલા પર્વોની ઉજવણી માટે સુવાસથી પ્રભુને પ્રસન્‍ન કરવા માટે ઢોરઢાંક કે ઘેટાંબકરાંનો અગ્નિબલિ, દહનબલિ કે બલિ ચઢાવે,


ત્યારે તમારે તમારા ઈશ્વર પ્રભુ પોતાના નામની સ્થાપના માટે જે એક સ્થાન પસંદ કરે ત્યાં તમારે હું ફરમાવું છું તે સર્વ અર્પણો લાવવાં; એટલે કે, તમારાં દહનબલિ તથા તમારાં બલિદાનો, તમારાં દશાંશ તથા તમારાં વિશિષ્ટ હિસ્સાના ઉચ્છાલિત અર્પણ અને પ્રભુ પ્રત્યે માનેલી સર્વ વિશિષ્ટ માનતાઓનાં અર્પણ તમારે લાવવાં.


પરંતુ તમે તમારાં રહેઠાણોમાં પ્રભુને અર્પિત કરેલી કોઈ પણ ખાદ્ય ચીજો જેવી કે તમારા ધાન્ય, દ્રાક્ષાસવ કે તેલનો દશાંશ, તમારાં ઢોરઢાંક કે ઘેટાંબકરાંનાં પ્રથમ જન્મેલા બચ્ચાં, પ્રભુ પ્રત્યે માનેલી માનતાનું અર્પણ તથા તમારાં સ્વૈચ્છિક અર્પણો કે તમારાં વિશિષ્ટ અર્પણો ખાઈ શકો નહિ.


પરંતુ તમારાં પવિત્ર અર્પણો અને તમારી માનતાઓ તો પ્રભુ જે સ્થાન પસંદ કરે ત્યાં જ લઈ જવાં.


એ જ સ્થાને તમારે તમારાં દહનબલિ તથા તમારાં બલિદાનો, તમારા દશાંશ તથા તમારાં વિશિષ્ટ હિસ્સાના ઉચ્છાલિત અર્પણ, તમારી માનતાનાં અર્પણો તથા તમારાં સ્વૈચ્છિક-અર્પણો તથા તમારા ઢોરઢાંકનાં તેમજ તમારાં ઘેટાંબકરાંનાં પ્રથમ બચ્ચાંના બલિ ચડાવવા,


Lean sinn:

Sanasan


Sanasan