Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 4:22 - પવિત્ર બાઇબલ C.L.

22 “જો કોઈ આગેવાન અજાણતાં પાપ કરે અને પ્રભુની આજ્ઞા તોડી દોષ લાવે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 જ્યારે કોઈ અધિકારી પાપ કરીને જે બધાં કૃત્યો કરવાની તેના ઈશ્વર યહોવાએ મના કરી છે તેમાંનું કોઈ અજાણે કરીને દોષિત થાય,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 જ્યારે કોઈ અધિકારી પાપ કરીને જે બધાં કૃત્યો કરવાની તેના ઈશ્વર યહોવાહે મના કરીને આજ્ઞા આપી છે તેમાંનું કોઈ પાપ અજાણે કરીને દોષિત ઠરે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 “જો કોઈ પ્રજાના આગેવાનોમાંથી અજાણતા પાપ કરે અને દેવના નિયમનું ઉલ્લંઘન કરી દોષિત ઠરે,

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 4:22
15 Iomraidhean Croise  

વળી, જાણીબૂઝીને કરાતાં પાપોથી પણ મને દૂર રાખો. તેમને મારા પર પ્રભુત્વ જમાવવા ન દો. ત્યારે તો હું સંપૂર્ણ થઈશ અને અઘોર પાપ કરવાથી બચી જઈશ.


પણ સાથે સાથે તું કેટલાક હોશિયાર માણસો પસંદ કરીને તેમની લોકોના આગેવાનો તરીકે નિમણૂક કર. તેમને હજાર હજાર, સો સો, પચાસ પચાસ અને દસ દસ લોકોના જૂથ પર નિયુક્ત કર. આ આગેવાનો ઈશ્વરનો ડર રાખનાર, વિશ્વાસુ અને લાંચને ધિક્કારનારા હોવા જોઈએ.


તારા મુખના શબ્દો તને પાપમાં દોરી ન જાય, નહિ તો તારે ઈશ્વરના યજ્ઞકાર સમક્ષ “મારાથી ભૂલ થઈ ગઈ છે.” એમ કહેવું પડશે. તારે શા માટે બોલવામાં ઈશ્વરને કોપાયમાન કરવા અને પરિશ્રમપૂર્વક કરાયેલા તારા કામને નષ્ટ કરાવવું?


“જો ઇઝરાયલનો સમગ્ર સમાજ અજાણતાં પાપ કરે અને પ્રભુની આજ્ઞા તોડી દોષ લાવે,


“તું ઇઝરાયલીઓને કહે: જો કોઈ માણસ અજાણતાં પ્રભુની આજ્ઞા તોડી પાપમાં પડે તો તેણે નીચેના નિયમોનું પાલન કરવું.


“જો કોઈ સામાન્ય માણસ અજાણતાં પાપ કરે,


“જો કોઈ માણસ અજાણતાં પ્રભુની આજ્ઞા તોડી પાપ કરી દોષ લાવે તો તેણે પાપની સજા ભોગવવી પડશે.


હવે પ્રભુએ મોશેની મારફતે આપેલા આ નિયમોનો જો કોઈ વ્યક્તિ અજાણતાં ભંગ કરે,


સમગ્ર સમાજથી સરતચૂકથી અને અજાણે આજ્ઞાભંગ થયો હોય તો તેમણે પ્રભુને પ્રસન્‍ન કરવા સુવાસને માટે એક વાછરડાનો દહનબલિ કરવો અને તેની સાથે જરૂરી ધાન્યઅર્પણ અને પેયાર્પણ ચડાવવાં. એ ઉપરાંત પ્રાયશ્ર્વિતબલિ તરીકે એક બકરાનું પણ અર્પણ કરવું.


એલિયાબના પુત્રો દાથાને અને અબિરામે અને પેલેથના પુત્ર ઓને ઉધતાઈથી મોશે અને આરોન વિરુધ વિદ્રોહ કર્યો. તેમની સાથે અઢીસો ઇઝરાયલીઓ પણ જોડાયા. આ બધા સમાજના અગ્રણી અને પ્રતિષ્ઠિત માણસો હતા.


મોશે, યજ્ઞકાર એલાઝાર અને સમાજના બધા આગેવાનો તેમને મળવાને માટે પડાવની બહાર ગયા.


તેથી તેમણે મોશે, એલાઝાર અને સમાજના આગેવાનો પાસે જઈને કહ્યું,


ત્યારે તમારે અમુક નગરો આશ્રયનગરો તરીકે પસંદ કરવાં. જો કોઈ અજાણે ખૂન કરે તો તે ત્યાં આશ્રય લઈ શકે. મરનારનું વેર લેવા ઇચ્છનારના નિકટના સગાથી તે સલામત રહી શકશે.


Lean sinn:

Sanasan


Sanasan