Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 26:20 - પવિત્ર બાઇબલ C.L.

20 તમારો કઠોર પરિશ્રમ નકામો જશે. કાચી જમીનમાંથી કશું પાકશે નહિ અને વૃક્ષો પોતાનાં ફળ આપશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 અને તમારી શક્તિ વ્યર્થ વપરાશે; કેમ કે તમારી જમીન પોતાની ઊપજ આપશે નહિ, તેમ જ દેશનાં વૃક્ષો પોતાનાં ફળ આપશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 તમારી સામર્થ્ય વ્યર્થ જશે. કેમ કે તમારી જમીનમાં કોઈ ફસલ થશે નહિ અને તમારાં વૃક્ષોને ફળ પણ આવશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 તમાંરી મહેનત વ્યર્થ જશે. તમાંરી જમીનમાં કશુંય પાકશે નહિ અને તમાંરાં વૃક્ષોને ફળ પણ આવશે નહિ.”

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 26:20
21 Iomraidhean Croise  

હવે પછી તું જ્યારે ખેતી કરશે ત્યારે જમીનમાંથી કંઈ પાકશે નહિ અને તું નિર્વાસિત જેવો આ પૃથ્વી પર આમતેમ ભટક્તો ફરીશ.”


તેથી એલિયા આહાબને મળવા ઉપડયો. સમરૂનમાં ભયંકર દુકાળ હતો,


તો પછી ત્યાં ઘઉંને બદલે કાંટાઝાંખરા, અને જવને બદલે નકામા છોડ ઊગી નીકળો.” યોબનું વક્તવ્ય અહીં સમાપ્ત થાય છે.


જો પ્રભુ ઘર ન બાંધે, તો તેના બાંધનારાનો પરિશ્રમ મિથ્યા છે; જો પ્રભુ નગરનું રક્ષણ ન કરે; તો ચોકીદારનો પહેરો ભરવો વ્યર્થ છે.


હે ઇઝરાયલી લોકો, તમે તમારા ઉદ્ધારક ઈશ્વરને વીસરી ગયા છો અને તમારા આશ્રયસ્થાન સમા ખડકનું સ્મરણ કર્યું નથી. એને બદલે, તમે વનદેવતાની પૂજા માટે છોડ વાવો છો. તમે પરદેશી બિયારણ લાવીને વાવો છો.


જોકે એક જ દિવસમાં તેને ફણગો ફૂટે અને તેની વૃદ્ધિ થાય તોપણ રોગ અને અસાય દર્દના દિવસમાં એની કંઈ ફસલ ઉપલબ્ધ થશે નહિ.


મેં મારી શક્તિ વ્યર્થ અને નકામી ખરચી નાખી છે. તેમ છતાં પ્રભુ તરફથી મને મારું વળતર મળી રહેશે. તે મને મારા કાર્યનો બદલો આપશે.”


મારા લોકે ઘઉં વાવ્યા, પણ કાંટાં લણ્યા છે! તેમણે કઠોર પરિશ્રમ કર્યો, પણ કશું પાકયું નથી! મારા ઉગ્ર કોપને લીધે ફસલ નિષ્ફળ ગઈ છે, તેથી તેઓ હતાશ બન્યા છે.”


હું તેનાં બધાં પર્વો એટલે તેના ઉત્સવો, ચાંદ્રમાસના પ્રથમ દિવસો, સાબ્બાથો અને નિયત થયેલ સર્વ ધાર્મિક સંમેલનોનો અંત આણીશ.


તો હું ઋતુ પ્રમાણે વરસાદ મોકલીશ. તેથી ભૂમિ પોતાની નીપજ આપશે અને વૃક્ષો પોતાનાં ફળ આપશે.


તમે જે પ્રજાઓને જીતી લીધી તેમણે નિરર્થક શ્રમ કર્યો. કેમ કે તેમણે જે બાંધ્યું તે અગ્નિની જ્વાળાઓમાં બળીને ખાખ થઈ ગયું છે. સર્વ -સમર્થ પ્રભુએ એમ થવા દીધું છે.


તમે અનાજના ઢગલા પાસે બસો કિલોની આશાએ જતા, પણ ત્યાંથી તમને સો કિલો જ અનાજ મળતું; તમે દ્રાક્ષાકુંડ પાસે સો લિટર દ્રાક્ષાસવ લેવા જતા, પણ તમને ફક્ત ચાલીસ લિટર જ મળતો.


મેં રોપ્યું, આપોલસે પાણી પાયું, પણ વૃદ્ધિ તો ઈશ્વરે આપી છે.


તમારે વિષે મને ચિંતા થાય છે! તમારે માટે કરેલું મારું સેવાકાર્ય શું નિષ્ફળ જશે?


નહિ તો પ્રભુનો કોપ તમારી વિરુધ ભભૂકી ઊઠશે. તે આકાશને બંધ કરી દેશે અને વરસાદ પડશે નહિ અને જમીનમાંથી કશું ઉપજશે નહિ અને જે ફળદ્રુપ દેશ પ્રભુ તમને આપવાના છે તેમાં તમારો જલદીથી નાશ થઈ જશે!


“તમારાં પેટનાં સંતાન, તમારા ખેતરની પેદાશ, તમારાં ઢોરઢાંકનાં બચ્ચાં અને તમારાં ઘેટાંબકરાંના બચ્ચાં શાપિત થશે.


તમારાં સર્વ વૃક્ષ અને તમારો પાક તીડોનો ભક્ષ થઈ પડશે.


મારો કોપ અગ્નિ માફક ભભૂકે છે; અને મૃત્યુલોક શેઓલના તળિયા સુધી બધું ખાક કરે છે, પૃથ્વી અને તેની પેદાશને ભરખી જાય છે અને પર્વતોના પાયાઓને પણ સળગાવી મારે છે.


Lean sinn:

Sanasan


Sanasan