Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 6:4 - પવિત્ર બાઇબલ C.L.

4 તો તે મૂડી વિષે કે ચોરી વિષે કે ખોવાયેલી ચીજ વિષે કે જૂઠા સોગંદ વિષે એટલે આવી અપ્રામાણિક બાબતો માટે જ્યારે તે દોષનિવારણ બલિ ચડાવે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 જો તે પાપ કરીને દોષિત થયો હોય, તો એમ થાય કે, જે તેણે પડાવી લીધું હોય, તો એમ થાય કે, જે તેણે પડાવી લીધું હોય, અથવા જે વસ્તુ તેણે જુલમથી મેળવી હોય, અથવા જે અનામતી તેને સોંપાયેલી હોય, અથવા જે અનામતી તેને સોંપાયેલી હોય, અથવા જે ખોવાયેલી વસ્તુ તેને મળી હોય,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 જો તે પાપ કરીને દોષિત થયો હોય, તો એમ થાય કે, જે તેણે પડાવી લીધું હોય અથવા જે વસ્તુ તેણે જુલમથી મેળવી હોય અથવા જે અનામત તેને સોંપાયેલી હોય અથવા જે ખોવાયેલી વસ્તુ તેને મળી હોય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 તો તે દોષિત છે, તેણે જે કાંઈ ચોરી લીધું હોય, બળજબરીથી લીધું હોય અથવા છેતરીને લીધું હોય, અથવા રાખવા લીધું હોય અથવા મળ્યું હોય અને તેના વિષે ખોટુ બોલ્યો હોય અથવા બીજી કોઈપણ વાતમાં તેણે ખોટા સમ ખાધા હોય તો.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 6:4
20 Iomraidhean Croise  

હવે અબિમેલેખના નોકરોએ બળજબરીથી જે કૂવો પચાવી પાડયો હતો તે વિષે અબ્રાહામે અબિમેલેખને ફરિયાદ કરી.


તેમને તમારું પૈસા કે અનાજ કે દ્રાક્ષાસવ કે ઓલિવ તેલનું તેમનું જે કંઈ દેવુ હોય તે રદ બાતલ કરી દો અને હમણાં જ તેમને તેમનાં ખેતરો, દ્રાક્ષવાડીઓ, ઓલિવવાડીઓ અને ઘરો પરત કરી દો.”


કારણ, તેણે ગરીબો પર જુલમ ગુજાર્યો છે અને તેમની અવગણના કરી છે; બીજાનાં બાંધેલાં ઘર તેણે પચાવી પાડયાં છે.


દુષ્ટો જમીનની હદ દર્શાવતા પથ્થરો ખસેડે છે, અને બીજાંનાં ઘેટાં ચોરી લઈને પોતાના ટોળામાં સમાવી દે છે.


કરોળિયાએ વણેલી જાળો કંઈ પહેરવાના કામમાં આવતી નથી. એ જ રીતે તેમનાં કામ તેમને ઢાંકી શકવાનાં નથી; તેમનાં કામ તો અન્યાયી છે અને તેમના હાથ જોરજુલમથી ભરેલા છે.


ગરીબો અને ગરજવાનો પર અત્યાચાર ગુજારતો હોય, લૂંટફાટ કરતો હોય, દેવાદારની ગીરો મૂકેલ વસ્તુ પાછી આપતો ન હોય, પરદેશીઓની મૂર્તિઓનું ધ્યાન કરતો હોય અને ઘૃણિત કાર્યો કરતો હોય,


પણ તેના પિતાએ તો અત્યાચાર ગુજાર્યો હતો, જાતભાઇને જોરજુલમથી લૂંટયો હતો અને હંમેશા બીજા પ્રત્યે દુષ્ટતા આચરી હતી; તેથી તેને તો પોતાના પાપને લીધે માર્યા જવું પડશે.


કોઈના પર અત્યાચાર કરતો ન હોય, કોઈને ઠગતો ન હોય કે કોઈને લૂંટતો ન હોય, દેવાદારે ગીરો મૂકેલ વસ્તુ તેને પાછી આપતો હોય, જેણે કોઈને લૂંટયો ન હોય, ભૂખ્યાંને ભોજન ને વસ્ત્રહીનને વસ્ત્ર આપતો હોય,


જેમ કે, એ દુષ્ટ માણસ પોતાને ત્યાં ગીરો મૂકેલી વસ્તુ પાછી આપે, પોતે ચોરેલી વસ્તુ પાછી આપે અને કંઈ પાપ ન કરતાં જીવનદાયક નિયમો પાળે તો તે માર્યો જશે નહિ, પણ નક્કી જીવશે.


તેઓ બહારના ચોકમાં લોકો પાસે જાય તે પહેલાં તેમણે મંદિરમાં સેવા કરતી વખતે પહેરેલાં વસ્ત્રો ઉતારવાં અને તેમને પવિત્ર ઓરડીઓમાં મૂકી દેવાં. તેઓ બીજાં વસ્ત્રો પહેરીને લોકો પાસે જાય, નહિ તો તેમનાં પવિત્ર વસ્ત્રોનો સ્પર્શ થવાથી લોકો પર દૈવી કોપ આવી પડશે.


જો કોઈ બીજા માણસનું પ્રાણી મારી નાખે તો તેણે તેની નુક્સાની ભરી આપવી. જીવને બદલે જીવ એ સિદ્ધાંત અનુસરવામાં આવે.


જો કોઈ માણસ પ્રાણીને મારી નાખે તો તેણે તેની નુક્સાની ભરી આપવી. પણ જો કોઈ માણસ બીજા માણસને મારી નાખે તો તેને મારી નાખવો.


એ બધું છાવણીની બહાર જ્યાં રાખ નાખવામાં આવે છે ત્યાં સ્વચ્છ જગ્યાએ લઈ જવું અને લાકડાં સળગાવી બાળી મૂકવું.


પ્રભુ કહે છે: “તેમણે ગુનાખોરી અને હિંસાથી લૂંટેલી વસ્તુઓથી પોતાના મહેલો ભરી દીધા છે. તેઓ પ્રામાણિકપણે વર્તવાનું તો જાણતા જ નથી.”


તેમને ખેતર જોઈતું હોય તો તે પચાવી પાડે છે; તેમને ઘર જોઈતું હોય તો તે છીનવી લે છે. કોઈનાય કુટુંબની કે મિલક્તની સલામતી નથી.


પ્રભુ કહે છે, “જેઓ મંદિરના ઉંબરા પર પગ મૂકવાનું ટાળીને વિદેશીઓની જેમ ભક્તિ કરે છે, અને પોતાના માલિકના મહેલ ભરી દેવા જોર-જુલમ અને કપટથી લૂંટ ચલાવે છે તેમનો પણ હું સંહાર કરીશ.”


તમે કહો છો, ‘અમે તો આ બધાથી કંટાળી ગયા છીએ!’ અને તમે મારી સામે છણકો કરો છો. મને બલિદાન તરીકે અર્પણ કરવા માટે તમે ચોરેલું પ્રાણી અથવા અપંગ કે બીમાર પ્રાણી લાવો છો. તમે એમ માનો છો કે હું તે તમારી પાસેથી સ્વીકારીશ?


તેણે પોતાનાં પાપની કબૂલાત કરવી અને નુક્સાન ભોગવનારને પૂરેપૂરી નુક્સાની ભરપાઈ કરી આપવી અને વધારાના વીસ ટકા આપવા.


Lean sinn:

Sanasan


Sanasan