Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 26:22 - પવિત્ર બાઇબલ C.L.

22 હું તમારી મધ્યે જંગલી પ્રાણીઓ મોકલીશ. તેઓ તમારાં બાળકોને મારી નાખશે, તમારાં ઢોરનો નાશ કરશે અને બહુ થોડા જ લોકો બચી જશે. એથી તમારા રાજમાર્ગો વેરાન બની જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 અને હું તમારી મધ્યે જંગલી પશુઓને મોકલીશ કે, જે તમારી પાસેથી તમારાં છોકરાંને છીનવી લેશે, ને તમારાં ઢોરઢાંકને મારી નાખશે, અને તમારા રાજમાર્ગો ઉજ્જડ થશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 પછી હું તમારી વિરુદ્ધ જંગલી જાનવરો છોડી મૂકીશ, જે તમારાં બાળકોને ફાડી ખાશે અને તમારાં પશુઓનો નાશ કરશે, પરિણામે તમારી સંખ્યા ઘટી જતા તમારા રસ્તાઓ ઉજ્જડ થઈ જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 પછી હું તમાંરા ઉપર જંગલી જાનવરો છોડી મૂકીશ, જે તમાંરાં બાળકોને માંરી નાખશે અને તમાંરાં પશુઓનો નાશ કરશે, પરિણામે તમાંરી સંખ્યા ઘટી જતા તમાંરા રસ્તાઓ ઉજજડ થઈ જશે.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 26:22
17 Iomraidhean Croise  

એ લોકોએ ત્યાં પોતાના પ્રથમ વસવાટ વખતે પ્રભુની ઉપાસના કરી નહિ અને તેથી પ્રભુએ સિંહો મોકલીને તેમનામાંથી કેટલાકને મારી નાખ્યા.


એલિશાએ તેમના તરફ ફરીને તાકી રહ્યો અને ઈશ્વર યાહવેને નામે તેમને શાપ દીધો. પછી જંગલની ઝાડીમાંથી બે રીંછણોએ આવીને તેમનામાંથી બેંતાળીસ છોકરાંને ફાડી નાખ્યાં.


એ દિવસોમાં કોઈ સલામતીપૂર્વક અવરજવર કરી શકતું નહિ, કારણ, પ્રત્યેક દેશમાં આંતરિક વિગ્રહ અને ગેરવ્યવસ્થા હતાં.


તેથી ઈશ્વરે આપેલો શાપ પૃથ્વીને ભરખી જાય છે. આમ, પૃથ્વીના રહેવાસીઓ બળીને ભસ્મ થઈ જાય છે. બહુ થોડા લોકો જીવતા રહે છે.


રાજમાર્ગો સૂમસામ બન્યા છે, રસ્તાઓ પર કોઈ મુસાફરી કરતું નથી. કરારનો ભંગ કરાયો છે, તેના સાક્ષીઓની ઉપેક્ષા કરાઈ છે, અને કોઈનું માન જાળવવામાં આવતું નથી.


મેં તેમને માટે ચાર બાબતો નક્કી કરી છે: સંહારને માટે તલવાર, શબ તાણી જવા કૂતરાં, અને તેમનો ભક્ષ કરવા અને નાશ કરવા ગીધડાં અને જંગલી પશુઓ.


“અમે તને આગ્રહપૂર્વક આજીજી કરીએ છીએ કે તું તારા ઈશ્વર પ્રભુને અમારે માટે એટલે, આ સમગ્ર બચી ગયેલા શેષ સમુદાય માટે પ્રાર્થના કર. કારણ, તું જુએ છે કે ઘણામાંથી અમે થોડા જ બચ્યા છીએ.


પવિત્ર પર્વોના દિવસોમાં ભજનને માટે મંદિરમાં કોઈ આવતું નથી. તેથી સિયોનના સૂના માર્ગો શોક કરે છે. સિયોનની ગાનારી યુવતીઓ દુ:ખથી કણસે છે અને તેના યજ્ઞકારો નિસાસા નાખે છે. શહેરના દરવાજા સૂના પડયા છે.


અથવા હું એ દેશમાં હિંસક પશુઓને મોકલું કે તેઓ દેશને વસતીહીન અને વેરાન બનાવી દે અને હિંસક પશુઓને લીધે કોઈ માણસ તે દેશમાં થઇને મુસાફરી કરી શકે નહિ;


વળી, પ્રભુ પરમેશ્વર આમ કહે છે: “યરુશાલેમમાંથી જનજનાવરોનો નાશ કરવા માટે હું મારી ચારેય ભયંકર સજા એટલે યુદ્ધ, દુકાળ, હિંસક પશુઓ અને રોગચાળો યરુશાલેમ પર મોકલીશ.


હું આખા દેશને ઉજ્જડ અને વેરાન બનાવી દઇશ. જેનો તેમને ઘમંડ હતો તે દેશની સમૃદ્ધિનો અંત આવશે અને ઇઝરાયલના પહાડો એવા તો વેરાન થઇ જશે કે ત્યાંથી કોઇ પસાર થઇ શકશે નહિ.


હું તારા ઉપર દુકાળ અને હિંસક પશુઓ મોકલીશ, તેઓ તારાં સંતાનોને ખાઈ જશે. હું તારો સંહાર કરવા તારા પર રોગચાળો, હિંસા અને યુદ્ધ મોકલીશ. હું પ્રભુ એ બોલ્યો છું.”


“હું તમારા દેશમાં શાંતિ આપીશ અને તમે નિરાંતે ઊંઘી શકશો. હું હિંસક પ્રાણીઓને તમારા દેશમાંથી હાંકી કાઢીશ અને તમારા દેશ પર કોઈ આક્રમણ કરશે નહિ.


એ માટે તમારે લીધે સિયોન ખેતરની માફક ખેડાશે, યરુશાલેમ ખંડિયેર બની જશે અને મંદિરનો પર્વત જંગલ જેવો બની જશે.


એક ઝંઝાવાતની જેમ મેં તેમને વિદેશોમાં વસવા મોકલી દીધા અને આ ફળદ્રુપ દેશ ઉજ્જડ અને નિર્જન પડયો રહ્યો.


તેઓ ભૂખમરાથી અને કારમા દુકાળથી વિનાશ પામશે; તેઓ ભયાનક રોગોથી મૃત્યુ પામશે. તેમને ફાડી ખાવાને હું જંગલી પશુઓ મોકલીશ, અને કરડવાને ઝેરી સાપો મોકલીશ.


આનાથના પુત્ર શામ્ગારના સમયમાં, અને યાએલના સમયમાં વણઝારો દેશમાં થઈને જતી નહિ, અને મુસાફરો આડાઅવળા માર્ગે થઈને જતા.


Lean sinn:

Sanasan


Sanasan