Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 3:2 - પવિત્ર બાઇબલ C.L.

2 તેણે તે પ્રાણીના માથા પર પોતાનો હાથ મૂકવો અને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસે તેને કાપવું. ત્યાર પછી આરોનવંશી યજ્ઞકારોએ તેનું રક્ત વેદીની ચારે બાજુએ છાંટવું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 અને તે પોતાના અર્પણના માથા પર પોતાનો હાથ મૂકે, ને મુલાકાતમંડપના દ્વાર પાસે તેને કાપે; અને યાજકો, એટલે હારુનના પુત્રો, વેદી પર ચારેબાજુ તેનું રક્ત છાંટે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 તે પોતાના અર્પણના માથા પર પોતાનો હાથ મૂકે અને મુલાકાતમંડપના દ્વાર પાસે તેને કાપે. પછી યાજકો, એટલે હારુનના પુત્રો તેનું રક્ત વેદીની ચારે બાજુએ છાંટે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 જે વ્યક્તિ તે પશુ લાવે તે તેના માંથા પર પોતાનો હાથ મૂકે અને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ તેને વધેરે, ત્યાર પછી હારુનના પુત્રો-યાજકો તેનું લોહી વેદીની ચારે બાજુએ છાંટે.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 3:2
23 Iomraidhean Croise  

“મુલાકાતમંડપના આગળના ભાગમાં વાછરડો લાવીને તારે આરોન તથા તેના પુત્રોને તે વાછરડાના માથા પર તેમના હાથ મૂકવા કહેવું.


ત્યાં મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ મારા પવિત્ર સાનિધ્યમાં તારે વાછરડાને કાપવો.


“પછી તારે એક ઘેટો લેવો. આરોન તથા તેના પુત્રોને ઘેટાના માથા પર તેમના હાથ મૂકવા કહેવું.


પછી ઘેટાને કાપીને તેનું રક્ત લઈને વેદીની ચોગરદમ છાંટવું.


“તે પછી બીજો દીક્ષાબલિનો ઘેટો લેવો અને આરોન તથા તેના પુત્રોને ઘેટાના માથા ઉપર પોતાના હાથ મૂકવા કહેવું.


આપણે સૌ ઘેટાંની જેમ ભટકી ગયા છીએ. આપણે સૌ પોતપોતાને માર્ગે વળી ગયા છીએ. પ્રભુએ તેને શિરે આપણા સૌના અન્યાય મૂક્યા છે.


એ માણસે તેને પ્રભુ સમક્ષ વેદીની ઉત્તર બાજુએ કાપવો અને આરોનવંશી યજ્ઞકારોએ તેનું રક્ત વેદીની ચારે બાજુએ છાંટવું.


જો કોઈ ઇઝરાયલી મુલાકાતમંડપના પ્રવેશદ્વાર સિવાય અન્ય કોઈ સ્થળે આખલા, ઘેટાં કે બકરાનું અર્પણ ચડાવશે તો એ રક્તપાત માટે તે ગુનેગાર ગણાશે. એવા માણસનો સમાજમાંથી બહિષ્કાર કરવો.


પછી તે પ્રાણીના આટલા ભાગ પ્રભુને અગ્નિ બલિ તરીકે ચડાવવા: આંતરડા ઉપરની ચરબી અને તેની આજુબાજુની બધી ચરબી;


તો તેણે તેના માથા પર પોતાનો હાથ મૂકવો અને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસે તેને કાપવું. ત્યાર પછી આરોનવંશી યજ્ઞકારોએ તેનું રક્ત વેદીની ચારે બાજુએ છાંટવું.


ત્યાર પછી મોશે બીજા ઘેટાને પાસે લાવ્યો. તે ઘેટો તો યજ્ઞકારોની પદપ્રતિષ્ઠા માટેનો હતો. આરોન અને તેના પુત્રોએ તેના માથા પર પોતાના હાથ મૂક્યા.


“હું દાવિદના વંશજો અને યરુશાલેમના અન્ય લોકોને દયાના આત્માથી અને પ્રાર્થનાના આત્માથી ભરી દઈશ; જેને તેમણે ઘા કરીને મારી નાખ્યો છે, તેના તરફ તેઓ જોશે અને પોતાના એકના એક સંતાનના મરણને લીધે કોઈ રડે તેમ તેને માટે તેઓ રડશે. પોતાનો પ્રથમજનિત પુત્ર ગુમાવ્યો હોય તેની જેમ તેઓ આક્રંદ કરશે.”


પરંતુ ગાય, ઘેટી કે બકરીના પ્રથમજનિતને તું પૈસા આપીને મુક્ત ન કર. તેઓ તો મારાં છે અને મને અર્પણ થયેલાં છે. તેમનું લોહી તારે વેદી પર છાંટવું અને તેમની ચરબી અગ્નિબલિ તરીકે મને ચડાવવી. તેની સુવાસથી હું પ્રસન્‍ન થાઉં છું.


એમ તમે જીવનદાતાને મારી નાખ્યા, પણ ઈશ્વરે તેમને મરેલાંઓમાંથી સજીવન કર્યા અને અમે તે બાબતના સાક્ષી છીએ. એ ઈસુના નામને પ્રતાપે જ આ લંગડા માણસને ચાલવાની શક્તિ મળી છે.


અને તેથી ઈશ્વરે પોતાના સેવકને સજીવન કરીને પ્રથમ તમારી પાસે મોકલ્યા, કે જેથી તે તમ સર્વને તમારાં દુષ્કર્મોથી ફેરવીને આશિષ આપે.”


ખ્રિસ્ત પોતે નિષ્પાપ હતા, છતાં ઈશ્વરે તેમને આપણે માટે પાપરૂપ કર્યા; જેથી ખ્રિસ્તની સાથે મેળવાયા હોવાથી આપણે ઈશ્વરની પવિત્રતાના ભાગીદાર બનીએ.


Lean sinn:

Sanasan


Sanasan