Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 6:18 - પવિત્ર બાઇબલ C.L.

18 આરોન વંશનો કોઈપણ પુરુષ પ્રભુને ચડાવેલા અગ્નિબલિના ભાગરૂપે તે ખાઈ શકશે. વંશપરંપરાગત તે તેમનો કાયમનો ભાગ છે. જે કોઈ તેનો સ્પર્શ કરે તે પવિત્ર ગણાય.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 હારુનપુત્રોમાંનો પ્રત્યેક પુરુષ યહોવાના હોમયજ્ઞમાંથી તેમના હમેશના તથા વંશપરંપરાના હક તરીકે તે ખાય. જે કોઈ તેઓનો સ્પર્શ કરે તે શુદ્ધ હોય.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 હારુનના વંશજોમાંની કોઈ પણ વ્યક્તિ તે ખાઈ શકશે, યહોવાહને અગ્નિથી ચઢાવેલા ખાદ્યાર્પણના અર્પણનો તેમને પેઢી દર પેઢી કાયમનો ભાગ મળશે. જે કોઈ તેનો સ્પર્શ કરશે તે શુદ્ધ બની જશે.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 હારુનના વંશનો કોઈ પણ વ્યક્તિ એ ખાઈ શકશે, યહોવાને ચઢાવેલા ખાદ્યાર્પણના અર્પણનો તેમને પેઢી દર પેઢી કાયમનો ભાગ મળશે, એનો સ્પર્શ જે કોઈ કરશે તે શુદ્ધ બની જશે.”

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 6:18
19 Iomraidhean Croise  

સાત દિવસ સુધી તારે એ પ્રમાણે કરવું. તે પછી વેદી સંપૂર્ણ રીતે પવિત્ર બનશે અને જે કંઈ તેને અડકે તે પવિત્ર બની જશે.


તમે ગમે ત્યાં વસતા હો, તમારી બધી જ પેઢીઓ માટે આ કાયમનો નિયત વિધિ છે: કોઈ ઇઝરાયલીએ કદી ચરબી કે રક્ત ખાવાનાં નથી.”


બકરાના માથા પર તેણે પોતાનો હાથ મૂકવો અને પ્રભુ સમક્ષ યજ્ઞવેદીની ઉત્તર બાજુએ જ્યાં દહનબલિ કપાય છે ત્યાં તેને કાપવો. પાપ દૂર કરવા માટેનો આ પ્રાયશ્ર્વિતબલિ છે.


“જો પ્રમુખ યજ્ઞકાર પાપ કરે અને લોકો પર દોષ લાવે તો તેણે પ્રાયશ્ર્વિતબલિ તરીકે ખોડખાંપણ વગરનો આખલો પ્રભુને ચડાવવો.


તેણે તેના માથા ઉપર પોતાનો હાથ મૂકવો અને યજ્ઞવેદીની ઉત્તર બાજુએ જ્યાં દહનબલિ કપાય છે ત્યાં તેને કાપવી.


પછી યજ્ઞકારે અળસી રેસાનાં વસ્ત્રનો શ્વેત ઝભ્ભો અને જાંઘિયો પહેરીને યજ્ઞવેદી પરથી દહન થઈ ગયેલા અગ્નિબલિની રાખ લઈ લેવી અને તેને વેદીની બાજુમાં મૂકવી.


પ્રભુએ મોશેને કહ્યું, “આરોનવંશી યજ્ઞકારના અભિષેક માટે આ નિયમ છે: પોતાના અભિષેકના દિવસે તેણે પ્રભુને આ પ્રમાણેનું અર્પણ ચડાવવું. દરરોજના ધાન્યઅર્પણ જેટલો એટલે એક કિલો ઝીણો લોટ અર્ધો સવારે અને બાકીનો સાંજે ચડાવવો.


જે કોઈ તેનો સ્પર્શ કરે તે પવિત્ર ગણાય. જો કોઈનાં કપડાં પર તેના રક્તનાં છાંટા ઊડે તો તેમને પવિત્ર જગ્યાએ ધોઈ નાખવાં.


યજ્ઞકાર કુટુંબનો કોઈપણ પુરુષ આ બલિ ખાઈ શકે છે; તે અતિ પવિત્ર છે.


યજ્ઞકાર કુટુંબનો કોઈપણ પુરુષ તે ખાઈ શકે છે; પણ તે અતિ પવિત્ર છે. તેથી તે પવિત્રસ્થાનમાં જ ખાવામાં આવે.


એ બધું તમારે પવિત્રસ્થાનમાં જ ખાવું. ફક્ત પુરુષોએ જ એ ખાવું. તમારે માટે એ પરમપવિત્ર ગણાય.


પ્રભુએ આરોનને કહ્યું, “ઇઝરાયલીઓ જે વિશિષ્ટ હિસ્સાનાં અર્પણ મને ચડાવે છે તેની સમર્પિત વસ્તુઓ મેં તારે હસ્તક મૂકી છે. હું તને અને તારા વંશજોને કાયમને માટે એ હિસ્સો આપું છું.


તમને ખબર છે કે મંદિરમાં ક્મ કરનાર માણસોને મંદિરમાંથી ખોરાક મળે છે અને વેદી પર બલિદાન ચઢાવનારને અર્પણમાંથી ભાગ મળે છે.


શાસ્ત્રમાં લખ્યું છે, “હું પવિત્ર છું, માટે તમારે પવિત્ર બનવું જોઈએ.”


પણ તમે તો પસંદ કરેલી જાતિ, રાજવી યજ્ઞકારો, પવિત્ર પ્રજા અને ઈશ્વરના પોતાના લોક છો. અંધકારમાંથી પોતાના અદ્‍ભુત પ્રકાશમાં તમને આમંત્રણ આપનાર ઈશ્વરનાં આશ્ર્વર્યકારક કાર્યો પ્રગટ કરવા માટે તમને પસંદ કરવામાં આવ્યા છે. એક સમયે તમે ઈશ્વરના લોક ન હતા, પણ હવે તમે તેમના લોક છો.


Lean sinn:

Sanasan


Sanasan