Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 26:25 - પવિત્ર બાઇબલ C.L.

25 તમે મારી સાથેનો કરાર તોડયો હોવાથી હું તમારા પર યુદ્ધ મોકલીશ. જો તમે નગરોમાં સલામતીને માટે ભરાઈ જશો તો હું તમારા પર રોગચાળો મોકલીશ અને તમારે દુશ્મનને શરણે જવું પડશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 હું તમારા ઉપર તરવાર લાવીશ, કે જે [તોડેલા] કરારનો બદલો લેશે. અને તમે પોતાનાં નગરોમાં એકઠાં થશો, ત્યારે હું તમારામાં મરકી મોકલીશ, અને તમે શત્રુનાં હાથમાં સોંપાશો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 મારા કરાર ભંગનો બદલો લેવા હું તમારા પર તલવાર લાવીશ. તમે તમારા નગરોમાં એકઠાં થશો ત્યારે હું ત્યાં તમારી મધ્યે મરકી મોકલીશ; અને તમે શત્રુના સામર્થ્યથી હારી જશો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

25 માંરા કરાર ભંગનો બદલો લેવા હું તમાંરા ઉપર યુદ્ધ મોકલીશ. તમે તમાંરાં નગરોમાં અદૃશ્ય થઈ જશો તો હું ત્યાં તમાંરી મધ્યે મરકી મોકલીશ; તમાંરે તમાંરા શત્રુઓને શરણે જવું પડશે.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 26:25
42 Iomraidhean Croise  

તેથી પ્રભુએ ઇઝરાયલ પર રોગચાળો મોકલ્યો, જે સવારથી તેમણે નિયત કરેલા સમય સુધી ચાલ્યો. દાનથી બેરશેબા સુધી સમગ્ર દેશમાં સિત્તેર હજાર માણસો માર્યા ગયા.


“તમારી વિરુદ્ધ પાપ કર્યાને લીધે તમારા ઇઝરાયલી લોક તેમના શત્રુઓ આગળ હારી જાય અને ત્યારે તમારા તરફ ફરીને તેઓ આ મંદિરમાં આવે અને તમારે નામે નમ્રતાપૂર્વક ક્ષમાયાચના કરે


“દેશમાં દુકાળ પડે, રોગચાળો ફાટી નીકળે અથવા લૂ કે તીડોનાં ટોળાંથી પાક નાશ પામે અથવા તમારા લોક પર તેમના શત્રુઓ આક્રમણ કરીને ઘેરો ઘાલે અથવા તેમનામાં કોઈ રોગ કે માંદગી આવે તો તેમની પ્રાર્થનાઓ સાંભળજો.


આશ્શૂરના સમ્રાટ શાલ્મનેશેરે તેની વિરુદ્ધ યુદ્ધ કર્યું; હોશિયા શાલ્મનેશેરને તાબે થઈ ગયો, અને તેને દર વર્ષે ખંડણી આપવા લાગ્યો.


અરામનું સૈન્ય તો નાનું હતું, પણ લોકોએ તેમના પૂર્વજોના ઈશ્વર પ્રભુનો ત્યાગ કર્યો હોઈ તેમણે યહૂદિયાના મોટા સૈન્યને હારવા દીધું. એ રીતે રાજા યોઆશને શિક્ષા થઈ.


હે પ્રભુ, તમે બદલો વાળનાર ઈશ્વર છો; હે બદલો વાળનાર ઈશ્વર, પોતાને પ્રગટ કરો.


મોશે અને આરોને જવાબ આપ્યો, “અમને હિબ્રૂઓના ઈશ્વરનો મેળાપ થયો છે. તેથી અમારી વિનંતી છે કે અમારા ઈશ્વર પ્રભુ સમક્ષ યજ્ઞ કરવા માટે મુસાફરી કરતાં ત્રણ દિવસ લાગે તેટલે દૂર અમને રણપ્રદેશમાં જવા દો. નહિ તો તે કદાચ અમારો રોગચાળાથી કે તલવારથી નાશ કરશે.”


પણ જો તમે મારું કહ્યું નહિ માનો અને વિદ્રોહ કરશો તો તમે તલવારનો ભોગ થઈ પડશો. હું પ્રભુ પોતે એ બોલ્યો છું.”


તમે તલવારના ભોગ થઈ પડો એવું મેં નિર્માણ કર્યું છે. કારણ, મેં તમને બોલાવ્યા ત્યારે તમે મને જવાબ આપ્યો નહિ; હું બોલ્યો ત્યારે તમે સાંભળ્યું નહિ. તમે મારી દષ્ટિમાં ભૂંડા ગણાતાં કાર્યો કર્યાં અને હું નારાજ થાઉં એવી બાબતો પસંદ કરી.


આ સ્થળે યહૂદિયા અને યરુશાલેમના લોકોની યોજનાઓને હું ભાંગીને ભૂક્કો બનાવી દઈશ. હું તેમનો તેમના શત્રુઓની તલવારથી સંહાર થવા દઈશ અને તેમનો જીવ શોધનારાઓને હાથે તેમને ખતમ કરીશ. હું તેમનાં શબ ગીધડાં અને જંગલી પશુઓનો ભક્ષ થવા આપીશ.


હું તેમના પર યુદ્ધ, દુકાળ, અને રોગચાળો મોકલીશ. જેથી મેં તેમને તથા તેમના પૂર્વજોને જે દેશ આપ્યો છે તેમાંથી તેઓ નાબૂદ થઈ જશે.”


બેબિલોનમાંથી નિરાશ્રિતો નાસી છૂટીને સિયોનમાં આવ્યા છે. બેબિલોનીઓએ પ્રભુના મંદિરની જે દશા કરી હતી તેનું વેર આપણા ઈશ્વર પ્રભુએ તેમના પર વાળ્યું છે તે વિષે તેઓ ત્યાં જાહેરાત કરે છે.


પ્રભુએ બેબિલોનનો વિનાશ કરવાનું નક્કી કર્યું છે. તેથી તેમણે માદીઓના રાજાઓને ઉશ્કેર્યા છે. પ્રભુના મંદિરનો વિનાશ કર્યાને લીધે પ્રભુ આ રીતે પોતાનું વેર વાળી રહ્યા છે. સેનાનાયકો હુકમ કરે છે: તમારાં તીરોને તીક્ષ્ણ બનાવો અને ઢાલો ધારણ કરો.


તેઓ કે તેમના પૂર્વજો જેમને ઓળખતા નથી એવી પ્રજાઓ મધ્યે હું તેમને વિખેરી નાખીશ અને તેમનો સંહાર થાય ત્યાં સુધી તેમની પાછળ તલવાર મોકલીશ.”


યુવાન કે વૃદ્ધ, સૌ કોઈ શેરીઓમાં રસ્તા પર મરણ પામેલાં પડયાં છે. દુશ્મને તલવારની ધારે યુવાનો અને યુવતીઓનો સંહાર કર્યો છે. તમારા કોપના દિવસે તમે તેમની નિર્દય ક્તલ થવા દીધી છે.


અથવા હું તલવાર મોકલીને એ આખાયે દેશમાં યુદ્ધથી જનજનાવરનો સંહાર કરું,


હું તમને પૂરા નિયંત્રણમાં લાવીશ અને તમને મારા કરારનું પાલન કરતા કરી દઈશ.


આથી હું, પ્રભુ પરમેશ્વર, તને કહું છું કે હું તારા પર તલવારધારી માણસો દ્વારા હુમલો કરાવીશ. તેઓ તારા જનજનાવરોનો સંહાર કરશે.


“હે મનુષ્યપુત્ર, તારા દેશવાસીઓને આ વાત જણાવ: હું કોઇ દેશ પર યુદ્ધ લાવું અને તે દેશના લોકો પોતાનામાંથી એક વ્યક્તિને પસંદ કરીને તેને ચોકીદાર તરીકે નીમે,


હું તારા ઉપર દુકાળ અને હિંસક પશુઓ મોકલીશ, તેઓ તારાં સંતાનોને ખાઈ જશે. હું તારો સંહાર કરવા તારા પર રોગચાળો, હિંસા અને યુદ્ધ મોકલીશ. હું પ્રભુ એ બોલ્યો છું.”


હે ઈઝરાયલના પર્વતો, પ્રભુ પરમેશ્વરનો આ સંદેશો સાંભળો: પ્રભુ પરમેશ્વર પર્વતોને, ડુંગરાઓને, કોતરોને અને ખીણોને આમ કહે છે: હું તમારા પરનાં મૂર્તિપૂજાનાં ઉચ્ચસ્થાનોનો યુદ્ધથી નાશ કરીશ.


તેમનાં શહેરોમાં લડાઈ વ્યાપી જશે; શહેરોના દરવાજાઓ તોડી પડાશે અને મારા લોકનો વિનાશ કરાશે કારણ, તેઓ પોતાની મરજી મુજબ વર્તે છે.


“હું તમારા દેશમાં શાંતિ આપીશ અને તમે નિરાંતે ઊંઘી શકશો. હું હિંસક પ્રાણીઓને તમારા દેશમાંથી હાંકી કાઢીશ અને તમારા દેશ પર કોઈ આક્રમણ કરશે નહિ.


મેં ઇજિપ્ત પર મોકલી હતી તેવી મરકી તમારા પર મોકલી. મેં યુદ્ધમાં તમારા જુવાનોની ક્તલ કરી અને તમારા ઘોડાઓનું મેં હરણ કરાવ્યું. તમારી છાવણીના મૃતદેહોની દુર્ગંધથી મેં તમારાં નસકોરાં ભરી દીધાં. તો પણ તમે મારી પાસે પાછા આવ્યા નહિ.


મરકી તેમની આગળ આગળ જાય છે અને રોગચાળો તેમને પગલે પગલે ચાલે છે.


હું રોગચાળો મોકલીને તેમનો વિનાશ કરી નાખીશ, અને તેમનું ઠામઠેકાણું નહિ રહે. પણ હું તારાથી તેમના કરતાં મહાન અને બળવાન પ્રજા ઉત્પન્‍ન કરીશ.”


રોગચાળાથી માર્યા ગયેલાંની કુલ સંખ્યા 14,700ની થઈ; કોરાના બળવામાં માર્યા ગયેલાઓ તો જુદા.


તેથી મોશેએ લોકોને કહ્યું, “તમારામાંથી કેટલાક જુવાનોને યુદ્ધ માટે શસ્ત્રસજ્જ કરો કે તેઓ મિદ્યાનીઓ પર આક્રમણ કરે અને પ્રભુ પ્રત્યેના તેમના વર્તનનું વેર વાળે.


મોટા મોટા ધરતીકંપો થશે, ઠેકઠેકાણે દુકાળ પડશે અને રોગચાળો ફાટી નીકળશે; આકાશમાં ભયંકર દૃશ્યો અને મોટી નિશાનીઓ દેખાશે.


તમે જે દેશનો કબજો લેવા જાઓ છો તેમાં તમારું નિકંદન થઈ જાય ત્યાં સુધી પ્રભુ તમારા પર રોગચાળો મોકલ્યા કરશે.


ઘરબહાર તલવાર તેમનો સંહાર કરશે અને તેઓ આંતકથી ઘરમાં ફફડી મરશે. યુવાનો અને યુવતીઓ મૃત્યુ પામશે. શિશુઓ અને વૃધો પણ માર્યા જશે.


વેર મારે વાળવાનું છે, બદલો મારે લેવાનો છે. હું રાહ જોઉં છું, તેમની પડતીના સમયનો, એમની આપત્તિનો દિવસ આવી પહોંચ્યો છે, તેમના પર આફત સત્વરે ઊતરશે.”


જ્યારે હું મારી ચમક્તી તલવાર ધારદાર કરીશ, અને મારા હાથમાં ન્યાયદંડ ધારણ કરીશ, ત્યારે મારા શત્રુઓ પર હું વેર વાળીશ, અને મારા દ્વેષીઓને હું સજા કરીશ.


તેથી યહૂદાના આ ત્રણ હજાર માણસોએ એટામના ખડકની ગુફાએ જઈને શિમશોનને કહ્યું, “તને ખબર નથી કે પલિસ્તીઓ આપણા પર રાજ કરે છે? તો તેં અમને આ શું કર્યું?” તેણે જવાબ આપ્યો, “જેવું તેમણે મને કર્યું, તેવું જ મેં તેમને કર્યું છે.”


Lean sinn:

Sanasan


Sanasan