Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 26:16 - પવિત્ર બાઇબલ C.L.

16 તો હું તમને આવી સજા કરીશ: હું તમારા પર ઓચિંતી આફત લાવીશ. તમે આંધળા બની જાઓ અને તમારી જીવનશક્તિ હણાઈ જાય તેવા અસાય રોગો અને તાવ હું તમારા પર મોકલીશ. તમે વાવશો પણ ખાવા નહિ પામો; તમારા દુશ્મનો તે ખાઈ જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 તો હું પણ તમને આ પ્રમાણે કરીશ; હું તમારે માટે ભયજનક ઠરાવ કરીશ, એટલે ક્ષય તથા તવ કે જેથી તમારી આંખો ક્ષીણ થશે, ને તમારાં હ્રદય ઝૂર્યાં કરશે, અને તમે તમારાં બી વૃથા વાવશો, કેમ કે તમારા શત્રુઓ તે [ની ઊપજ] ખાઈ જશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 તો હું તમને આ પ્રમાણે સજા કરીશ, હું તમારા પર અત્યંત ત્રાસ વર્તાવીશ. હું તમારા પર એવા રોગો અને તાવ મોકલીશ કે જે તમને અંધ બનાવી દેશે અને તમારા હૃદય ઝૂર્યા કરશે. તમે તમારા બી વૃથા વાવશો. કારણ કે તે તમારો શત્રુ ખાશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 તો હું તમને આ પ્રમાંણે સજા કરીશ: હું તમાંરા પર અત્યંત ત્રાસ વર્તાવીશ. હું તમાંરા પર એવા રોગો અને જવર મોકલીશ કે જે તમને અંધ બનાવી દેશે, અને તમાંરા જીવનનો નિકાસ કરી નાખશે. તમે વાવશો દાણા છતાં તમાંરો પાક જમી શકશો નહિ, કારણ કે તે તમાંરો શત્રુ જમશે.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 26:16
35 Iomraidhean Croise  

“દેશમાં દુકાળ પડે, રોગચાળો ફાટી નીકળે અથવા લૂ કે તીડોનાં ટોળાંથી પાક નાશ પામે અથવા તમારા લોક પર તેમના શત્રુઓ આક્રમણ કરીને ઘેરો ઘાલે અથવા તેમનામાં કોઈ રોગ કે માંદગી આવે તો તેમની પ્રાર્થનાઓ સાંભળજો.


આતંકો તેને ચોમેરથી ડરાવે છે, અને તેનાં પગલાંનો પીછો કરે છે.


તેની પીઠમાંથી બાણ આરપાર નીકળી જશે, એની તેજદાર અણી તેના પિત્તાશયને વીંધીને બહાર આવશે; ત્યારે તેના પર આતંક છવાઈ જશે.


તો હું વાવું, અને બીજા લણી ખાય, અને મારા છોડવા સમૂળગા ઉખેડી નંખાય.


મારા શત્રુની સુનાવણી માટે દુષ્ટને નીમો, તેના પર આરોપ મૂકવા તેના જમણા હાથે શેતાન સમા વિરોધીને ઊભો રાખો.


તેઓ ક્ષણમાં જ પાયમાલીનો ભોગ બને છે અને આતંકો દ્વારા ઘસડી જવાય છે.


તેથી ઈશ્વરે તેમના દિવસો ફૂંકની જેમ, અને તેમનાં વર્ષો આતંકમાં સમાપ્ત કર્યાં.


તેમણે કહ્યું, “જો તમે તમારા ઈશ્વર પ્રભુની, એટલે મારી વાણી સાંભળશો, મારી દૃષ્ટિમાં જે યથાર્થ છે તે કરશો અને મારી આજ્ઞાઓ પાળશો અને એ રીતે સંપૂર્ણ રીતે મને આધીન રહેશો તો જે રોગ હું ઇજિપ્તીઓ પર લાવ્યો તેમાંનો એક પણ રોગ હું તમારા પર મોકલીશ નહિ; કારણ, હું ‘યાહવે - રોફેકા’ એટલે તમને સાજા કરનાર તમારો પ્રભુ છું.”


દુષ્ટોના ઘર પર પ્રભુનો શાપ ઊતરે છે, પણ નેકજનોના નિવાસ પર તેમની આશિષ વરસે છે.


તમે કાં તો લડાઈમાં માર્યા જશો કાં તો નતમસ્તકે કેદી તરીકે પકડી જવાશો. આ બધું હોવા છતાં પ્રભુનો રોષ શમી ગયો નથી અને તેમનો હાથ હજી સજા કરવાને ઉગામેલો છે.


પ્રભુએ પોતાના જમણા હાથના અને પોતાના સમર્થ ભુજના સમ ખાધા છે: ‘હું ફરી કદી તારું અનાજ તારા દુશ્મનોને ખાઈ જવા દઈશ નહિ,


યહૂદિયાના દાવિદવંશી રાજાને સંદેશો મળ્યો કે અરામનું સૈન્ય એફ્રાઈમના સૈન્ય સાથે મળીને તેમના પર ચડી આવ્યું છે, ત્યારે તે તથા તેના લોકો પવનથી કંપતા વૃક્ષની જેમ ભયથી થરથરવા લાગ્યા.


મારા લોકે ઘઉં વાવ્યા, પણ કાંટાં લણ્યા છે! તેમણે કઠોર પરિશ્રમ કર્યો, પણ કશું પાકયું નથી! મારા ઉગ્ર કોપને લીધે ફસલ નિષ્ફળ ગઈ છે, તેથી તેઓ હતાશ બન્યા છે.”


મેં તેમને માટે ચાર બાબતો નક્કી કરી છે: સંહારને માટે તલવાર, શબ તાણી જવા કૂતરાં, અને તેમનો ભક્ષ કરવા અને નાશ કરવા ગીધડાં અને જંગલી પશુઓ.


મેં જ તમારા દેશમાં દરિયાની રેતીના કણ કરતાં વધારે વિધવાઓ બનાવી છે. મેં તમારા જુવાનોને તેમની ભરજુવાનીમાં મારી નાખ્યા છે, અને તેમની માતાઓને વિલાપ કરાવ્યો છે; એમ મેં તેમના પર અચાનક વેદના અને આતંક મોકલ્યાં છે.


પ્રભુ તને આ પ્રમાણે કહે છે: હું તને તથા તારા મિત્રોને ભયગ્રસ્ત કરીશ. તેઓ તારી નજર સામે જ શત્રુઓની તલવારથી માર્યા જશે અને આખા યહૂદિયાને હું બેબિલોનના રાજાના કબજામાં સોંપી દઈશ. તે કેટલાકને કેદ કરીને બેબિલોન લઈ જશે, જ્યારે બીજાઓને મારી નાખશે.


તેઓ તમારા પર આક્રમણ કરીને તમારી ફસલ અને તમારો ખોરાક પણ ખાઈ જશે. તેઓ તમારાં પુત્રપુત્રીઓનો સંહાર કરશે. તેઓ તમારાં ઢોરઢાંક અને ઘેટાંબકરાંની ક્તલ કરશે અને તમારા દ્રાક્ષવેલા અને અંજીરવૃક્ષોનો નાશ કરશે અને જેના પર તમે ભરોસો રાખો છો તે કિલ્લેબંધ નગરોને તોડી પાડશે.


તમારે માથે પાઘડી અને પગમાં જોડા પહેરેલાં હશે. વળી, તમે શોક કે વિલાપ કરશો નહિ. તમારા પાપે તમે ઝૂરીઝૂરીને મરશો ને એકબીજાની આગળ વિલાપ કરશો.


પ્રભુએ મને કહ્યું: “હે મનુષ્યપુત્ર, તું ઇઝરાયલીઓને કહે કે તમે લોકો એમ કહો છો કે, ‘અમારાં પાપો અને અપરાધોનો બોજો અમારે શિર છે, તેથી અમે ક્ષીણ થતા જઈએ છીએ, પછી અમે કેવી રીતે જીવતા રહીએ?’


તમે ગરીબો પર અત્યાચાર કરો છો અને બળજબરીથી તેમનું અનાજ પચાવી પાડો છો. તમે ઘડેલા પથ્થરોનાં ઘર તો બાંધ્યાં છે, પણ તેમાં રહેવા પામશો નહિ. તમે મનોરંજક દ્રાક્ષવાડીઓ તો રોપી છે, પણ તેનો દ્રાક્ષાસવ પીવા પામશો નહિ.


તમે વાવશો પણ પાક લણવા પામશો નહિ. તમે દ્રાક્ષો ખૂંદશો પણ દ્રાક્ષાસવ પીવા પામશો નહિ. તમે ઓલિવનું તેલ કાઢશો, પણ તમારે અંગે તેનું માલિશ કરવા પામશો નહિ.


તમે વાવો છો ઘણું, પણ અતિ ઓછો પાક લણો છો. ખાવાને તમારી પાસે ખોરાક છે, પણ તેથી તમે ધરાઈ શક્તા નથી. પીવાને તમારી પાસે દ્રાક્ષાસવ છે, પણ તેનાથી તમે તૃપ્ત થઈ શક્તા નથી. તમારી પાસે વસ્ત્ર છે, પણ તેનાથી તમને હૂંફ વળતી નથી. તમે કમાઓ છો, પણ તમારી કમાણી કાણી કોથળીમાં નાખવા બરાબર થાય છે.


યરુશાલેમ વિરુદ્ધ લડાઈ કરનાર સર્વ પ્રજાઓ પર પ્રભુ ભયંકર રોગચાળો મોકલશે. તેમના જીવતાજીવ તેમનું માંસ સડી જશે. તેમની આંખો અને જીભ સડી જશે.


હું તમારાં સંતાનોને શિક્ષા કરીશ અને તમે જે પ્રાણીઓનું બલિદાન કરો છો તેનું જ છાણ હું તમારા ચહેરા પર ચોપડીશ અને તમને ઉકરડા પર લઈ જવામાં આવશે.


તેઓ તમારાં ઢોરઢાંકનો તથા તમારા પાકનો ભક્ષ કરી જશે; પરિણામે તમે ભૂખે મરશો. તેઓ તમારો વિનાશ થાય ત્યાં સુધી તમારાં ધાન્ય, દ્રાક્ષાસવ, ઓલિવતેલ, ઢોરઢાંક તથા ઘેટાંબકરાં પડાવી લેશે.


ઘરબહાર તલવાર તેમનો સંહાર કરશે અને તેઓ આંતકથી ઘરમાં ફફડી મરશે. યુવાનો અને યુવતીઓ મૃત્યુ પામશે. શિશુઓ અને વૃધો પણ માર્યા જશે.


જીવંત ઈશ્વરના હાથમાં પડવું તે કેવું ભયંકર છે!


પછી પ્રભુનો દૂત ઓફ્રા ગામે આવ્યો અને અબીએઝેરના ગોત્રમાં યોઆશના મસ્તગીવૃક્ષ નીચે બેઠો. યોઆશનો પુત્ર ગિદિયોન મિદ્યાનીઓની નજરે ન પડે તે રીતે દ્રાક્ષાકુંડમાં ઘઉં ઝૂડતો હતો.


“છતાં તારા વંશજોમાંથી એકને હું જીવતો રાખીશ અને તે યજ્ઞકાર તરીકે મારી સેવા કરશે. પણ તું અંધ બની જશે અને પોતાની બધી આશા ગુમાવી દેશે. તારા બીજા બધા વંશજો ભરજુવાનીમાં મૃત્યુ પામશે.


Lean sinn:

Sanasan


Sanasan