Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 4:6 - પવિત્ર બાઇબલ C.L.

6 તેણે લોહીમાં આંગળી બોળી પવિત્રસ્થાનના પડદાની સામે સાતવાર છાંટવું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 અને યાજક પોતાની આંગળી તે રક્તમાં બોળીને તે રક્તમાંથી યહોવાની સમક્ષ પવિત્રસ્થાનના પડદાની સામે સાત વાર છાંટે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 યાજક પોતાની આંગળી તે રક્તમાં બોળીને તેમાંથી યહોવાહની આગળ પરમપવિત્રસ્થાનના પડદાની સામે સાત વાર છાંટે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 અને પછી લોહીમાં પોતાની આંગળી બોળી યહોવા સમક્ષ સાત વખત પરમપવિત્રસ્થાનના પડદા પર લોહીના છાંટા નાખે.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 4:6
22 Iomraidhean Croise  

પછી તેણે સાક્ષ્યલેખની કરારપેટી મંડપમાં મૂકી અને તેના પર આડશનો પડદો ઢાંકયો. તેણે એ બધું પ્રભુની આજ્ઞા પ્રમાણે જ કર્યું.


તેણે મંડપની અંદર પડદાની આગળ સોનાની ધૂપવેદી મૂકી


અને તેમાં પોતાની જમણી આંગળી બોળી પ્રભુની સમક્ષ સાતવાર તે છાંટે.


પછી યજ્ઞકાર હથેલીમાં બાકી રહેલું તેલ શુદ્ધિકરણ કરાવનારના માથા પર લગાવે, અને એ પ્રમાણે તેને માટે પ્રભુ સમક્ષ શુદ્ધિકરણનો પ્રાયશ્ર્વિત વિધિ કરે.


અને પોતાના જમણા હાથની આંગળી વડે પ્રભુ સમક્ષ તે સાત વાર છાંટે.


શુદ્ધિકરણ કરાવનાર પર યજ્ઞકારે સાતવાર રક્ત છાંટીને તેને શુદ્ધ જાહેર કરવો.


ત્યાર પછી તેણે આખલાનું રક્ત લઈને પોતાની આંગળીથી દયાસનની ઉપર આગળની બાજુએ છાંટવું અને બાકીનું રક્ત સાતવાર પોતાની આંગળીથી સાક્ષ્યલેખની કરારપેટી પરના દયાસન સામે છાંટવું.


અને બાકીના રક્તમાંથી આંગળી વડે યજ્ઞવેદી પર તેનો સાત વાર છંટકાવ કરવો. આ રીતે યજ્ઞવેદીને ઇઝરાયલી લોકનાં પાપની અશુદ્ધિથી મુક્ત કરીને તેને પવિત્ર કરવી.”


“દર સાત વર્ષે આવતો એક સાબ્બાથ, એ રીતે તમે સાત સાબ્બાથ એટલે ઓગણપચાસ વર્ષ ગણો.


“આ બધું વીત્યા છતાં જો તમે મને આધીન થશો નહિ તો હું તમારા પાપની સજા સાત ઘણી વધારીશ.


તો હું પણ તમારી વિરુદ્ધ પડીને ફરીથી તમારાં પાપની સજા સાત ઘણી વધારે કરીશ.


તો હું પણ તમારી વિરુદ્ધ પડીને તમારા પર મારો કોપ રેડી દઈશ અને તમને તમારાં પાપને લીધે સાત ગણી ભારે સજા કરીશ.


તેણે તે રક્તમાં આંગળી બોળી પ્રભુ સમક્ષ પડદા ઉપર સાતવાર છાંટવું.


ત્યાર પછી યજ્ઞકાર પ્રાયશ્ર્વિતબલિના રક્તમાં પોતાની આંગળી બોળે અને યજ્ઞવેદીના શિંગ પર તે લગાવે અને બાકીનું રક્ત યજ્ઞવેદીના પાયામાં રેડી દે.


યજ્ઞકારે તેના રક્તમાં આંગળી બોળી યજ્ઞવેદીનાં શિંગ પર તે લગાવવું અને બાકીનું બધું રક્ત યજ્ઞવેદીના પાયામાં રેડી દેવું.


ત્યારપછી યજ્ઞકારે તેના રક્તમાં આંગળી બોળી યજ્ઞવેદીનાં શિંગ પર તે લગાવવું અને બાકીનું બધું રક્ત યજ્ઞવેદીના પાયામાં રેડી દેવું.


તેણે વેદી પર તેલનો સાતવાર છંટકાવ કર્યો. તેણે વેદી અને તેનાં બધાં પાત્રો, તેમજ જળકુંડ અને તેની બેઠકનું પ્રભુને સમર્પણ કર્યું.


પછી મોશેએ તેને કાપ્યો અને તેના રક્તમાંથી થોડું લઈને આંગળી વડે શિંગ પર લગાવ્યું; જેથી વેદી વિધિગત રીતે શુદ્ધ થાય. બાકીનું રક્ત તેણે વેદીના પાયામાં રેડી દીધું. આ રીતે તેણે વેદીને શુદ્ધ કરીને તેનું સમર્પણ કર્યું.


તેના પુત્રો તેની પાસે તેમાંથી રક્ત લાવ્યા. તેણે પોતાની આંગળી બોળીને થોડું રક્ત યજ્ઞવેદીનાં શિંગ પર લગાડયું; બાકીનું રક્ત તેણે વેદીના પાયામાં રેડી દીધું.


ત્યાર પછી યજ્ઞકાર એલાઝાર તેના રક્તમાંથી થોડું આંગળી ઉપર લઈને મુલાકાતમંડપના પ્રવેશદ્વારની દિશામાં સાત વાર છાંટે.


સાત યજ્ઞકારો પોતાની સાથે રણશિંગડાં લઈને કરારપેટીની આગળ ચાલે. સાતમે દિવસે યજ્ઞકારો રણશિંગડાં વગાડતા હોય ત્યારે તારે અને તારા સૈનિકોએ કૂચ કરતાં કરતાં શહેરની સાતવાર પ્રદક્ષિણા કરવી.


આમ, યહોશુઆએ આપેલા હુકમ પ્રમાણે શસ્ત્રસજ્જિત અગ્ર રક્ષકદળ ઘેટાંનાં શિંગનાં રણશિંગડાં વગાડનાર યજ્ઞકારોની આગળ ચાલ્યું. એમની પાછળ કરારપેટી ઊંચકનારા યજ્ઞકારો ગયા. એમની પાછળ અનુગામી રક્ષકદળ હતું. એ બધો સમય રણશિંગડાં વાગતાં હતાં.


Lean sinn:

Sanasan


Sanasan