Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 27:30 - પવિત્ર બાઇબલ C.L.

30 “જમીનની પેદાશ, પછી તે અનાજ કે ફળ હોય પણ તેનો દસમો ભાગ પ્રભુનો ગણાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

30 અને ભૂમિની સર્વ ઊપજ, પછી તે ભૂમિનું બીજ હોય કે ઝાડનું ફળ હોય પણ તેનો દશાંશ યહોવાનો છે, તે યહોવાને માટે પવિત્ર છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

30 જમીનની ઊપજનો ઠરાવેલો દશમો ભાગ પછી તે ખેતરના અનાજનો હોય કે વૃક્ષનાં ફળોનો હોય તે યહોવાહનો ગણાય, તે યહોવાહને સારુ પવિત્ર છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

30 “જમીનની ઉપજનો ઠરાવેલો દશમો ભાગ પછી તે ખેતરના અનાજનો હોય કે વૃક્ષનાં ફળોનો હોય તે યહોવાનો ગણાય, તે પવિત્ર છે, કારણ કે યહોવાને સમર્પિત થેયેલો છે.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 27:30
22 Iomraidhean Croise  

તારા દુશ્મનોને તારા હાથમાં સોંપી દેનાર સર્વોચ્ચ ઈશ્વરને ધન્ય હો!” ત્યારે અબ્રામે બધી વસ્તુઓમાંથી તેને દશમો ભાગ આપ્યો.


વળી, આ પથ્થર જે મેં સ્તંભ તરીકે ઊભો કર્યો છે તે ઈશ્વરનું ઘર બનશે. વળી, તે જે કંઈ મને આપશે તે બધાનો દસમો ભાગ હું તેમને અવશ્ય આપીશ!”


કાપણીના સમયે તમારે પાકનો પાંચમો ભાગ ફેરોને આપવાનો રહેશે અને બાકીના ચાર ભાગ તમારી પાસે રહેશે, તેમાંથી તમે બિયારણ ઉપરાંત તમારે માટે, તમારા પરિવાર માટે અને તમારા આશ્રિતોના ખોરાક માટે વાપરજો.”


આમ, યોસેફે ઇજિપ્તની જમીનની બાબતમાં એવો નિયમ દાખલ કરી દીધો કે ફેરોને ફસલનો પાંચમો ભાગ આપવો; અને એ નિયમ આજ સુધી ચાલુ છે.


તેમાં તેમણે નિયત અર્પણો, દશાંશો અને સમર્પિત ભેટો રાખ્યાં. તેમણે કોનાન્યા નામના લેવીને તેની દેખરેખની જવાબદારી સોંપી અને તેના ભાઈ શિમઈને તેનો સહાયકારી રાખ્યો.


તે સમયે જ્યાં દશાંશો, પ્રથમ લણેલું અનાજ, પ્રતિ વર્ષના પ્રથમ પાકનાં ફળ સહિત મંદિરનો ફાળો રાખવામાં આવતો હતો તે ભંડારો પર માણસો નીમવામાં આવ્યા. આ માણસો પાસે નિયમશાસ્ત્રમાં ઠરાવ્યા પ્રમાણે યજ્ઞકારો અને લેવીઓ માટે જુદાં જુદાં નગરો પાસેનાં ખેતરોમાંથી ફાળો ઉઘરાવવાની જવાબદારી હતી. યહૂદિયાના સઘળા લોકો યજ્ઞકારો અને લેવીઓ પર ખુશ હતા;


પછી સર્વ લોકો અનાજ, દ્રાક્ષાસવ અને ઓલિવ તેલનાં તેમનાં દશાંશો મંદિરના ભંડારમાં લાવવા લાગ્યા.


તેણે ટોબિયાને ભંડારનો એક મોટો ઓરડો વાપરવા માટે આપ્યો. એ ઓરડો તો ધાન્ય-અર્પણો, લોબાન, મંદિરનાં પાત્રો, યજ્ઞકારો માટેનાં અર્પણો, લેવીઓને આપવામાં આવેલ અનાજ, દ્રાક્ષાસવ અને ઓલિવ તેલના દશાંશો અને મંદિરના સંગીતકારો અને સંરક્ષકોને અપાયેલાં દાન રાખવા માટે હતો.


અરે, બિનશરતી રીતે સમર્પિત થયેલ માણસને પણ પાછો ખરીદી શકાય નહિ. તેને તો મારી જ નાખવો.


જો કોઈ તે ભાગ પાછો ખરીદવા માગે તો તેણે તેની પૂરેપૂરી કિંમત ચૂકવવી અને એ ઉપરાંત વધારાના વીસ ટકા આપવા.


ઓ ફરોશીઓ! ઓ નિયમશાસ્ત્રના શિક્ષકો! ઓ દંભીઓ! તમારી કેવી દુર્દશા થશે! મોસમની ઊપજમાંથી ફૂદીનો, કોથમીર અને જીરાનો પણ દસમો ભાગ તમે ધર્મદાનમાં આપો છો, પણ તમારામાં નિયમશાસ્ત્રની મહત્ત્વની બાબતો એટલે ન્યાય, દયા અને નિષ્ઠા નથી. આ બાબતો તમારે કરવી જોઈતી હતી, અને પેલી બાબતો પડતી મૂકવાની ન હતી.


“ઓ ફરોશીઓ, તમારી કેવી દુર્દશા થશે? તમે ફુદીનો, કોથમીર અને બીજી શાકભાજીનો દસમો ભાગ ઈશ્વરને આપો છો. પણ તમે ન્યાય અને ઈશ્વર પ્રત્યેના પ્રેમ વિષે બેદરકારી સેવો છો. તમારે આ કાર્યો કરવાનાં છે અને પેલાં કાર્યો પ્રત્યે બેદરકારી રાખવાની નથી.


સપ્તાહમાં બે વાર તો હું ઉપવાસ કરું છું, અને મારી બધી આવકનો દસમો ભાગ દાનમાં આપું છું.’


તેને વડીલોપાર્જિત મિલક્તના વેચાણમાંથી થયેલી આવક હોય તો પણ બીજા યજ્ઞકારોની જેમ તેને પણ ખોરાકમાંથી સરખો હિસ્સો મળે.


“દર ત્રીજું વર્ષ દશાંશ ચૂકવવાનું વર્ષ છે. તમારી સર્વ ઊપજનો દશાંશ તમારા નગરમાં વસતા પરદેશીઓ, અનાથો અને વિધવાઓને વહેંચી આપવો; જેથી એ દરેકને પોતાની જરૂરિયાત પ્રમાણે આહાર મળી રહે.


Lean sinn:

Sanasan


Sanasan