Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 27:9 - પવિત્ર બાઇબલ C.L.

9 “જો માનતા પ્રભુને અર્પણ કરી શકાય એવા પ્રાણીની હોય તો તે પ્રાણી પ્રભુને સમર્પિત ગણાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 અને જે પશુનું અર્પણ યહોવાને કરવામાં આવે છે [તે વિષેની માનતા હોય] , તો તેમાંનું કોઈ માણસ યહોવાને જે કંઈ અર્પે તે બધું પવિત્ર ગણાય.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 જો કોઈની ઇચ્છા યહોવાહને પશુનું અર્પણ કરવાની હોય અને જો યહોવાહ તેને માન્ય કરે તો પછી એ પશુ સંપૂર્ણપણે તેનું જ રહેશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 “જો યહોવાને ધરાવી શકાય એવું કોઈ પ્રાણી અર્પણ કરવાની પ્રતિજ્ઞા લીધી હોય તો તે અર્પણ થનાર પ્રાણી પવિત્ર બની જશે.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 27:9
7 Iomraidhean Croise  

‘એ તો સમર્પિત છે, એમ ઉતાવળે માનતા માની લેવી તે ફાંદામાં ફસાવા જેવું છે; માનતા માન્યા પછી તેમાંથી છટકવાનો પ્રયાસ વાજબી નથી.


તારા મુખના શબ્દો તને પાપમાં દોરી ન જાય, નહિ તો તારે ઈશ્વરના યજ્ઞકાર સમક્ષ “મારાથી ભૂલ થઈ ગઈ છે.” એમ કહેવું પડશે. તારે શા માટે બોલવામાં ઈશ્વરને કોપાયમાન કરવા અને પરિશ્રમપૂર્વક કરાયેલા તારા કામને નષ્ટ કરાવવું?


પ્રભુને અર્પિત ભાગ સૌથી ઉત્તમ હશે અને તેનો કોઈપણ અંશ વેચી શકાશે નહિ, બદલામાં આપી શકાશે નહિ કે એમાંથી કોઈ ભાગ અલગ કરી શકાશે નહિ. એ પવિત્ર છે અને પ્રભુની માલિકીનો છે.


તે પ્રાણીના બદલામાં બીજું પ્રાણી આપી શકાય નહિ. જો અદલાબદલી કરવામાં આવી હોય તો પછી બન્‍ને પ્રાણીઓ પ્રભુનાં થાય.


“જો કોઈએ માનતા લીધી હોય અને પછી ગરીબીને લીધે નિયત કરેલું મુક્તિમૂલ્ય ચૂકવવા અસમર્થ હોય તો તેણે તે માણસને યજ્ઞકાર પાસે લાવવો. યજ્ઞકાર માનતા લેનાર માણસ ચૂકવી શકે તે પ્રમાણે તેનું મુક્તિમૂલ્ય નક્કી કરે.


તે માટે ખોડખાંપણ વગરનો ઘેટો હોવો જોઈએ. પવિત્રસ્થાનના ચલણના શેકેલમાં તેની કિંમત કરવામાં આવે.


પણ તમે કહો છો કે જો કોઈ માણસ પાસે પોતાના માતાપિતાને લાભ થાય તેવી કંઈ વસ્તુ હોય, અને જો એ માણસ તે વસ્તુ ઈશ્વરને અર્પણ કરી દે તો પછી તેણે તેના માતાપિતાનું સન્માન કરવાની જરૂર નથી.


Lean sinn:

Sanasan


Sanasan