Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 3:17 - પવિત્ર બાઇબલ C.L.

17 તમે ગમે ત્યાં વસતા હો, તમારી બધી જ પેઢીઓ માટે આ કાયમનો નિયત વિધિ છે: કોઈ ઇઝરાયલીએ કદી ચરબી કે રક્ત ખાવાનાં નથી.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 તમારી વંશપરંપરા તમારાં વિધિ થાય, એટલે કે ચરબી કે રક્ત તમારે ખાવું જ નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 તમારી વંશપરંપરા તમારાં સઘળાં રહેઠાણોમાં એ હંમેશને માટે તમારો વિધિ થાય, એટલે ચરબી કે રક્ત તમારે ખાવાં જ નહિ.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 તમે ગમે ત્યાં નિવાસ કરતા હો, તમાંરી બધી જ પેઢીઓ માંટે તમાંરા દેશમાં સર્વત્ર આ કાયમી નિયમ છે; તમાંરે કદી પણ ચરબી કે લોહી ખાવા નહિ.”

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 3:17
42 Iomraidhean Croise  

એટલું જ કે તમારે રક્તવાળું માંસ ખાવું નહિ, કારણ, રક્તમાં જીવ છે.


પૂર્ણ દહનબલિનાં અર્પણો ઉપરાંત માત્ર ચરબીનું જ દહન કરવાનું હોય તેવાં સંગતબલિ અને દ્રાક્ષાસવના પેયાર્પણ મોટા પ્રમાણમાં ચડાવવાની જવાબદારી પણ યજ્ઞકારોની હતી. એમ પ્રભુના મંદિરમાં ફરીથી ભક્તિની શરૂઆત થઈ.


તો હવે ઘેર જઈને મિજબાની કરો. જેઓ તંગીમાં છે તેવાંઓને તમારાં ખાનપાનમાંથી આપો. આજનો દિવસ તો આપણા પ્રભુને માટે પવિત્ર છે; તેથી ઉદાસ થશો નહિ. પ્રભુ જે આનંદ આપે છે તેનાથી તમે બળ પામશો.”


મુલાકાતમંડપમાં સાક્ષ્યલેખની કરારપેટીની સામેના પડદાની બહારની બાજુએ આરોન તથા તેના પુત્રો આ દીવા મૂકે; ત્યાં મારી સન્મુખ સાંજથી સવાર સુધી એ દીવા સતત સળગતા રાખવા. ઇઝરાયલીઓ તથા તેમના વંશજો સદાને માટે આ આજ્ઞા પાળે.


આરોન તથા તેના પુત્રો મુલાકાતમંડપમાં જાય અથવા પવિત્રસ્થાનમાં યજ્ઞકારો તરીકે સેવા કરવા વેદી પાસે આવે ત્યારે તેઓ હમેશાં જાંઘિયા પહેરે; જેથી તેમની નગ્નતા ન દેખાય અને તેઓ માર્યા ન જાય. આરોન તથા તેના વંશજો માટે આ કાયમી નિયમ છે.


એમને કહે કે પ્રભુ પરમેશ્વર કહે છે કે તમે રક્તવાળું માંસ ખાઓ છો, મૂર્તિઓનું ધ્યાન ધરીને પૂજા કરો છો અને તમે ખૂન કરો છો, છતાં તમે કેવી રીતે માની લો છો કે દેશ તમારો છે?


પ્રભુ પરમેશ્વર કહે છે: “જ્યારે ઇઝરાયલીઓ મને છોડીને ભટકી ગયા હતા ત્યારે પણ સાદોકવંશના લેવી યજ્ઞકારોએ મંદિરમાં વિશ્વાસુપણે મારી સેવા બજાવવાનું ચાલુ રાખ્યું હતું. તેથી તેઓ જ મારી સેવા કરવા માટે મારી હજૂરમાં આવી શકશે, અને તેઓ મારી સમક્ષ પશુબલિનાં ચરબી અને રક્ત ચડાવી શકશે.


મને રોટલી, બલિની ચરબી અને રક્ત ચડાવાતાં હોય ત્યારે તમે મારી આજ્ઞા ન પાળતાં, તન અને મનથી બેસુન્‍નત એવા પરપ્રજાજનોને મારા મંદિરમાં લાવીને તમે તેને અપવિત્ર કર્યું છે. તમે તમારાં ઘૃણાસ્પદ આચરણોથી મારા કરારનો ભંગ કર્યો છે.


પ્રભુને યજ્ઞાપર્ણ કરતી વખતે ચરબી દહન કરવા લાવવામાં આવે ત્યારે તે સાથે છાતીનો ભાગ અને પાછલા પગ પણ લાવવા. આ ભાગ પ્રભુની આજ્ઞા પ્રમાણે તારો અને તારાં સંતાનોનો કાયમનો હિસ્સો છે.”


“આ નિયમ કાયમ માટે પાળવામાં આવે. સાતમા મહિનાના દસમે દિવસે ઇઝરાયલીઓએ અને તમારી મધ્યે વસતા પરદેશીઓએ ઉપવાસ કરવો અને કંઈ જ કામ કરવું નહિ.


આ નિયમ કાયમને માટે પાળવાનો છે. ઇઝરાયલી લોકને તેમનાં બધાં પાપથી શુદ્ધ કરવાને માટે પ્રાયશ્ર્વિતનો આ વિધિ વર્ષમાં એક વાર કરવો.” તેથી મોશેએ પ્રભુની આજ્ઞા પ્રમાણે કર્યું.


ઇઝરાયલીઓએ હવેથી ખુલ્લા પ્રદેશમાં અન્ય દેવતાઓને યજ્ઞો ચડાવી પ્રભુ પ્રત્યે બેવફા બનવું નહિ. ઇઝરાયલ લોકોએ આ કાયમી નિયમ વંશપરંપરા પાળવાનો છે.


“તમારે રક્ત સહિત માંસ ખાવું નહિ. મંત્રવિદ્યા વાપરવી નહિ કે જોષ જોવા નહિ.


આ અર્પણ પ્રભુને ચડાવ્યા સિવાય તમારે નવું અનાજ કાચું, શેકેલું કે રોટલીરૂપે પકવેલું ખાવું નહિ. તમે ગમે ત્યાં વસતા હો પરંતુ તમારે આ નિયમ તો વંશપરંપરાગત રીતે કાયમને માટે પાળવાનો છે.


તે દિવસે તમારે રોજિંદું કામ કરવું નહિ. પણ પ્રભુના ભજનને માટે સંમેલન બોલાવવું. તમે ગમે ત્યાં વસતા હો પરંતુ આ નિયમ તો તમારે વંશપરંપરાગત રીતે કાયમને માટે પાળવાનો છે.


મુલાકાતમંડપમાં સાક્ષ્યલેખની કરારપેટીની આગળના પડદા બહાર જે પવિત્રસ્થાન છે ત્યાં આરોને સાંજથી સવાર સુધી પ્રભુ સમક્ષ દીવો સતત સળગતો રાખવાનો છે. આ તો વંશપરંપરાગત રીતે પાળવાનો કાયમનો નિયમ છે.


આ રોટલી આરોન અને તેના વંશજોની થાય. પવિત્રસ્થાનમાં તે ખાવામાં આવે; કારણ, પ્રભુને ચડાવવામાં આવેલ અર્પણમાંથી યજ્ઞકારો માટેનો તે અતિ પવિત્ર હિસ્સો છે.


યજ્ઞકારે પ્રભુને અગ્નિબલિ તરીકે આ બધાનું વેદી પર દહન કરવું. તેની સુવાસ પ્રભુને પ્રસન્‍ન કરે છે. બધી જ ચરબી પ્રભુની ગણવાની છે.


પ્રભુએ મોશેને આજ્ઞા આપી:


ત્યાર પછી તેણે તેમાંથી મૂઠીભર લોટ, તેલ અને બધો જ લોબાન લઈને પ્રતીકરૂપે યજ્ઞવેદી પર દહન કરવું. તેની સુવાસ પ્રભુને પ્રસન્‍ન કરે છે.


આરોન વંશનો કોઈપણ પુરુષ પ્રભુને ચડાવેલા અગ્નિબલિના ભાગરૂપે તે ખાઈ શકશે. વંશપરંપરાગત તે તેમનો કાયમનો ભાગ છે. જે કોઈ તેનો સ્પર્શ કરે તે પવિત્ર ગણાય.”


બધા આરોનવંશી પ્રમુખ યજ્ઞકારોએ કાયમી નિયમ તરીકે આ અર્પણ પ્રભુને ચડાવવાનું છે; તે અર્પણનું પૂરેપૂરું દહન કરવાનું છે.


ઇઝરાયલીઓએ ચડાવેલ સંગતબલિના પ્રાણીનો છાતીનો ભાગ તે ખાસ અર્પણ છે અને તેની જમણી જાંઘ તે ખાસ હિસ્સો છે. હું પ્રભુ આ બધું રાખી લઉં છું અને આરોનવંશી યજ્ઞકાર તથા તેના પુત્રોને કાયમના દાપા તરીકે આપું છું.”


જે દિવસે તેમનો અભિષેક કરવામાં આવ્યો તે દિવસે તેમને આ દાપુ આપવા પ્રભુએ ઇઝરાયલીઓને આજ્ઞા કરી. ઇઝરાયલીઓએ વંશપરંપરા આ નિયમ કાયમને માટે પાળવાનો છે.”


તમારે માટે આ કાયમનો વિધિ છે. જે માણસ શુદ્ધિકરણનું પાણી છાંટે તેણે પોતાનાં વસ્ત્ર ધોઈ નાખવાં, અને જે કોઈ એ પાણીને અડકે તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.


ત્યાર પછી ઈસુએ શિષ્યોને કહ્યું, જો કોઈ મને અનુસરવા માગે, તો તેણે પોતાની જાતને ભૂલી જવી; અને પોતાનો ક્રૂસ ઊંચકીને મને અનુસરવું.


ઈશ્વરના [નવા] કરારને મંજૂર કરનાર આ મારું રક્ત છે. ઘણાંઓને પાપની માફી મળે તે માટે એ રેડાનાર છે.


મૂર્તિને ચઢાવેલો ખોરાક ન ખાવો, લોહી ન પીવું, ગૂંગળાવીને મારેલું પ્રાણી ન ખાવું, વ્યભિચાર ન કરવો. આ બધી બાબતોથી તમે પોતાને દૂર રાખશો તો તમારું ભલું થશે. તમારું કલ્યાણ થાઓ.”


ખ્રિસ્તનું રક્ત બલિદાનમાં રેડાયાને લીધે આપણને મુક્ત કરવામાં આવ્યા છે;


કે જેથી તે વચનરૂપી જળથી સ્નાન કરાવીને મંડળીને શુદ્ધ કરે;


માત્ર તમારે લોહી ખાવું નહિ. તે તો તમારે પાણીની જેમ જમીન પર રેડી દેવું.


માત્ર એટલી કાળજી રાખજો કે માંસ સાથે લોહી ખાવામાં ન આવે. કારણ, લોહીમાં જીવન છે અને તમારે માંસ સાથે જીવ ખાવો નહિ.


તમારે લોહી ખાવું નહિ, પણ પાણીની જેમ તેને જમીન પર રેડી દેવું.


પણ તેમનું લોહી તમારે ખાવું નહિ. તેને તો તમારે પાણીની જેમ જમીન પર રેડી દેવું.


વળી, ગાયોનું માખણ, ઘેટાંબકરાંનું દૂધ, ઘેટાંબકરાંની ચરબી, બાશાન પ્રદેશના આખલા અને બકરાં અને ઉત્તમ પ્રકારના ઘઉં અને શ્રેષ્ઠ દ્રાક્ષાસવથી તેમનું પોષણ કર્યું.


ઈશ્વરે બનાવેલું બધું સારું છે; તેમાંથી કશાનો નકાર કરાય નહિ. પણ આભારની પ્રાર્થના સાથે દરેક વસ્તુનો સ્વીકાર કરવો જોઈએ.


Lean sinn:

Sanasan


Sanasan