લેવીય 5:15 - પવિત્ર બાઇબલ C.L.15 તે માટે ખોડખાંપણ વગરનો ઘેટો હોવો જોઈએ. પવિત્રસ્થાનના ચલણના શેકેલમાં તેની કિંમત કરવામાં આવે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 “જો કોઈ માણસ ઉલ્લંઘન કરીને યહોવાની પવિત્ર વસ્તુઓ વિષે અજાણે પાપ કરે, તો તે યહોવા પ્રત્યે પોતાનું દોષાર્થાર્પણ લાવે, ટોળામાંથી ખોડખાંપણ વગરનો એક ઘેટો, એટલે તું ઠરાવે એટલા શેકેલ રૂપું, પવિત્રસ્થાનના શેકેલ પ્રમાણે, દોષાર્થાર્પણને માટે લાવે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 “જો કોઈ વ્યક્તિ આજ્ઞાનું ઉલ્લંઘન કરીને યહોવાહની પવિત્ર વસ્તુઓ વિષે અજાણતાં પાપ કરે, તો તે યહોવાહ પ્રત્યે પોતાનું દોષાર્થાર્પણ લાવે. ટોળાંમાંથી ખોડખાંપણ વગરનો એક ઘેટો, શેકેલ ચાંદી, પવિત્રસ્થાનના શેકેલ પ્રમાણે, દોષાર્થાર્પણને માટે લાવે. Faic an caibideilપવિત્ર બાઈબલ15 “જો કોઈ વ્યક્તિ અજાણતાં પવિત્રવસ્તુઓ સાથે કઈ ખોટુ કરીને પાપ કરે; તો તેણે દોષાર્થપણ માંટે ખોડખાંપણ વગરનો એક ઘેટો લાવવો. તેણે પોતાનું પાપ શુદ્ધ કરવા ઘેટાને યહોવા સમક્ષ લાવવો. તમાંરે અધીકૃત માંપ વાપરી ઘેટાની કિંમત આંકવી. Faic an caibideil |
“વીસથી સાઠ વર્ષની ઉંમરના પુરુષનું મુક્તિમૂલ્ય ચાંદીના 50 શેકેલ થાય. જો તે સ્ત્રી હોય તો ચાંદીના 30 શેકેલ ચૂકવવા. પાંચથી વીસ વર્ષની ઉંમરના છોકરાનું મુક્તિમૂલ્ય ચાંદીના 20 શેકેલ થાય. જો તે છોકરી હોય તો ચાંદીના 10 શેકેલ ચૂકવવા. પાંચ વર્ષથી નીચેના નર બાળકનું મુક્તિમૂલ્ય ચાંદીના 5 શેકેલ થાય. અને નારી હોય તો ચાંદીના 3 શેકેલ ચુકવવા. સાઠ વર્ષથી ઉપરના પુરુષનું મુક્તિમૂલ્ય ચાંદીના 15 શેકેલ થાય. જો તે સ્ત્રી હોય તો ચાંદીના 10 શેકેલ ચૂકવવા.