Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 6:13 - પવિત્ર બાઇબલ C.L.

13 યજ્ઞવેદી પર અગ્નિ સતત સળગતો રાખવો અને તેને કદી હોલવાઈ જવા દેવો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 અગ્નિને વેદી પર અખંડ સળગતો રાખવો, તેને હોલવાઈ જવા ન દેવો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 વેદીનો અગ્નિ સતત સળગતો રાખવો. તેને હોલવાઈ જવા ન દેવો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 વેદીનો અગ્નિ સતત બળતો રાખવો તે કદી ઓલવાવો જોઈએ નહિ.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 6:13
9 Iomraidhean Croise  

“આરોન તથા તેના પુત્રોને યજ્ઞકારો તરીકે મારી સેવાને માટે સમર્પણ કરવા તારે આ પ્રમાણે ક્રિયા કરવી. એક વાછરડો અને ખોડખામી વિનાના બે ઘેટા લેવા.


ખમીરનો જરાપણ ઉપયોગ કર્યા વિના કેટલીક ઓલિવ તેલવાળી રોટલી, કેટલીક ભાખરી તથા કેટલાક તેલ ચોપડેલા ખાખરા બનાવવાં.


પ્રથમ હલવાન સાથે એક લીટર શુદ્ધ ઓલિવ તેલમાં મોહેલો ઘઉંનો ઝીણો લોટ ચડાવવો અને પેયાર્પણ તરીકે એક લિટર દ્રાક્ષાસવ રેડવો.


તેમના ગઢ સમો તેમનો રાજા ભયનો માર્યો નાસી જશે. તેમના લશ્કરી અધિકારીઓમાં એવો આતંક ફેલાશે કે તેઓ યુદ્ધનો વજ પડતો મૂકીને ભાગી જશે.” સિયોનમાં જેમનો અગ્નિ છે અને યરુશાલેમ જેમની ભઠ્ઠી છે એવા પ્રભુ આ બોલ્યા છે.


અને ઉત્તર દિશા તરફના મુખવાળો ખંડ વેદીની જવાબદારી સંભાળતા યજ્ઞકારો માટે છે. તેઓ સાદોકવંશી યજ્ઞકારો છે. લેવીના વંશજોમાંથી પ્રભુની સેવા કરવા માટે માત્ર તેઓ જ પ્રભુની હજૂરમાં આવી શકે છે.


યજ્ઞવેદી પર અગ્નિ સતત સળગતો રાખવો અને તેને કદી હોલવાઈ જવા દેવો નહિ. દરરોજ સવારે યજ્ઞકારે તે પર લાકડાં બાળવાં, તેના પર દહનબલિ ચડાવવો અને સંગતબલિની ચરબીનું તે પર દહન કરવું.


“ધાન્યઅર્પણ અંગેના નિયમો આ પ્રમાણે છે: આરોનવંશી યજ્ઞકારે યજ્ઞવેદી સમક્ષ ધાન્યઅર્પણ પ્રભુને ચડાવવું.


એકાએક પ્રભુનો અગ્નિ પ્રગટયો અને યજ્ઞવેદી પરનાં દહનબલિ અને બધી ચરબીને ભસ્મ કરી નાખ્યાં. આ બધું જોઈને લોકોએ હર્ષનાદ કર્યો અને ભૂમિ પર શિર ટેકવીને પ્રભુનું ભજન કર્યું.


Lean sinn:

Sanasan


Sanasan