Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 26:26 - પવિત્ર બાઇબલ C.L.

26 હું તમારો અન્‍નનો પુરવઠો કાપી નાખીશ એટલે દસ સ્ત્રીઓ ફક્ત એક જ તવા પર બધી રોટલીઓ શેકશે. તેઓ તમને નિયત પ્રમાણમાં વજન કરીને રોટલી વહેંચશે અને તે ખાવા છતાં તમે ભૂખ્યા જ રહેશો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 જ્યારે હું તમારી ઉપજીવિકાનું ખંડન કરીશ ત્યારે દશ સ્‍ત્રીઓ એક કલેડામાં તમારી રોટલી શેકશે, ને તેઓ તમારી રોટલી તોળીને તમને પાછી આપશે; અને તમે ખાશો પણ ધરાશો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 જ્યારે હું તારા અનાજના પુરવઠાનો નાશ કરીશ ત્યારે દશ કુટુંબો માટે રોટલી શેકવા માટે ફક્ત એક ભઠ્ઠી પૂરતી થઈ પડશે; તેઓ તમને માપી તોલીને રોટલી વહેંચશે, અને તમે ખાશો પણ ધરાશો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

26 હું તારા અનાજના પૂરવઠાનો નાશ કરીશ જેથી દશ પરિવારો માંટે રોટલી શેકવા માંટે ફકત એક ભઠ્ઠી પૂરતી થઈ પડશે; તેઓ તમને માંપી તોલીને રોટલી વહેંચશે, અને તમાંરું પેટ નહિ ભરાતા તમે ભૂખ્યાં જ રહેશો.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 26:26
17 Iomraidhean Croise  

ઘેરાને લીધે નગરમાં ખોરાકની એટલી તીવ્ર તંગી પ્રવર્તતી હતી કે ગધેડાના માથાની કિંમત ચાંદીના એંસી સિક્કા અને કબૂતરની પાંચસો ગ્રામ હગારની કિંમત ચાંદીના પાંચ સિક્કા હતી.


ઈશ્વરે કનાન દેશ પર દુકાળ મોકલ્યો; તેથી બધો પાક નિષ્ફળ ગયો.


હવે જુઓ, પ્રભુ, સર્વસમર્થ પ્રભુ યરુશાલેમ અને યહૂદિયા પાસેથી બધો પુરવઠો અને બધો ટેકો લઈ લેશે. તે તેમનાં ખોરાકપાણી,


દસ એકરની દ્રાક્ષવાડીમાંથી માત્ર બાવીસેક લિટર જ દ્રાક્ષાસવ મળશે. દસ માપ બિયારણમાંથી માત્ર એક માપ અનાજ પાકશે.


સર્વસમર્થ પ્રભુનો કોપ આખા દેશમાં ભભૂકી ઊઠયો છે અને લોકો એમાં બળતણ જેવા બન્યા છે. કોઈ પોતાના ભાઈ પર દયા રાખતો નથી.


તેઓ જમણે હાથે ખોરાક ઝૂંટવી લે છે, પણ તેમની ભૂખ મટતી નથી. તેઓ ડાબે હાથે ખાય છે, પણ ધરાતા નથી. બલ્કે, તેઓ પોતાનાં બાળકોને ખાઈ જાય છે!


તેઓ ઉપવાસ કરે તો પણ હું તેમની વિનંતીઓ સાંભળીશ નહિ, તેઓ દહનબલિ અને ધાન્ય અર્પણ ચડાવે તો હું તે સ્વીકારીશ નહિ. એથી ઊલટું, હું યુદ્ધ, દુકાળ અને રોગચાળાથી તેમનો અંત આણીશ.”


“હે મનુષ્યપુત્ર, જો કોઈ દેશ મારા પ્રત્યેની નિષ્ઠાનો ત્યાગ કરીને મારી વિરુદ્ધ પાપ કરે તો હું મારો હાથ ઉગામીને તેનો પુરવઠો કાપી નાખીશ, ત્યાં દુકાળ મોકલીશ અને ત્યાંના જન-જનાવરોનો નાશ કરીશ.


તારે એ ખોરાક તોલીને ખાવાનો છે. દર વખતે થોડું થોડું ખાતાં તારે એક દિવસમાં 250 ગ્રામ ખોરાક ખાવાનો છે.


પછી તેમણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, હું યરુશાલેમમાંથી અન્‍નનો પુરવઠો કાપી નાખીશ. ત્યાંના લોકો ભયના માર્યા તોળી તોળીને ખાશે અને બીતાં બીતાં પાણી પીશે.


તેમનાં ખોરાક અને પાણી ખૂટી પડશે. તેઓ સૌ ભયભીત થઈને એકબીજા સામે તાકી રહેશે અને પોતાનાં પાપમાં ઝૂરી ઝૂરીને નાશ પામશે.”


હું તને નષ્ટ કરવા માટે એ પ્રજાઓ પર પણ દુકાળનાં ઘાતક તીર ચલાવીશ, એમ હું દુકાળ ફેલાવીશ અને તારો અનાજનો પુરવઠો કાપી નાખીશ.


તમે બલિદાનોનો તમારો હિસ્સો ખાશો, તોય તમે ભૂખ્યા રહેશો. તમે અન્ય દેવતાઓની પૂજા કરશો, પણ તમને બાળકો નહિ થાય, કારણ, તમે મને તરછોડીને અન્ય દેવતાઓને અનુસર્યા છો.”


“આટઆટલું બન્યાં છતાં તમે મને આધીન નહિ થતાં મારી સામા થશો,


તમે ખાશો પણ તૃપ્ત થશો નહિ; બલ્કે ભૂખ્યા જ રહેશો. તમે સંગ્રહ તો કરો છો પણ કંઈ બચશે નહિ; કારણ, તમે જે કંઈ બચત કરશો તેનો હું લડાઈમાં નાશ કરીશ.


તમે વાવો છો ઘણું, પણ અતિ ઓછો પાક લણો છો. ખાવાને તમારી પાસે ખોરાક છે, પણ તેથી તમે ધરાઈ શક્તા નથી. પીવાને તમારી પાસે દ્રાક્ષાસવ છે, પણ તેનાથી તમે તૃપ્ત થઈ શક્તા નથી. તમારી પાસે વસ્ત્ર છે, પણ તેનાથી તમને હૂંફ વળતી નથી. તમે કમાઓ છો, પણ તમારી કમાણી કાણી કોથળીમાં નાખવા બરાબર થાય છે.


Lean sinn:

Sanasan


Sanasan