Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 6:27 - પવિત્ર બાઇબલ C.L.

27 જે કોઈ તેનો સ્પર્શ કરે તે પવિત્ર ગણાય. જો કોઈનાં કપડાં પર તેના રક્તનાં છાંટા ઊડે તો તેમને પવિત્ર જગ્યાએ ધોઈ નાખવાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

27 જે કંઈ તેના માંસનો સ્પર્શ કરે તે શુદ્ધ ગણાય. અને જ્યારે તેના રક્તમાંનું કંઈ કોઈ વસ્‍ત્ર પર છંટાય, ત્યારે જેના પર તે છંટાયું હોય, તેને તારે પવિત્ર જગામાં ધોઈ નાખવું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

27 જે કોઈ તેના માંસનો સ્પર્શ કરે તે પવિત્ર ગણાય અને જો તેનું રક્ત કોઈપણના વસ્ત્ર પર પડે, તો જેના પર તે પડ્યું હોય, તેને તારે પવિત્રસ્થાને ધોઈ નાખવું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

27 જે કાંઈ એને અડે તે પવિત્ર ગણાય. “જો એના લોહીના છાંટા કોઈ કપડાં પર પડયા હોય તો તે પવિત્રસ્થાને ધોઈ નાખવાં.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 6:27
11 Iomraidhean Croise  

સાત દિવસ સુધી તારે એ પ્રમાણે કરવું. તે પછી વેદી સંપૂર્ણ રીતે પવિત્ર બનશે અને જે કંઈ તેને અડકે તે પવિત્ર બની જશે.


આ વસ્તુઓનું એ રીતે સમર્પણ કર એટલે તેઓ સંપૂર્ણ પવિત્ર બનશે; જે કંઈ તેમને અડકે તે પણ પવિત્ર બની જશે.


તેઓ બહારના ચોકમાં લોકો પાસે જાય તે પહેલાં તેમણે મંદિરમાં સેવા કરતી વખતે પહેરેલાં વસ્ત્રો ઉતારવાં અને તેમને પવિત્ર ઓરડીઓમાં મૂકી દેવાં. તેઓ બીજાં વસ્ત્રો પહેરીને લોકો પાસે જાય, નહિ તો તેમનાં પવિત્ર વસ્ત્રોનો સ્પર્શ થવાથી લોકો પર દૈવી કોપ આવી પડશે.


જે કંઈ એમના શબને અડકે તે અશુદ્ધ ગણાય. એટલે લાકડાંની, કપડાંની, ચામડાંની કે તારની વસ્તુ પણ અશુદ્ધ ગણાય; પાણીથી તેને ધોઇ નાખવી અને સાંજ સુધી તે અશુદ્ધ ગણાય.


આરોન વંશનો કોઈપણ પુરુષ પ્રભુને ચડાવેલા અગ્નિબલિના ભાગરૂપે તે ખાઈ શકશે. વંશપરંપરાગત તે તેમનો કાયમનો ભાગ છે. જે કોઈ તેનો સ્પર્શ કરે તે પવિત્ર ગણાય.”


જો તે માંસને કોઈ અશુદ્ધ વસ્તુનો સ્પર્શ થાય તો તે ખાવામાં ન આવે પણ બાળી નાખવામાં આવે.


જો કોઈ માણસ પોતાના વસ્ત્રની ચાળમાં અર્પિત માંસ લે, અને પછી એ વસ્ત્રને રોટલી, શાક, દ્રાક્ષાસવ, તેલ કે બીજો કોઈ ખાદ્ય પદાર્થ સ્પર્શે તો એ ખાદ્યપદાર્થ પવિત્ર બની જાય ખરો?” યજ્ઞકારોએ જવાબ આપ્યો, “ના.”


ઈસુ બીમારોને માત્ર પોતાના ઝભ્ભાની કોરનો સ્પર્શ કરવા દે તેવી તેમણે વિનંતી કરી. જેટલાએ સ્પર્શ કર્યો તેટલા બધા સાજા થયા.


તેણે મનમાં વિચાર્યું હતું કે જો હું ફક્ત તેમના ઝભ્ભાને સ્પર્શ કરીશ તો પણ સાજી થઈ જઈશ.


મારા પ્રિય મિત્રો, આ સર્વ વરદાનો આપણને આપવામાં આવ્યાં હોવાથી આપણા આત્મા અને શરીરને, એટલે કે, આપણા જીવનને અશુદ્ધ બનાવનાર સર્વ બાબતોથી પોતાને અલગ રાખીએ અને ઈશ્વરના ડરમાં જીવન ગાળીને પવિત્રતાની પૂર્ણતા પ્રતિ વધતા જઈએ.


ઈશ્વરને પ્રસન્‍ન કરવા વેઠેલા દુ:ખે તમારામાં શું કર્યું તેનો વિચાર કરો: તેથી તમે કેટલા પ્રામાણિક બન્યા છો, અને તમે નિર્દોષ છો તે પુરવાર કરવા તમે કેટલા આતુર છો! તેથી તો આવો રોષ, આવી ચેતવણી, આવી આતુરતા, આવી ભક્તિ અને જૂઠને શિક્ષા કરવાની આવી તત્પરતા તમારામાં જાગ્યાં છે. સમગ્ર બાબતમાં તમે પોતે નિર્દોષ છો, એવું તમે પુરવાર કર્યું છે.


Lean sinn:

Sanasan


Sanasan