Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 4:2 - પવિત્ર બાઇબલ C.L.

2 “તું ઇઝરાયલીઓને કહે: જો કોઈ માણસ અજાણતાં પ્રભુની આજ્ઞા તોડી પાપમાં પડે તો તેણે નીચેના નિયમોનું પાલન કરવું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 “ઇઝરાયલી લોકોને એમ કહે કે, જે કૃત્યો કરવાની યહોવાએ મના કરી છે તેઓમાંના કોઈ વિષે કોઈ જન અજાણે પાપમાં પડીને તેઓમાંનું કોઈ કૃત્ય કરે [તે વિષે આ નિયમ છે] :

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 “ઇઝરાયલના લોકોને કહે, ‘જે કૃત્યો કરવાની યહોવાહે મના કરી છે તે ન કરવા તેનું પાલન કરે, જો કોઈ વ્યક્તિ અજાણતા મારી આજ્ઞાઓનું ઉલ્લંઘન કરે તેને માટે આ નિયમો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 જો કોઈ વ્યક્તિ અજાણતા માંરા આદેશોનું ઉલ્લંઘન કરે તેને માંટે આ નિયમો છે.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 4:2
18 Iomraidhean Croise  

પછી અબિમેલેખે અબ્રાહામને બોલાવીને કહ્યું, “તેં અમારી સાથે આવો વર્તાવ કેમ કર્યો? મેં તારો શો ગુનો કર્યો છે કે તેં મને અને મારા લોકને ભયંકર પાપમાં નાખ્યા? તેં મારી સાથે નહિ કરવા જેવો વર્તાવ કર્યો છે.


પોતાની ભૂલો કોણ પારખી શકે? અજાણપણે થતા અપરાધોથી મને શુદ્ધ કરો.


વળી, જાણીબૂઝીને કરાતાં પાપોથી પણ મને દૂર રાખો. તેમને મારા પર પ્રભુત્વ જમાવવા ન દો. ત્યારે તો હું સંપૂર્ણ થઈશ અને અઘોર પાપ કરવાથી બચી જઈશ.


તારા મુખના શબ્દો તને પાપમાં દોરી ન જાય, નહિ તો તારે ઈશ્વરના યજ્ઞકાર સમક્ષ “મારાથી ભૂલ થઈ ગઈ છે.” એમ કહેવું પડશે. તારે શા માટે બોલવામાં ઈશ્વરને કોપાયમાન કરવા અને પરિશ્રમપૂર્વક કરાયેલા તારા કામને નષ્ટ કરાવવું?


“યજ્ઞકાર કુટુંબનો ન હોય તેવો કોઈ માણસ પવિત્ર અર્પણમાંથી જો અજાણતાં ખાય તો તેણે યજ્ઞકારને તેની પૂરેપૂરી કિંમત આપી દેવી અને એ ઉપરાંત વધારાના વીસ ટકા આપવા.


પ્રભુએ મોશેને આજ્ઞા આપી:


“જો ઇઝરાયલનો સમગ્ર સમાજ અજાણતાં પાપ કરે અને પ્રભુની આજ્ઞા તોડી દોષ લાવે,


“જો કોઈ આગેવાન અજાણતાં પાપ કરે અને પ્રભુની આજ્ઞા તોડી દોષ લાવે,


“જો કોઈ સામાન્ય માણસ અજાણતાં પાપ કરે,


ત્યારે તમારે અમુક નગરો આશ્રયનગરો તરીકે પસંદ કરવાં. જો કોઈ અજાણે ખૂન કરે તો તે ત્યાં આશ્રય લઈ શકે. મરનારનું વેર લેવા ઇચ્છનારના નિકટના સગાથી તે સલામત રહી શકશે.


કોઈ માણસને બીજા માણસ પર અગાઉથી વેર ન હોય અને આકસ્મિક રીતે તેની હત્યા કરી બેસે તો તે માણસ ત્યાં નાસી જઈને રક્ષણ પ્રાપ્ત કરે.


જો કે ભૂતકાળમાં હું તેમની નિંદા અને સતાવણી તેમજ તેમનું અપમાન કરતો હોવા છતાં તેમણે મને વિશ્વાસપાત્ર ગણીને તેમની સેવાને માટે મારી નિમણૂક કરી છે. મારા અવિશ્વાસને લીધે મેં અજ્ઞાનતામાં એ કર્યું હોવા છતાં ઈશ્વર મારા પ્રત્યે દયાળુ હતા અને આપણા પ્રભુએ મારા જીવનમાં તેમની કૃપા ભરપૂરીથી રેડી દીધી.


પ્રમુખ યજ્ઞકારના પોતાનામાં ય ઘણી નબળાઈઓ હોઈ, તે અજ્ઞાન તથા ભૂલો કરનારાઓ પ્રત્યે સહાનુભૂતિપૂર્વક વર્તી શકે છે.


પરંતુ મંડપના અંદરના ભાગમાં માત્ર પ્રમુખ યજ્ઞકાર વર્ષમાં એક જ વાર જતો હતો. તે પોતાની સાથે રક્ત લઈ જતો અને પોતાને માટે અને લોકોએ અજાણતાં કરેલાં પાપને બદલે તે રક્ત ઈશ્વરને અર્પણ કરતો.


સ્તુતિ અને શાપ એક જ મુખમાંથી નીકળે છે. મારા ભાઈઓ, આવું તો ન જ બનવું જોઈએ;


પણ પોતાના પિતાએ શાપ ઉચ્ચારીને લોકોને આપેલી ધમકી યોનાથાને સાંભળી નહોતી. તેથી પોતાની પાસેની લાકડી લંબાવીને મધપૂડામાં ખોસીને તેણે થોડુંક મધ ખાધું. તરત જ તેનામાં સ્ફૂર્તિ આવી.


Lean sinn:

Sanasan


Sanasan