Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 26:45 - પવિત્ર બાઇબલ C.L.

45 હું તો પ્રભુ, તેમનો ઈશ્વર છું. તેમના પૂર્વજોની સાથે મેં કરેલો કરાર યાદ કરીને હું તેમને સમૃદ્ધ કરીશ. બધી પ્રજાઓને મારું સામર્થ્ય દર્શાવવાને માટે મેં તેમના પૂર્વજોને ઇજિપ્તમાંથી મુક્ત કર્યા હતા; જેથી હું પ્રભુ, તેમનો ઈશ્વર થાઉં.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

45 પણ તેઓના બાપદાદાઓ કે જેઓને વિદેશીઓની નજર આગળ મિસર દેશમાંથી હું કાઢી લાવ્યો એ માટે કે હું તેઓનો ઈશ્વર થાઉં, તેઓની આગળ કરેલા મારા કરારનું સ્મરણ હું તેમની ખાતર કરીશ; હું યહોવા છું.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

45 પણ તેઓના પિતૃઓને કે જેઓને વિદેશીઓની નજર આગળથી મિસર દેશમાંથી હું કાઢી લાવ્યો એ માટે કે હું યહોવાહ તેઓનો ઈશ્વર થાઉં. તેઓની આગળ કરેલા મારા કરારને હું તેઓને લીધે સ્મરણ કરીશ. હું યહોવાહ છું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

45 તેઓના પિતૃઓને તેમનો દેવ થવા માંટે હું બીજા દેશોના જોતા જ મિસરમાંથી બહાર લઈ આવ્યો હતો અને તેમની સાથે જે કરાર કર્યો હતો તે સંભારીને તેમનું કલ્યાણ કરીશ. હું યહોવા છું.”

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 26:45
26 Iomraidhean Croise  

હું તારો વંશવેલો વધારીશ અને તારા વંશજો મોટી પ્રજા બનશે. હું તને આશિષ આપીશ અને તારા નામની કીર્તિ વધારીશ; જેથી તું આશિષરૂપ થશે.


એ જ દિવસે પ્રભુએ અબ્રામ સાથે કરાર કર્યો: “હું ઇજિપ્તની નાઇલ નદીથી મોટી નદી યુફ્રેટિસ સુધીનો આખો પ્રદેશ એટલે,


તે જ રાત્રે પ્રભુએ તેને દર્શન દઈને કહ્યું, “હું તારા પિતા અબ્રાહામનો ઈશ્વર છું. ગભરાઈશ નહિ, કારણ, હું તારી સાથે છું, મારા સેવક અબ્રાહામની ખાતર હું તને આશિષ આપીશ અને તારા વંશજોની વૃદ્ધિ કરીશ.”


જો, હું તારી સાથે છું, અને તું જ્યાં કહીં જશે ત્યાં હું તારું રક્ષણ કરીશ અને તને આ દેશમાં પાછો લાવીશ. મેં તને જે વચન આપ્યું છે તે પૂરું કર્યા વિના હું તને મૂકી દઈશ નહિ.”


ત્યારે તમારી સાથે તથા સર્વ પ્રાણીઓ સાથે મેં કરેલો મારો કરાર હું સંભારીશ અને જળપ્રલયથી ફરી કદીપણ સર્વ સજીવોનો નાશ થશે નહિ.


ઈશ્વરે પોતાના લોકની ખાતર પોતાનો કરાર સંભાર્યો અને તેમના અગાધ પ્રેમને લીધે તેમને દયા આવી.


તેમનો વિલાપ ઊંચે ઈશ્વરને પહોંચ્યો. ઈશ્વરે તેમના નિસાસા સાંભળ્યા અને અબ્રાહામ, ઇસ્હાક તથા યાકોબ સાથે કરેલો પોતાનો કરાર તેમણે યાદ કર્યો.


“તમને ગુલામીના દેશ ઇજિપ્તમાંથી મુક્ત કરનાર હું તમારો ઈશ્વર યાહવે છું.


તેથી ઇઝરાયલીઓને કહે કે, હું પ્રભુ છું. હું તમને ઇજિપ્તીઓની વેઠમાંથી અને તેમની ગુલામીમાંથી મુક્ત કરીશ. હું મારો હાથ ઉગામીને તેમના પર ભારે સજા લાવીને તમારો ઉદ્ધર કરીશ.


અબ્રાહામ, ઇસ્હાક અને યાકોબને જે દેશ આપવાના મેં સમ ખાધા હતા તે દેશમાં હું તમને લઈ જઈને તે તમારા વતન તરીકે આપીશ. હું પ્રભુ છું.”


પણ જે પ્રજાઓના દેખતાં મેં તેમને ઇજિપ્તમાંથી મુક્ત કર્યા હતા તેમની દષ્ટિમાં મારા નામને લાંછન ન લાગે એ રીતે હું વર્ત્યો.


પણ મેં તેમ કરવાથી મારા હાથ પાછો રાખ્યો. જે પ્રજાઓનાં દેખતાં મેં તેમને મુક્ત કર્યા હતા, તેમની દષ્ટિમાં મારા નામને લાંછન ન લાગે એ રીતે હું વર્ત્યો.


પણ તેઓ જે લોકોની વચ્ચે વસતા હતા અને જેમના દેખતાં મેં તેમને ઇજિપ્તદેશમાંથી મુક્ત કરીને પોતાને પ્રગટ કર્યો એ ઇજિપ્તી લોકોની દષ્ટિમાં મારા નામને લાંછન ન લાગે તે રીતે હું વર્ત્યો.


તમારો ઈશ્વર થવા માટે મેં પ્રભુએ તમને ઇજિપ્તમાંથી મુક્ત કર્યા હતા. હું પવિત્ર છું માટે તમારે પવિત્ર રહેવું જોઈએ.


તમારો ઈશ્વર થવાને માટે મેં તમને ઇજિપ્તમાંથી મુક્ત કર્યા છે. હું પ્રભુ છું.”


તમને કનાન દેશમાં લાવવા અને તમારો ઈશ્વર થવા તમને ઇજિપ્તમાંથી મુક્ત કરનાર હું તમારો ઈશ્વર પ્રભુ છું.


પણ તેમના પતનથી બિનયહૂદીઓનો ઉદ્ધાર શકાય બન્યો છે, કે જેથી યહૂદીઓમાં ઈર્ષા ઉત્પન્‍ન થાય. તેમના પતનથી દુનિયાને આશિષ મળી છે. તેમની આત્મિક ગરીબાઈ બિનયહૂદીઓ માટે પુષ્કળ આશિષ લાવી છે. તો જ્યારે બાકીના બધા યહૂદીઓની સંપૂર્ણ સંખ્યાનો પ્રભુમાં સમાવેશ થશે, ત્યારે કેટલી વિશેષ આશિષ મળશે?


કારણ, તમારા ઈશ્વર પ્રભુ કૃપાળુ છે. તે તમારો ત્યાગ કરશે નહિ કે તમારો વિનાશ કરશે નહિ કે તમારા પૂર્વજો સાથે સોગંદપૂર્વક કરેલો કરાર વીસરી જશે નહિ.”


તમારા સેવકો અબ્રાહામ, ઇસ્હાક અને યાકોબને સંભારો, અને આ પ્રજાની હઠીલાઈ, તેમની દુષ્ટતા કે તેમનાં પાપ તરફ ન જુઓ.


Lean sinn:

Sanasan


Sanasan