Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 27:28 - પવિત્ર બાઇબલ C.L.

28 “મને, પ્રભુને, કરેલું કોઈ બિનશરતી સમર્પણ, પછી તે માણસ, પ્રાણી કે જમીન હોય તો તેને પાછું વેચી કે ખરીદી શકાય નહિ; એ સંપૂર્ણ સમર્પિત છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

28 પરંતુ કોઈ માણસ, પોતાની પાસે જે હોય તેમાંથી કંઈ યહોવાને સમર્પણ કરે, તો તે સમર્પિત વસ્તુ, પછી તે માણસ હોય કે પશુ હોય કે પોતાના વતનનું ખેતર હોય, પણ તેને વેચવી કે છોડાવી લેવી નહિ. પ્રત્યેક સમર્પિત વસ્તુ યહોવાને માટે પરમપવિત્ર છે

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

28 પરંતુ યહોવાહને કરેલું કોઈ પણ અર્પણ પછી તે માણસ હોય, પશુ હોય અથવા વારસામાં મળેલું ખેતર હોય, તો તેને વેચી અથવા છોડાવી શકાય નહિ. કારણ તે યહોવાહને સારુ પરમપવિત્ર અર્પણ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

28 “પરંતુ યહોવાને માંત્ર કરેલું કોઈ પણ અર્પણ પછી તે માંણસ હોય, પ્રાણી અથવા વારસામાં મળેલું ખેતર, તો તેને વેચી અથવા છોડાવી શકાય નહિ. કારણ તે યહોવાને પરમપવિત્ર અર્પણ છે,

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 27:28
35 Iomraidhean Croise  

પ્રભુને આપવામાં આવતો નિયત ફાળો સ્વીકારવાની અને પવિત્ર અર્પણોમાંથી તેમને વહેંચી આપવાની જવાબદારી મંદિરના પૂર્વ દરવાજાના મુખ્ય સંરક્ષક લેવી એટલે, યિમ્નાના પુત્ર કોરેની હતી.


“પ્રભુ, એટલે મારા સિવાય બીજા કોઈ દેવને અર્પણ ચડાવનારને તમારે મારી નાખવો.


તેઓ ધાન્યઅર્પણ, પ્રાયશ્ર્વિતબલિ અને દોષનિવારણબલિ ખાય, અને ઇઝરાયલમાં જે કંઈ મને સમર્પિત કરવામાં આવે તે તેમને મળે.


પ્રભુને અર્પિત ભાગ સૌથી ઉત્તમ હશે અને તેનો કોઈપણ અંશ વેચી શકાશે નહિ, બદલામાં આપી શકાશે નહિ કે એમાંથી કોઈ ભાગ અલગ કરી શકાશે નહિ. એ પવિત્ર છે અને પ્રભુની માલિકીનો છે.


તે ઈશ્વરને અર્પિત રોટલીમાંથી અને અતિપવિત્ર તથા પવિત્ર અર્પણોમાંથી ખાઈ શકે;


ઋણમુક્તિનું વર્ષ આવતાં તે જમીન પ્રભુને કાયમ માટે સમર્પિત એવી મિલક્ત ગણાય અને તે યજ્ઞકારોની થાય.


પરંતુ જો પ્રથમજનિત અશુદ્ધ પ્રાણી હોય તો તેની કિંમત નક્કી કરવામાં આવે અને તેમાં વધારાના વીસ ટકા ઉમેરવામાં આવે. જો, તે પાછું ખરીદવામાં ન આવે તો તે બીજા કોઈને પૂરેપૂરી કિંમતે વેચી દેવામાં આવે.


અરે, બિનશરતી રીતે સમર્પિત થયેલ માણસને પણ પાછો ખરીદી શકાય નહિ. તેને તો મારી જ નાખવો.


ઇઝરાયલમાં સમર્પિત કરવામાં આવેલી દરેક વસ્તુ તારી થશે.


ત્યાર પછી જેઓ ડાબી તરફ છે તેમને તે કહેશે, ’તમે જેઓ ઈશ્વરના કોપ નીચે છો તેઓ મારાથી દૂર થાઓ. શેતાન અને તેના સેવકોને માટે જે સાર્વકાલિક અગ્નિ તૈયાર કરવામાં આવેલો છે તેમાં પડો.


મારા જાતભાઈઓ, હા, મારા લોહીનાં સગાને ખાતર ઈશ્વરનો શાપ વહોરી લઈ ખ્રિસ્તથી જાણે કે વિમુખ થઈ જાઉં એવી ઇચ્છા મને થઈ આવે છે!


જે કોઈ આપણા પ્રભુ પર પ્રેમ રાખતો નથી તે “આનાથમા” અર્થાત્ શાપિત થાઓ. “મારાન થા” અર્થાત્ હે પ્રભુ, આવો!


જેઓ નિયમશાસ્ત્રને આધીન થવા પર આધાર રાખે છે તેઓ શાપિત છે. કારણ, શાસ્ત્રમાં લખેલું છે, “નિયમશાસ્ત્રમાં જે કંઈ લખેલું છે તે બધું જે હંમેશાં પાળતો નથી, તે ઈશ્વરના શાપ નીચે છે!”


ખ્રિસ્તે આપણે માટે શાપિત થઈને નિયમશાસ્ત્રના શાપથી આપણો ઉદ્ધાર કર્યો છે. કારણ, શાસ્ત્રમાં લખેલું છે: “જે કોઈ વૃક્ષ પર ટંગાયેલો છે તે ઈશ્વરના શાપ નીચે છે.”


તેથી તમારા ઈશ્વર પ્રભુ તમને જે દેશ વારસામાં આપે છે, તેમાં જ્યારે તમારી આસપાસના સર્વ શત્રુઓથી તે તમને સહીસલામતી બક્ષે ત્યારે તમારે સર્વ અમાલેકીઓનો સંહાર કરવો; અને આકાશ તળેથી તેમનું નામનિશાન ભૂંસી નાખવું; એ તમે ભૂલશો નહિ.


તમારા ઈશ્વર પ્રભુની દૃષ્ટિમાં તો એ અત્યંત ઘૃણાસ્પદ છે. એ ઘૃણાસ્પદ મૂર્તિઓને તમારા ઘરમાં લાવશો નહિ, નહિ તો તેમના પર જે વિનાશનો શાપ છે તે તમારા પર આવી પડશે. તમારે એ મૂર્તિઓનો સદંતર તિરસ્કાર કરવો અને અત્યંત ઘૃણા કરવી; કારણ, તેઓ પ્રભુના શાપને લીધે વિનાશપાત્ર છે.


આ સમયે યહોશુઆએ પ્રભુની સમક્ષ લોકો પાસે આવી શાપવાણી ઉચ્ચારાવી: “જે કોઈ યરીખો નગર ફરીથી બાંધવાનો પ્રયાસ કરે, તેના પર પ્રભુ સમક્ષ શાપ ઊતરો. જે કોઈ તેનો પાયો નાખે, તે તેનો સૌથી મોટો પુત્ર ગુમાવે; જે કોઈ તેના દરવાજા બાંધે, તે તેનો સૌથી નાનો પુત્ર ગુમાવે.”


પણ મના કરેલી અર્પિત વસ્તુઓ નહિ લેવાની બાબતમાં ઇઝરાયલીઓ વિશ્વાસુ નીવડયા નહિ. યહૂદાના કુળમાંથી ઝેરાના પુત્ર ઝાબ્દીના પુત્ર કાર્મીના પુત્ર આખાને મના કરેલી અર્પિત વસ્તુઓમાંથી કંઈક લઈ લીધું, અને ઇઝરાયલીઓ પર પ્રભુનો કોપ સળગી ઊઠયો.


યહોશુઆએ તેને પૂછયું, “તું શા માટે અમારા પર આવી આફત લાવ્યો? હવે પ્રભુ તારા પર આફત લાવશે!” સર્વ લોકોએ આખાનને પથ્થરે માર્યો; તેમણે તેના કુટુંબીજનોને પણ પથ્થરે માર્યાં અને તેમને તથા તેમની માલમિલક્તને આગમાં બાળી નાખ્યાં.


સર્વપુરુષો અને જેમણે પુરુષ સંગ કર્યો હોય એવી સર્વ સ્ત્રીઓને મારી નાખો.”


આપણે તો પોતાની પુત્રીઓનાં લગ્ન તેમની સાથે કરાવી શક્તા નથી. કારણ, આપણામાંથી કોઈ પોતાની પુત્રીનાં લગ્ન કોઈ બિન્યામીની સાથે કરાવે તો તેવી વ્યક્તિ માટે આપણે શાપ ઉચ્ચાર્યો છે.”


તેમણે તપાસ કરતાં કહ્યું, “ઇઝરાયલનાં સર્વ કુળોમાંથી કોઈ એવું છે કે જે મિસ્પામાં પ્રભુ સમક્ષની સભામાં હાજર રહ્યું નહોતું?” (મિસ્પામાં આવે નહિ તેમને મારી નાખવાના તેમણે સોગન ખાધા હતા.)


તેમણે તને એ દુષ્ટ અમાલેકીઓનો નાશ કરવા માટે મોકલ્યો. તેમનો બધાનો નાશ થાય ત્યાં સુધી લડવાને તેમણે તને કહ્યું હતું.


તેથી અમાલેકીઓ પર આક્રમણ કર અને તેમના સર્વસ્વનો પૂરેપૂરો નાશ કર. એકેય વસ્તુ બાકી રાખીશ નહિ. તેમનાં પુરુષો, સ્ત્રીઓ, કિશોરો, નાનાં બાળકો, બળદો, ઘેટાં, ઊંટ અને ગધેડાં એ બધાંને મારી નાંખ, કોઈને ય જીવતું જવા દઈશ નહિ.”


Lean sinn:

Sanasan


Sanasan