Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 26:6 - પવિત્ર બાઇબલ C.L.

6 “હું તમારા દેશમાં શાંતિ આપીશ અને તમે નિરાંતે ઊંઘી શકશો. હું હિંસક પ્રાણીઓને તમારા દેશમાંથી હાંકી કાઢીશ અને તમારા દેશ પર કોઈ આક્રમણ કરશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 અને હું દેશમાં શાંતિ સ્થાપીશ, ને તમે સૂઈ જશો, ને કોઈ તમને બિવડાવશે નહિ, અને હું દેશમાંથી હિંસક પશુઓને નષ્ટ કરીશ, ને તરવાર તમારા દેશમાં ચાલશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 હું તમને દેશમાં શાંતિ આપીશ અને તમે રાત્રે નિર્ભય બનીને નિરાંતે સુઈ શકશો, હું દેશમાંથી હિંસક પશુઓને દૂર કરીશ અને તલવાર તમારા દેશમાં ચાલશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 હું તમને દેશમાં શાંતિ આપીશ, અને તમે રાત્રે નિર્ભય બની નિરાંતે ઊધી શકશો, હું દેશમાંથી હિંસક પ્રાણીઓને ભગાડી મૂકીશ અને યુદ્ધ થવા દઈશ નહિ.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 26:6
43 Iomraidhean Croise  

એલિશાએ તેમના તરફ ફરીને તાકી રહ્યો અને ઈશ્વર યાહવેને નામે તેમને શાપ દીધો. પછી જંગલની ઝાડીમાંથી બે રીંછણોએ આવીને તેમનામાંથી બેંતાળીસ છોકરાંને ફાડી નાખ્યાં.


પણ તને એક પુત્ર થશે; તે શાંતિપ્રિય થશે; હું તેને આસપાસના સર્વ શત્રુઓથી શાંતિ આપીશ. તેનું નામ શલોમોન (શાંતિ) થશે, કારણ, તેના અમલ દરમ્યાન હું ઇઝરાયલને શાંતિ અને સલામતી આપીશ.


આમ, યહોશાફાટે શાંતિપૂર્વક રાજ કર્યું અને પ્રભુએ તેને ચારે તરફની સલામતી બક્ષી.


તું આરામ લેતો હશે ત્યારે કોઈ ખલેલ પહોંચાડશે નહિ અને ઘણા લોકો તારી સદ્ભાવના શોધશે.


તારા ખેતરોના પથરા તારા મિત્ર બની રહેશે અને જંગલી જનાવરો તારી સાથે સલાહસંપથી વર્તશે.


અમારા બળદો ભાર ઊંચકવામાં જબરા થાઓ! આક્રમણથી નગરકોટમાં ન તો કોઈ ગાબડું પડો કે ન તો કોઈનો દેશનિકાલ થાઓ કે અમારી શેરીઓમાં વેદનાની ચીસો ન પડો.


તે તારી સરહદોને સુરક્ષિત રાખે છે, અને શ્રેષ્ઠ ઘઉંથી તને ભરપૂર કરે છે.


પ્રભુ પોતાના લોકને બળવાન કરો. પ્રભુ પોતાના લોકને કલ્યાણનો આશીર્વાદ આપો.


હું પથારીમાં પડું ત્યારે મને ઊંઘ આવી જાય છે; હું સવારે જાગું છું અને જોઉં છું કે પ્રભુ મારી સંભાળ રાખે છે.


હું પથારીમાં પડું છું અને શાંતિપૂર્વક ઊંઘી જાઉં છું, કારણ, હે પ્રભુ, એકલા તમે જ મને સલામત રાખો છો.


હું ઈશ્વરનો સંદેશ સાંભળી રહ્યો છું; પ્રભુનો સંદેશ તેમના લોક અને તેમના વફાદાર સંતોનું કલ્યાણ કરવા અંગેનો છે; એટલું જ કે તેના લોક પુન: મૂર્ખાઈ તરફ ફરી ન જાય.


હું તેમને એક જ વર્ષમાં હાંકી કાઢીશ નહિ; જો હું એવું કરું તો તો દેશ ઉજ્જડ થઈ જાય અને તમારી સામે હિંસક પશુઓ ખૂબ વધી જાય.


રાત્રે સૂતી વેળાએ તને ડર લાગશે નહિ, અને તને ગાઢ નિદ્રા આવશે.


તેમની શિખામણ તું ચાલતો હશે ત્યારે તને દોરશે, તું સૂતો હશે ત્યારે તારી ચોકી કરશે અને જ્યારે તું જાગીશ ત્યારે તને સલાહ આપશે.


ત્યાં રાજમાર્ગ થશે, અને તે “પવિત્રતાનો રાજમાર્ગ” કહેવાશે. એ માર્ગે વિધિગત રીતે અશુદ્ધ એવો કોઈ માણસ જશે નહિ. એ માર્ગ તેના લોકોને માટે થશે અને તેમાં ભોળા પણ ભૂલા પડશે નહિ. ત્યાં કોઈ સિંહ નહિ હોય કે કોઈ હિંસક પ્રાણી પણ નહિ ફરકે.


માત્ર ઉદ્ધાર પામેલાઓ જ એ માર્ગ પર ચાલશે; પ્રભુએ જેમને છોડાવ્યા છે તેઓ એ માર્ગે પાછા ઘેર આવશે.


હું પ્રકાશનો ર્ક્તા છું અને અંધકારનો સર્જક છું. આશિષ અને આફત એ બન્‍ને ઉતારનાર હું જ છું. હું પ્રભુ એ બધું કરું છું.


તેના રાજ્યની સતત વૃદ્ધિ થયા કરશે અને તેમાં અપરંપાર શાંતિ રહેશે. તે દાવિદ રાજાના અનુગામી તરીકે રાજ કરશે. હમણાંથી અનંતાનંત તેમનું રાજ્ય સચ્ચાઈ અને ન્યાયને આધારે સ્થપાશે અને ટકી રહેશે. સર્વસમર્થ પ્રભુના ઉમળકા પ્રમાણે એ સઘળું સિદ્ધ થશે.


પ્રભુ કહે છે, “મારા સેવક યાકોબના વંશજો, બીશો નહિ; હે ઇઝરાયલના લોકો, ભયભીત થશો નહિ; કારણ, દૂર દેશમાંથી હું તમને છોડાવીશ, અને તમારા વારસોને હું દેશનિકાલની ધરતી પરથી પાછા લાવીશ. યાકોબના વારસો પાછા આવીને શાંતિ અને સલામતીમાં જીવશે અને કોઈ તેમને ડરાવશે નહિ.


એના સુખદ સ્વપ્નથી હું સફાળો જાગી ઊઠયો અને જોવા લાગ્યો, મારી એ ઊંઘ મીઠી હતી.


અથવા હું એ દેશમાં હિંસક પશુઓને મોકલું કે તેઓ દેશને વસતીહીન અને વેરાન બનાવી દે અને હિંસક પશુઓને લીધે કોઈ માણસ તે દેશમાં થઇને મુસાફરી કરી શકે નહિ;


અથવા હું તલવાર મોકલીને એ આખાયે દેશમાં યુદ્ધથી જનજનાવરનો સંહાર કરું,


વળી, પ્રભુ પરમેશ્વર આમ કહે છે: “યરુશાલેમમાંથી જનજનાવરોનો નાશ કરવા માટે હું મારી ચારેય ભયંકર સજા એટલે યુદ્ધ, દુકાળ, હિંસક પશુઓ અને રોગચાળો યરુશાલેમ પર મોકલીશ.


હું તેમની સાથે સહીસલામતી બક્ષતો કરાર કરીશ. હું દેશમાંથી બધાં વિકરાળ જંગલી પશુઓને હાંકી કાઢીશ એટલે મારાં ઘેટાં ખુલ્લા ગોચરોમાં નિશ્ર્વિંતતાથી નિવાસ કરશે અને જંગલોમાં સૂશે.


વૃક્ષોને ફળ આવશે, ખેતરોમાં પાક થશે અને દરેક જણ પોતાના દેશમાં સહીસલામતીમાં જીવશે. હું મારા લોકની ઝૂંસરી તોડી નાંખીશ અને ગુલામ બનાવનારાઓના હાથમાંથી તેમને છોડાવીશ, ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ છું.


હું તારા ઉપર દુકાળ અને હિંસક પશુઓ મોકલીશ, તેઓ તારાં સંતાનોને ખાઈ જશે. હું તારો સંહાર કરવા તારા પર રોગચાળો, હિંસા અને યુદ્ધ મોકલીશ. હું પ્રભુ એ બોલ્યો છું.”


“તે સમયે હું જંગલી જનાવરો, પક્ષીઓ અને પેટે ચાલનારાં પ્રાણીઓ સાથે કરાર કરીશ, એટલે તેઓ મારા લોકને કંઈ ઈજા પહોંચાડશે નહિ. હું ધનુષ્ય, તલવાર કે યુદ્ધનાં એવાં બધાં જ શસ્ત્રો નષ્ટ કરીશ અને મારા લોકને સલામતીમાં રાખીશ.


હું મારું વચન પાળીશ અને તને મારી કરી લઈશ; અને હું તારો પ્રભુ છું એવું તું સાચે જ સ્વીકારશે.


“તમે મારા નિયમો અને આજ્ઞાઓ પાળો. જેથી તમે દેશમાં સહીસલામત રહેશો.


જમીન તમારે માટે મબલક પાક ઉતારશે અને તમને જોઈએ તેટલું ખાવા મળશે તથા તમે સલામત રહેશો.


હું તમારી મધ્યે જંગલી પ્રાણીઓ મોકલીશ. તેઓ તમારાં બાળકોને મારી નાખશે, તમારાં ઢોરનો નાશ કરશે અને બહુ થોડા જ લોકો બચી જશે. એથી તમારા રાજમાર્ગો વેરાન બની જશે.


તમે મારી સાથેનો કરાર તોડયો હોવાથી હું તમારા પર યુદ્ધ મોકલીશ. જો તમે નગરોમાં સલામતીને માટે ભરાઈ જશો તો હું તમારા પર રોગચાળો મોકલીશ અને તમારે દુશ્મનને શરણે જવું પડશે.


તમે તમારા દુશ્મનો પર વિજય પ્રાપ્ત કરશો.


પ્રત્યેક જણ પોતાની દ્રાક્ષવાડીમાં અને અંજીરવૃક્ષો વચ્ચે શાંતિમાં જીવશે, અને તેમને કોઈ ડરાવશે નહિ. એ તો સર્વસમર્થ પ્રભુના મુખની વાણી છે.


ઇઝરાયલના બચી ગયેલા લોકો કોઈનું ભૂંડું કરશે નહિ, જૂઠું બોલશે નહિ, તેમજ કપટી વાતોથી છેતરાશે નહિ. તેઓ સમૃદ્ધ અને સલામત રહેશે અને કોઈથી બીશે નહિ.”


ત્યારે નવું મંદિર જૂના કરતાં વિશેષ વૈભવી થશે, અને હું મારા લોકને સમૃદ્ધિ અને શાંતિ બક્ષીસ.” સર્વસમર્થ પ્રભુ એ બોલ્યા છે.


પ્રભુ કહે છે, “હું ઇઝરાયલમાંથી યુદ્ધ માટેના રથો દૂર કરીશ અને યરુશાલેમમાંથી ઘોડા હટાવી દઈશ; લડાઈમાં વપરાતાં ધનુષ્યો ભાંગી નાખવામાં આવશે. તમારો રાજા પ્રજાઓ મધ્યે શાંતિ સ્થાપશે. એક સમુદ્રથી બીજા સમુદ્ર સુધી યુફ્રેટિસ નદીથી પૃથ્વીના છેડાઓ સુધી તે રાજ કરશે.”


“હું તમને શાંતિ આપીને જઉં છું; મારી પોતાની શાંતિ હું તમને આપું છું. જેમ દુનિયા તમને શાંતિ આપે છે તેમ હું તમને આપતો નથી. ચિંતા કરશો નહિ, તેમ જ હિંમત પણ હારશો નહિ.


જે દિવસે હેરોદ પિતરને લોકોની સમક્ષ લાવવાનો હતો. તેની આગલી રાત્રે પિતર બે ચોકીદારોની વચ્ચે ઊંઘી ગયો હતો. તેને બે સાંકળે બાંધેલો હતો, અને જેલના દરવાજા આગળ બે ચોકીદારો પહેરો ભરતા હતા.


આમ, વિશ્વાસ કરવા દ્વારા ઈશ્વરની સાથે સુમેળભર્યા સંબંધમાં લવાવાથી આપણને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે ઈશ્વર સાથે સુલેહશાંતિ થઈ છે.


Lean sinn:

Sanasan


Sanasan