Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 4:32 - પવિત્ર બાઇબલ C.L.

32 “જ્યારે કોઈ માણસ પ્રાયશ્ર્વિતબલિ તરીકે ઘેટાંમાંથી અર્પણ ચડાવે તો તે ખોડખાંપણ વગરની ઘેટી હોવી જોઈએ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

32 અને જો તે પાપાર્થર્પણને માટે હલવાનનું અર્પણ લાવે તો તે ખોડખાંપણ વગરની નારી લાવે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

32 જો કોઈ માણસ પાપાર્થાર્પણને માટે હલવાનનું અર્પણ લાવે તો તે ખોડખાંપણ વગરની નારી લાવે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

32 “પણ જો કોઈ માંણસ પાપાર્થાર્પણ તરીકે હલવાન લાવે તો તે માંદા હોવું જોઈએ અને ખોડખાંપણ વગરનું હોવું જોઈએ.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 4:32
19 Iomraidhean Croise  

ઇઝરાયલના આખા સમુદાયને કહો કે, આ માસના દસમા દિવસે પ્રત્યેક માણસે પોતાના કુટુંબ માટે હલવાન કે લવારું પસંદ કરવું.


તમે હલવાન કે લવારું પસંદ કરી શકો, પણ તે ખોડખામી વિનાનું અને એક વર્ષની ઉંમરનું નરજાતિનું હોવું જોઈએ.


તેના પર ત્રાસ ગુજારવામાં આવ્યો અને પીડા દેવામાં આવી. પણ તે તેના મુખે એક શબ્દ પણ બોલ્યો નહિ. હલવાનને ક્તલખાને લઈ જવામાં આવે તેમ તેને લઈ જવામાં આવ્યો અને ઘેટું તેનું ઊન કાતરનારની આગળ મૂંગું રહે, તેમ તે પોતાને મુખે એક શબ્દ પણ બોલ્યો નહિ.


જો તે ઢોરનો બલિ ચડાવે તો તે કોઈપણ જાતની ખોડખાંપણ વગરનો આખલો હોવો જોઈએ. તેણે તેને મુલાકાત મંડપના પ્રવેશદ્વાર પાસે લાવવો અને તેનો બલિ ચડાવવો, જેથી પ્રભુ તેનો સ્વીકાર કરે.


અને પ્રભુની આજ્ઞા તોડી દોષ લાવે, તો તેની તેને જાણ થતાં જ તેણે ખોડખાંપણ વગરની બકરીનું અર્પણ ચડાવવું.


અને પોતાનું પાપ દૂર કરવા માટે તે પ્રભુ સમક્ષ દોષનિવારણ બલિ લાવે તો તેમાં તેણે પ્રભુને ઘેટી કે બકરી ચડાવવી અને યજ્ઞકાર તેના પાપ માટે પ્રાયશ્ર્વિત કરે.


દૂતે જવાબ આપ્યો, “પવિત્ર આત્મા તારા પર આવશે, અને સર્વોચ્ચ ઈશ્વરનું પરાક્રમ તારા પર ઊતરશે. આ જ કારણને લીધે એ પવિત્ર બાળક ઈશ્વરપુત્ર કહેવાશે.


બીજે દિવસે યોહાને ઈસુને પોતાની તરફ આવતા જોઈને પોકાર્યું, “જુઓ ઈશ્વરનું હલવાન! તે દુનિયાનાં પાપ દૂર કરે છે.


તેણે ઈસુને નજીકમાં ફરતા જોઈને કહ્યું, “જુઓ, ઈશ્વરનું હલવાન!”


અને જેને ડાઘ કે કરચલી કે બીજી કોઈ ખામી ન હોય, પણ જે પવિત્ર અને નિષ્કલંક હોય એવી ગૌરવી મંડળીને પોતાની સમક્ષ રજૂ કરે.


ઈસુ, આપણી જરૂરિયાતો પૂરી કરે તેવા પ્રમુખ યજ્ઞકાર છે. તે પવિત્ર છે; તેમનામાં કોઈ દોષ કે પાપ નથી; તેમને પાપી મનુષ્યોથી અલગ કરવામાં આવેલા છે અને આકાશ કરતાં પણ ઊંચે ચઢાવવામાં આવેલા છે.


જો એ સાચું છે તો ખ્રિસ્તના રક્ત દ્વારા શુદ્ધતા મળે તે કેટલું વધારે શકાય છે! કારણ, સનાતન આત્મા દ્વારા તેમણે પોતાનું સંપૂર્ણ બલિદાન ઈશ્વરને અર્પણ કર્યું. તેમનું રક્ત આપણાં અંત:કરણોને મર્ત્ય કાર્યોથી શુદ્ધ કરે છે; જેથી આપણે જીવંત ઈશ્વરની સેવા કરી શકીએ.


તેમણે કોઈ પાપ કર્યું ન હતું અને તેમના મુખમાંથી કદી જૂઠ નીકળ્યું નથી.


ખ્રિસ્તે ક્રૂસ પર પોતાના શરીરમાં આપણાં પાપ માથે લીધાં, જેથી આપણે પાપ વિષે મરણ પામીએ અને ઈશ્વરની દૃષ્ટિએ સદાચારી જીવન ગાળીએ. તેમને પડેલા ઘા દ્વારા તમને સાજા કરવામાં આવ્યા છે.


તમને ઈશ્વરની પાસે લઈ જવાને માટે ખરાબ માણસોને બદલે સારા માણસે એટલે ખ્રિસ્તે પોતે તમારાં પાપોને માટે એકવાર મરણ સહન કર્યું. જો કે તેમને શારીરિક રીતે મારી નાખવામાં આવ્યા, પણ આત્મિક રીતે તેમને સજીવન કરવામાં આવ્યા.


પછી મધ્યભાગમાં, ચાર જીવંત પ્રાણીઓની અને વડીલોની વચ્ચે રાજ્યાસન સમક્ષ એક હલવાનને મેં ઊભેલું જોયું. એ હલવાન જાણે કે બલિદાન કરેલું હોય તેવું જણાતું હતું. તે હલવાનને સાત શિંગડાં અને સાત આંખો હતી. એ આંખો તો પૃથ્વી પર મોકલાયેલા ઈશ્વરના સાત આત્માઓ છે.


Lean sinn:

Sanasan


Sanasan