Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 6:10 - પવિત્ર બાઇબલ C.L.

10 પછી યજ્ઞકારે અળસી રેસાનાં વસ્ત્રનો શ્વેત ઝભ્ભો અને જાંઘિયો પહેરીને યજ્ઞવેદી પરથી દહન થઈ ગયેલા અગ્નિબલિની રાખ લઈ લેવી અને તેને વેદીની બાજુમાં મૂકવી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 અને યાજક પોતાનું શણનું વસ્‍ત્ર પહેરે, ને પોતાના દેહ પર પોતાની શણની ઈજાર પહેરે. અને અગ્નિએ ભસ્મ કરેલા વેદી પરના દહનીયાર્પણની રાખ લઈને તે વેદી પાસે મૂકે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 અને યાજક અંદર તથા બહાર શણનાં વસ્ત્રો પહેરે. અગ્નિએ ભસ્મ કરેલા વેદી પરના દહનીયાર્પણની રાખ લઈને તે વેદીની બાજુમાં ભેગી કરે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 અને યાજક પોતાના અંદર અને બહાર શણનાં કપડાં પહેરે અને દહનાર્પણની રાખ સાફ કરે અને તેને વેદીની બાજુમાં ભેગી કરે.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 6:10
22 Iomraidhean Croise  

તે તમારાં સર્વ અર્પણોનું સ્મરણ કરો, વિશેષત: તમારા દહનબલિથી સંતુષ્ટ થાઓ. (સેલાહ)


પરંતુ દુષ્ટો નષ્ટ થશે; પ્રભુના શત્રુઓ ઘાસનાં ફુલોની જેમ નષ્ટ થશે, તેઓ ધૂમાડાની જેમ અદશ્ય થશે.


તેઓ બહારના ચોકમાં લોકો પાસે જાય તે પહેલાં તેમણે મંદિરમાં સેવા કરતી વખતે પહેરેલાં વસ્ત્રો ઉતારવાં અને તેમને પવિત્ર ઓરડીઓમાં મૂકી દેવાં. તેઓ બીજાં વસ્ત્રો પહેરીને લોકો પાસે જાય, નહિ તો તેમનાં પવિત્ર વસ્ત્રોનો સ્પર્શ થવાથી લોકો પર દૈવી કોપ આવી પડશે.


પછી તે માણસે બલિનાં આંતરડાં અને પગ પાણીથી ધોઈ નાખવા અને યજ્ઞકારે એ બધાંનું વેદી ઉપર દહન કરવું. આહુતિના આ યજ્ઞની સુવાસ પ્રભુને પ્રસન્‍ન કરે છે.


તે માણસે પ્રાણીનાં આંતરડાં અને પગ પાણીથી ધોઈ નાખવા અને યજ્ઞકારે વેદી પર બલિનું સંપૂર્ણ દહન કરવું. આહુતિના આ યજ્ઞની સુવાસ પ્રભુને પ્રસન્‍ન કરે છે.


ત્યાર પછી પ્રભુએ નીચેની સૂચનાઓ આપી: “પરમપવિત્રસ્થાનમાં દાખલ થતાં પહેલાં આરોને સ્નાન કરવું અને પોતાનાં યજ્ઞકારનાં અળસીરેસાનાં શ્વેત અને પવિત્ર વસ્ત્રો એટલે ડગલો, જાંઘિયો, કમરપટ્ટો અને પાઘડી પહેરવાં.


“પ્રભુને ચડાવવાનાં કોઈપણ ધાન્ય અર્પણમાં ખમીર વાપરવું નહિ. પ્રભુને ધાન્ય અર્પણ ચડાવતી વખતે ખમીર કે મધ કદી વાપરવું નહિ.


તે ઈશ્વરને અર્પિત રોટલીમાંથી અને અતિપવિત્ર તથા પવિત્ર અર્પણોમાંથી ખાઈ શકે;


એ બધું છાવણીની બહાર જ્યાં રાખ નાખવામાં આવે છે ત્યાં સ્વચ્છ જગ્યાએ લઈ જવું અને લાકડાં સળગાવી બાળી મૂકવું.


ત્યાર પછી તેણે પોતાનો પોશાક બદલવો અને એ રાખ છાવણી બહાર સ્વચ્છ જગ્યાએ નાખી દેવી.


આરોન વંશનો કોઈપણ પુરુષ પ્રભુને ચડાવેલા અગ્નિબલિના ભાગરૂપે તે ખાઈ શકશે. વંશપરંપરાગત તે તેમનો કાયમનો ભાગ છે. જે કોઈ તેનો સ્પર્શ કરે તે પવિત્ર ગણાય.”


બધા આરોનવંશી પ્રમુખ યજ્ઞકારોએ કાયમી નિયમ તરીકે આ અર્પણ પ્રભુને ચડાવવાનું છે; તે અર્પણનું પૂરેપૂરું દહન કરવાનું છે.


“આરોન અને તેના પુત્રોને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસે લઈ જા. તે સાથે યજ્ઞકારનો પોશાક, અભિષેકનું તેલ, પ્રાયશ્ર્વિતબલિનો આખલો, બે ઘેટા અને ખમીર વગરની રોટલીની ટોપલી પણ લે.


ત્યાર પછી પ્રભુએ મોકલેલા અગ્નિએ આવીને ધૂપ ચડાવવા ઊભેલા અઢીસો માણસોને ભસ્મ કરી નાખ્યા.


સ્વર્ગનાં સૈન્યો સફેદ ઘોડાઓ પર સવાર થઈને અને અળસીરેસાનાં શ્વેત, સ્વચ્છ વસ્ત્ર પહેરીને તેને અનુસરતા હતા.


તેને અળસી રેસાનું સ્વચ્છ અને ચળકતું વસ્ત્ર પહેરવા માટે આપવામાં આવ્યું છે. એ અળસી રેસાનું વસ્ત્ર તો ઈશ્વરના લોકોનાં ન્યાયી કૃત્યો છે.


વડીલોમાંના એકે મને પૂછયું, “સફેદ વસ્ત્રો પહેરેલા આ લોકો કોણ છે અને ક્યાંથી આવેલા છે?”


Lean sinn:

Sanasan


Sanasan