Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 5:4 - પવિત્ર બાઇબલ C.L.

4 “જો કોઈ માણસ ખરી કે ખોટી કોઈપણ બાબત વિષે વગર વિચાર્યે સોગંદ ખાય તો તેની જાણ થતાં જ તે દોષિત ગણાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 અથવા જો કોઈ માણસ ભૂંડું કરવાના કે ભલું કરવાના સોગન પોતના હોઠોથી વગર વિચારે ખાય કે, વગર વિચારે સોગન ખાઈને ગમે તે કહે, ને જો તે તેના જાણવામાં આવ્યું ન હોય, તો જ્યારે તે તેના જાણવામાં આવે ત્યાએ તે તેઓમાંથી એક વિષે દોષિત ઠરે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 અથવા જો કોઈ માણસ દુષ્ટતા કરવાના અથવા સારું કરવાના સોગન પોતાના હોઠોથી વગર વિચારે ખાઈને ગમે તેમ તે કહે અને જો તે તેના જાણવામાં આવ્યું ન હોય, તો જ્યારે તે તેના જાણવામાં આવે ત્યારે તે તેઓમાંથી એક વિષે દોષિત ઠરે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 “જો કોઈ માંણસ ઉતાવળમાં સમ ખાય અને તેને પાળવાનું ભૂલી જાય અને મોડેથી તેની જાણ થાય, તો તે દોષિત ગણાય;

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 5:4
25 Iomraidhean Croise  

પણ દાવિદે અને યોનાથાને એકબીજા સાથે પ્રભુને નામે સોગંદ ખાધા હતા તેને લીધે દાવિદે યોનાથાનના પુત્ર એટલે, શાઉલના પૌત્ર મફીબોશેથને બચાવી લીધો.


તે બોલી ઊઠયો, “દિવસ પૂરો થાય તે પહેલાં શાફાટના પુત્ર એલિશાનો શિરચ્છેદ ન કરું તો ઈશ્વર મને મારી નાખો.”


તેમણે મોશેના દયને એટલું કડવું બનાવ્યું કે તે પોતાના હોઠોથી અવિચારીપણે બોલી ઊઠયો.


યજ્ઞકારે આ રીતે માણસના પાપના પ્રાયશ્ર્વિત માટે અર્પણ ચડાવે; એટલે, તે માણસને માફ કરવામાં આવશે. ધાન્યઅર્પણ માફક આ અર્પણનો બાકીનો લોટ યજ્ઞકારને મળે છે.”


“જો કોઈ માણસ અજાણતાં અશુદ્ધ માનવી કે માનવી શબનો સ્પર્શ કરે તો તેની જાણ થતાં જ તે દોષિત ગણાય.


“જો કોઈ કુંવારી સ્ત્રી માનતા રાખે અને પૂરતો વિચાર કર્યા વગર કોઈ વસ્તુ છોડી દેવાની માનતા લે અને પછી લગ્ન કરે


પણ જો તેની માનતાની જાણ તેના પતિને થાય અને તે તેને પૂર્ણ કરવાની મના કરે તો તેની માનતા રદ થઈ જાય અને પ્રભુ તેને ક્ષમા કરશે.


તેણે તે છોકરીને વચન આપ્યું કે તું જે કંઈ માગીશ તે હું તને આપીશ.


રાજા ઘણો દુ:ખી થયો. પણ મહેમાનોની સમક્ષ આપેલા વચનને કારણે તેણે દીકરીની માગણી પૂર્ણ કરવા હુકમો આપ્યા.


અને તેણે સોગંદ ખાઈને કહ્યું, “મારું વચન છે કે તું જે કંઈ માગીશ તે મારા અડધા રાજ્ય સુધી હું તને આપીશ.”


પછીની સવારે કેટલાક યહૂદીઓએ એકઠા મળીને એક યોજના ઘડી કાઢી. પાઉલને મારી નાખ્યા વિના અન્‍નજળ નહિ લેવાની તેમણે પ્રતિજ્ઞા લીધી.


પેલા માણસોએ કહ્યું, “અમે તારા કહ્યા પ્રમાણે ન વર્તીએ તો ઈશ્વર અમને મારી નાખો: જો તમે અમારી આ વાત કોઈને કહી નહિ દો તો પ્રભુ અમને જ્યારે આ દેશ આપે, ત્યારે અમે તમારા પ્રત્યે માયાળુપણે અને નિષ્ઠાપૂર્વક વર્તીશું.”


યહોશુઆએ ગિબ્યોનના લોકો સાથે મિત્રતાનો કરાર કર્યો અને તેમને જીવતા રહેવા દીધા. ઇઝરાયલી સમાજના આગેવાનોએ એ કરાર પાળવા સમય ખાધા.


તો હું વિજય મેળવીને ઘેર પાછો આવું ત્યારે મારા ઘરમાંથી જે કંઈ મને પ્રથમ મળે તે પ્રભુનું ગણાશે અને હું તેનો દહનબલિ ચડાવીશ.”


આપણે તો પોતાની પુત્રીઓનાં લગ્ન તેમની સાથે કરાવી શક્તા નથી. કારણ, આપણામાંથી કોઈ પોતાની પુત્રીનાં લગ્ન કોઈ બિન્યામીની સાથે કરાવે તો તેવી વ્યક્તિ માટે આપણે શાપ ઉચ્ચાર્યો છે.”


બિન્યામીનના બચી ગયેલા લોકો માટે આપણે પત્નીઓ ક્યાંથી લાવી આપીશું? આપણે કોઈ પોતાની પુત્રીનું તેમની સાથે લગ્ન નહિ કરાવીએ એવા સોગન આપણે પ્રભુ સમક્ષ ખાધા હતા.”


તેથી આજે તમે યરૂબ્બઆલ તથા તેના પરિવાર પ્રત્યે સાચી પ્રામાણિક્તા અને નિખાલસતાથી વર્ત્યા હો તો અબિમેલેખ તમને અને તમે અબિમેલેખને સુખરૂપ નીવડો.


તેણે માનતા માની, “હે સેનાધિપતિ પ્રભુ, આ તમારી સેવિકાના દુ:ખ સામે જુઓ અને મને યાદ કરો. મને ના ભૂલશો. જો તમે મને પુત્ર આપશો તો હું તમને તેની આખી જિંદગી સુધી તેનું અર્પણ કરીશ અને તેના માથા પર અસ્ત્રો કદી ફરશે નહિ.”


સવાર થતાં સુધીમાં તેના આબાલવદ્ધ એકેએક પુરુષોનો સંહાર ન કરું તો ઈશ્વર મારી એથીય બૂરી દશા કરો.”


Lean sinn:

Sanasan


Sanasan