Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 5:11 - પવિત્ર બાઇબલ C.L.

11 “જો કોઈ માણસ બે હોલા કે કબૂતરનાં બે બચ્ચાં ચડાવવાને સમર્થ ન હોય તો તેણે એક કિલો લોટ દોષનિવારણ બલિ તરીકે ચડાવવો. તેણે તેમાં ઓલિવ તેલ રેડવું નહિ કે લોબાન મૂકવો નહિ. કારણ, એ દોષનિવારણબલિ છે, અને ધાન્યઅર્પણ નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 અને જો બે હોલા કે કબૂતરનાં બે બચ્ચાં મેળવવાં એ તેના ગજા ઉપરાંત હોય, તો પોતે જે પાપ કર્યું હોય તેને લીધે પાપાર્થાર્પણને માટે એક દશાંશ એફાહ મેંદાનું તે પોતાને માટે અર્પણ લાવે. તે પર તે કંઈ તેલ ન રેડે, ને તે પર તે કંઈ લોબાન ન મૂકે; કેમ કે તે તો પાપાર્થાર્પણ છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 પણ જો કોઈ તે બે હોલા કે કબૂતરનાં બે બચ્ચાં ખરીદીને ચઢાવી ના શકે, તો જે પાપ તેણે કર્યું હોય તેને લીધે પાપાર્થાર્પણને માટે એક દશાંશ એફાહ મેંદાનો લોટ તે પોતાને માટે અર્પણ લાવે. તેણે તેમાં તેલ કે લોબાન ન મૂકવાં, કારણ કે તે તો પાપાર્થાર્પણ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 “જો કોઈ માંણસ બે હોલા કે કબૂતરનાં બે બચ્ચાં ચઢાવી શકે તેમ ના હોય, તો તેણે પાપાર્થાર્પણ તરીકે આઠ વાટકા લોટ ચઢાવવો. અને તેણે તેમાં તેલ કે લોબાન ન મૂકવાં, કારણ, તે પાપાર્થાર્પણ છે,

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 5:11
23 Iomraidhean Croise  

પરંતુ જ્યારે તેમણે તે ઓમેરથી માપ્યો, તો જેમણે વધારે ખોરાક એકઠો કર્યો હતો તેમની પાસે વધી પડયો નહિ અને જેમણે ઓછો એકઠો કર્યો તેમની પાસે ખૂટી પડયો નહિ. દરેક પાસે પોતાની જરૂરિયાત જેટલો જ ખોરાક એકઠો થયો હતો.


તે સમયમાં વપરાશનું નિયત માપ એફાહ આજના આશરે વીસ કીલો જેટલું હતું; અને ઓમેર તેના દસમા ભાગનું એટલે, આશરે બે કીલો જેટલું હતું.


“જ્યારે કોઈ માણસ પક્ષીનું દહનબલિ ચડાવે તો તે હોલા કે કબૂતરનાં બચ્ચાનું હોય.


“જો તે સ્ત્રી ઘેટો લાવવાને સમર્થ ન હોય તો તેણે કબૂતર કે હોલાનાં બે બચ્ચાં લાવવાં: એક દહનબલિ માટે અને બીજું પ્રાયશ્ર્વિત બલિ માટે. યજ્ઞકાર તેને માટે પ્રાયશ્ર્વિતનો વિધિ કરે એટલે તે સ્ત્રી વિધિગત રીતે શુદ્ધ થયેલી ગણાય.”


“જો કોઈ માણસ ગરીબ હોય અને આ બધું ચડાવવાને સમર્થ ન હોય તો તેણે શુદ્ધિકરણ માટે દોષનિવારણ બલિ તરીકે એક જ ઘેટો લાવવો. યજ્ઞકારના ભાગ તરીકે પ્રભુ આગળ તેનું આરતીરૂપે અર્પણ કરવું. તેની સામે ધાન્યઅર્પણ તરીકે ફક્ત તેલથી મોયેલો એક કિલો લોટ અને ત્રણસો ગ્રામ તેલ લાવવું.


“જો કોઈએ માનતા લીધી હોય અને પછી ગરીબીને લીધે નિયત કરેલું મુક્તિમૂલ્ય ચૂકવવા અસમર્થ હોય તો તેણે તે માણસને યજ્ઞકાર પાસે લાવવો. યજ્ઞકાર માનતા લેનાર માણસ ચૂકવી શકે તે પ્રમાણે તેનું મુક્તિમૂલ્ય નક્કી કરે.


તેણે તે લાવીને યજ્ઞકારને આપવું અને યજ્ઞકાર તેમાંથી પ્રતીકરૂપે મૂઠીભર લોટ લઈ યજ્ઞવેદી પરના અગ્નિબલિ પર મૂકીને પ્રભુને ધાન્યઅર્પણ તરીકે તેનું દહન કરે. આ તો પ્રાયશ્ર્વિત બલિ છે.


અને પોતાનું પાપ દૂર કરવા માટે તે પ્રભુ સમક્ષ દોષનિવારણ બલિ લાવે તો તેમાં તેણે પ્રભુને ઘેટી કે બકરી ચડાવવી અને યજ્ઞકાર તેના પાપ માટે પ્રાયશ્ર્વિત કરે.


ત્યાર પછી તેણે તેમાંથી થોડું રક્ત યજ્ઞવેદીની બાજુ પર છાંટવું અને બાકીનું રક્ત યજ્ઞવેદીના પાયામાં રેડી દેવું. એ તો પાપ દૂર કરવા માટેનું અર્પણ છે.


એ બેમાંથી કોઈપણ કિસ્સામાં પતિએ પોતાની પત્નીને યજ્ઞકાર સમક્ષ લઈ જવી. તે સાથે તેણે અર્પણને માટે જવનો આશરે એક કિલો લોટ લાવવો. તેના પર તેલ રેડવામાં ન આવે કે લોબાન મૂકવામાં ન આવે; કારણ, એ તો સંશયનિવારણ માટે ગુનાની યાદ દેવડાવનારું અને તેને સાબિત કરવા માટેનું ધાન્યઅર્પણ છે.


પ્રભુના નિયમશાસ્ત્રમાંની માગણી મુજબ તેઓ કબૂતરની એક જોડ અથવા હોલાનાં બે બચ્ચાંનું બલિદાન ચઢાવવા ગયાં.


ખ્રિસ્ત પોતે નિષ્પાપ હતા, છતાં ઈશ્વરે તેમને આપણે માટે પાપરૂપ કર્યા; જેથી ખ્રિસ્તની સાથે મેળવાયા હોવાથી આપણે ઈશ્વરની પવિત્રતાના ભાગીદાર બનીએ.


અલબત્ત, નિયમશાસ્ત્ર પ્રમાણે લગભગ બધી જ વસ્તુઓ રક્ત દ્વારા શુદ્ધ થાય છે; અને રક્ત વહેવડાવ્યા વગર પાપોની ક્ષમા મળતી નથી.


Lean sinn:

Sanasan


Sanasan