Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 26:19 - પવિત્ર બાઇબલ C.L.

19 હું તમારા બળનું અભિમાન તોડી પાડીશ. આકાશ જાણે તાંબા જેવું બની જશે કે બિલકુલ વરસાદ વરસશે નહિ અને જમીન લોખંડ જેવી સૂકીભઠ્ઠ થઈ જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 અને હું તમારા સામર્થ્યનો ગર્વ તોડીશ, ને હું તમારા આકાશને લોઢાના જેવું, ને તમારી જમીનને પિત્તળના જેવી કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 હું તમારા સામર્થ્યનો ગર્વ તોડીશ. હું તમારા પર આકાશને લોખંડના જેવું અને ભૂમિને પિત્તળના જેવી કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 હું તમાંરું શક્તિનું અભિમાંન ઉતારી નાખીશ, તમાંરા આકાશને લોખંડના તવા જેવું બનાવીશ જેથી એક ટીપું ય વરસાદ પડશે નહિ, અને તમાંરી જમીનને પિત્તળ જેવી સૂકી ભઠ્ઠ બનાવી દઈશ;

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 26:19
20 Iomraidhean Croise  

ગિલ્યાદમાં આવેલા તિશ્બેના સંદેશવાહક એલિયાએ આહાબ રાજાને કહ્યું, “ઇઝરાયલના જીવંત ઈશ્વર પ્રભુ જેમની સેવા હું કરું છું તેમને નામે હું તમને કહું છું કે આવતાં બે કે ત્રણ વર્ષ દરમ્યાન મારા કહ્યા સિવાય ઝાકળ કે વરસાદ પડશે નહિ.”


“તમારા લોકોએ તમારી વિરુદ્ધ પાપ કર્યું હોવાથી તમે આકાશમાંથી વરસાદ વરસવા ન દો અને ત્યારે જો તેઓ પસ્તાવો કરીને તમારે નામે નમ્રતાપૂર્વક પ્રાર્થના કરતાં આ મંદિર તરફ ફરે,


તે દિવસે સમર્થ પ્રભુ દરેક ગર્વિષ્ઠ, અભિમાની અને શક્તિશાળી માણસને નમાવશે.


જેમ તરવૈયા પોતાના હાથ ફેલાવે છે તેમ મોઆબના લોકો પણ પોતાના હાથ પ્રસારી બચવા પ્રયાસ કરશે. તેમના હાથની ચપળતા હોવા છતાં ઈશ્વર તેમનો ઘમંડ ઉતારી પાડશે.


તેમણે આલીશાન મકાનોમાં રહેનારાઓને નીચે પાડયા છે. તે તેમના ભવ્ય નગરને પાડી નાખે છે અને તેને ભોંયભેગું કરી ધૂળમાં મેળવી દે છે.


એફ્રાઈમના ગૌરવી મુગટરૂપ છાકટા નેતાઓની કેવી દુર્દશા થશે! દારૂ પીને ચકચૂર બનેલા લોકની ભવ્ય શોભા સમી રસાળ ખીણને મથાળે આવેલા ફૂલરૂપી સમરૂન નગરનીય કેવી દુર્દશા થશે!


તેથી જ વરસાદને રોકી રાખવામાં આવ્યો છે અને પાછલો વરસાદ હજી પડયો નથી. અરે, હવે તો તું વેશ્યા જેવી નફ્ફટ થઈ ગઈ છે અને તને કોઈ જાતની લાજશરમ નથી!


તું ઇઝરાયલીઓને આ સંદેશ આપ: ‘પ્રભુ પરમેશ્વર કહે છે કે તમને મંદિરની મજબૂતી માટે ગર્વ છે, તે તમારી આંખોને પ્રિય છે, અને તમે તેની મુલાકાતની ઝંખના રાખો છો. પણ એ મંદિરને હું અશુદ્ધ કરીશ. તમારાં જે પુત્રપુત્રીઓને તમે યરુશાલેમમાં છોડી આવ્યા છો તે યુદ્ધમાં માર્યાં જશે.


પ્રભુ કહે છે: “ઉત્તરના મિગ્દોલ નગરથી દક્ષિણના સૈયેને નગર સુધીના ઇજિપ્તના ટેકેદારો યુદ્ધમાં તલવારથી માર્યા જશે અને પોતાની લશ્કરી તાક્તનો ઈજિપ્તનો ઘમંડ ઓસરી જશે. હું, પ્રભુ પરમેશ્વર એ બોલ્યો છું.


હું આખા દેશને ઉજ્જડ અને વેરાન બનાવી દઇશ. જેનો તેમને ઘમંડ હતો તે દેશની સમૃદ્ધિનો અંત આવશે અને ઇઝરાયલના પહાડો એવા તો વેરાન થઇ જશે કે ત્યાંથી કોઇ પસાર થઇ શકશે નહિ.


હું અધમમાં અધમ પ્રજાઓને લાવીશ, અને તેઓ તેમનાં ઘરો પચાવી પાડશે. હું બળવાનોનો ગર્વ ઉતારી પાડીશ અને હું તેમનાં પવિત્રસ્થાનોને ભ્રષ્ટ કરાવીશ.


“હવે હું નબૂખાદનેસ્સાર આકાશના ઈશ્વરની સ્તુતિ કરું છું અને તેમને માનમહિમા આપું છું. તેમનાં કાર્યો યથાર્થ અને માર્ગો ન્યાયી છે. તે ગર્વથી વર્તનારને નીચો પાડે છે.”


તે સમયે તમે, મારા લોકોએ મારી વિરુદ્ધ કરેલા બંડને લીધે તમારે શરમાવું નહિ પડે. હું ઘમંડી અને ઉદ્ધત માણસોને દૂર કરીશ અને તમે મારા પવિત્ર પર્વત પર ક્યારેય મારી વિરુદ્ધ બંડ કરશો નહિ.


હું તમને સાચું કહું છું કે, એલિયાના સમયમાં સાડા ત્રણ વર્ષ સુધી વરસાદ પડયો નહોતો, અને આખા દેશમાં ભારે દુકાળ હતો ત્યારે ઇઝરાયલમાં ઘણી વિધવાઓ હતી.


નહિ તો પ્રભુનો કોપ તમારી વિરુધ ભભૂકી ઊઠશે. તે આકાશને બંધ કરી દેશે અને વરસાદ પડશે નહિ અને જમીનમાંથી કશું ઉપજશે નહિ અને જે ફળદ્રુપ દેશ પ્રભુ તમને આપવાના છે તેમાં તમારો જલદીથી નાશ થઈ જશે!


તમારા માથા ઉપર આકાશ તાંબા જેવું ધગધગી ઊઠશે અને વરસાદ પડશે નહિ અને તમારા પગ નીચેની ધરતી લોઢા જેવી સૂકી ભઠ્ઠ થઈ જશે.


ઈશ્વરની કરારપેટી ઉપાડી જવામાં આવી અને એલીના બે પુત્રો, હોફની અને ફિનહાસ માર્યા ગયા.


બચી ગયેલા લોકો છાવણીમાં પાછા આવ્યા ત્યારે ઇઝરાયલના આગેવાનોએ કહ્યું, “આજે પ્રભુએ આપણને પલિસ્તીઓ સામે કેમ હરાવ્યા છે? આપણે શીલોમાંથી પ્રભુની કરારપેટી લાવીએ, જેથી તે આપણી સાથે આવીને આપણા દુશ્મનોથી આપણને બચાવે.”


Lean sinn:

Sanasan


Sanasan