Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 3:11 - પવિત્ર બાઇબલ C.L.

11 યજ્ઞકારે પ્રભુને અગ્નિબલિ તરીકે આ બધાનું વેદી પર દહન કરવું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 અને યાજક વેદી પર તેનું દહન કરે. તે યહોવાને માટે હોમયજ્ઞરૂપ ખાદ્ય પદાર્થ છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 અને યાજક વેદી પર તેનું દહન કરે; તે યહોવાહને માટે હોમયજ્ઞરૂપ ખાદ્ય પદાર્થ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 યાજકે યહોવા સમક્ષ શાંત્યર્પણ તરીકે આ બધું હોમી દેવું.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 3:11
17 Iomraidhean Croise  

વહી ગયેલા પાણીની જેમ મારું બળ ઓસરી ગયું છે; મારા હાડકાંના સર્વ સાંધા ઢીલા પડી ગયા છે, મારું હૃદય મીણ જેવું બની ગયું છે; અને મારી છાતીની અંદર પીગળી ગયું છે.


મને રોટલી, બલિની ચરબી અને રક્ત ચડાવાતાં હોય ત્યારે તમે મારી આજ્ઞા ન પાળતાં, તન અને મનથી બેસુન્‍નત એવા પરપ્રજાજનોને મારા મંદિરમાં લાવીને તમે તેને અપવિત્ર કર્યું છે. તમે તમારાં ઘૃણાસ્પદ આચરણોથી મારા કરારનો ભંગ કર્યો છે.


તેણે પવિત્ર રહેવું જોઈએ. તેણે મારા નામને કલંક લગાડવું નહિ. તે મને ધાન્યઅર્પણ ચડાવે છે માટે તેણે પવિત્ર રહેવું જ જોઈએ.


લોકોએ યજ્ઞકારને પવિત્ર ગણવો જોઈએ. કારણ, તે મને ધાન્યઅર્પણ ચડાવે છે. હું પ્રભુ છું. હું પવિત્ર છું અને હું મારા લોકને પવિત્ર બનાવું છું.


“તમારે પરદેશી પાસેથી પણ આવું કોઈ પ્રાણી લઈને પ્રભુને બલિદાન તરીકે ચડાવવું નહિ. આવાં પ્રાણીઓ તો ખામીવાળાં છે અને તેથી તેનો સ્વીકાર કરવામાં આવશે નહિ.”


યજ્ઞકારે પ્રભુને અગ્નિબલિ તરીકે આ બધાનું વેદી પર દહન કરવું. તેની સુવાસ પ્રભુને પ્રસન્‍ન કરે છે. બધી જ ચરબી પ્રભુની ગણવાની છે.


યજ્ઞકારોએ આ બધાંનું વેદી પરના અગ્નિમાં દહનબલિ તરીકે દહન કરવું. આહુતિના આ યજ્ઞની સુવાસ પ્રભુને પ્રસન્‍ન કરે છે.


પણ મારી વેદી નક્મી છે એમ કહેતાં અને તમે નક્મા ગણેલા ખોરાકનું મને અર્પણ ચઢાવતાં તમે મારું અપમાન કરો છો.


તમે આ રીતે મારો તિરસ્કાર કરો છો: મારી વેદી પર તમે નક્મા ખોરાકનું અર્પણ ચઢાવો છો. વળી, તમે કહો છો, ‘અમે તમારું સન્માન કરવામાં કેવી રીતે નિષ્ફળ નીવડયા છીએ?’ હું તે તમને જણાવીશ: મારી વેદીનો તિરસ્કાર કરીને તમે નિષ્ફળ ગયા છો.


એ જ પ્રમાણે સાત દિવસ સુધી દરરોજ તમારે પ્રભુને પ્રસન્‍ન કરનાર સુવાસયુક્ત અગ્નિબલિ આહાર તરીકે ચડાવવા. દરરોજના દહનબલિ અને તેની સાથેના દ્રાક્ષાસવઅર્પણ ઉપરાંત એનું અર્પણ કરવાનું છે.


ઈશ્વરે પોતાના પુત્રને પાછા રાખ્યા નહિ, પણ આપણા બધાને માટે અર્પી દીધા, તો તે તેમની સાથે આપણને બધુંયે કેમ નહિ આપે?


તમે પ્રભુના પ્યાલામાંથી અને ભૂતોના પ્યાલામાંથી એમ બન્‍નેમાંથી પી શકો નહિ. તેમ જ તમે પ્રભુની મેજ પરથી અને ભૂતોની મેજ પરથી એમ બન્‍ને પરથી ખાઈ શકો નહિ.


હું બારણાં આગળ ઊભો છું અને ખટખટાવું છું. જો કોઈ મારો અવાજ સાંભળીને બારણું ઉઘાડશે તો હું તેના ઘરમાં આવીશ અને તેની સાથે જમીશ અને તે મારી સાથે જમશે.


Lean sinn:

Sanasan


Sanasan