Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 4:28 - પવિત્ર બાઇબલ C.L.

28 અને પ્રભુની આજ્ઞા તોડી દોષ લાવે, તો તેની તેને જાણ થતાં જ તેણે ખોડખાંપણ વગરની બકરીનું અર્પણ ચડાવવું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

28 ત્યારે જો જે પાપ વિષે તે દોષિત થયો હોય તેની તેને જાણ કરવામાં આવે. તો તે એક ખોડખાંપણ વગરની બકરીનું અર્પણ લાવે. જે પાપ વિષે તે દોષિત થયો હોય તેને લીધે તે લાવે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

28 તો જો, જે પાપ વિષે તે દોષિત થયો હોય તેની તેને જાણ કરવામાં આવે, તો તે એક ખોડખાંપણ વગરની બકરીનું અર્પણ લાવે, જે પાપ વિષે તે દોષિત થયો હોય તેને લીધે તે લાવે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

28 તેની જાણ થતાં તેણે પોતે કરેલાં પાપોના પ્રાયશ્ચિત માંટે એક ખોડખાંપણ વગરની બકરી પાપાર્થાર્પણ કરવી.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 4:28
12 Iomraidhean Croise  

હું તારી અને સ્ત્રીની વચ્ચે, તારાં સંતાન અને તેના સંતાન વચ્ચે કાયમનું વેર કરાવીશ. તે તારું માથું છૂંદશે, અને તું તેની એડીએ કરડશે.”


કારણ, તમે અમારા અન્યાય જોઈ શકો છો. બલ્કે, અમારાં ગુપ્ત પાપો પણ તમારી વેધક દષ્ટિથી છુપાં નથી.


તો હવે પ્રભુ પોતે તમને નિશાની આપશે: કન્યા સગર્ભા છે અને તેને પુત્ર જન્મશે અને તે તેનું નામ ઇમ્માનુએલ (ઈશ્વર આપણી સાથે) પાડશે.


હે મને બેવફા નીવડેલા લોકો, તમે ક્યાં સુધી રઝળતા રહેશો! કારણ, મેં પ્રભુએ પૃથ્વી પર નવીનતા ઉત્પન્‍ન કરી છે: સ્ત્રી પોતાના પતિને પુનર્મિલનમાં ભેટી પડી છે!


તો તેની જાણ થતાં જ સમાજે પ્રાયશ્ર્વિતબલિ તરીકે ખોડખાંપણ વગરનો યુવાન આખલો ચડાવવો. તે આખલાને મુલાકાતમંડપની આગળ લાવવો.


તો તેની તેને જાણ થતાં જ તેણે ખોડખાંપણ વગરનો બકરો લાવવો.


“જો પ્રમુખ યજ્ઞકાર પાપ કરે અને લોકો પર દોષ લાવે તો તેણે પ્રાયશ્ર્વિતબલિ તરીકે ખોડખાંપણ વગરનો આખલો પ્રભુને ચડાવવો.


“જ્યારે કોઈ માણસ પ્રાયશ્ર્વિતબલિ તરીકે ઘેટાંમાંથી અર્પણ ચડાવે તો તે ખોડખાંપણ વગરની ઘેટી હોવી જોઈએ.


અને પોતાનું પાપ દૂર કરવા માટે તે પ્રભુ સમક્ષ દોષનિવારણ બલિ લાવે તો તેમાં તેણે પ્રભુને ઘેટી કે બકરી ચડાવવી અને યજ્ઞકાર તેના પાપ માટે પ્રાયશ્ર્વિત કરે.


માનવી સ્વભાવની દુર્બળતાને કારણે નિયમશાસ્ત્ર જે કરી શકાયું નહિ તે ઈશ્વરે કર્યું. તેમણે પાપ કરવાની ક્ષમતા ધરાવતા આપણા માનવી સ્વભાવ જેવો સ્વભાવ લઈને પોતાના પુત્રને પ્રાયશ્ર્વિત બલિ તરીકે મોકલ્યા અને માનવી સ્વભાવમાં રહેલી પાપવૃત્તિને સજા ફરમાવી.


આમ, યહૂદી કે બિનયહૂદી, ગુલામ કે સ્વતંત્ર, પુરુષ કે સ્ત્રી વચ્ચે હવે કોઈ ભેદભાવ નથી; કારણ, ઈસુ ખ્રિસ્તની સાથેના સંબંધને લીધે તમે સૌ એક છો.


Lean sinn:

Sanasan


Sanasan