Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 26:11 - પવિત્ર બાઇબલ C.L.

11 હું તમારી મધ્યે મારું નિવાસસ્થાન સ્થાપીશ અને હું કદી તમારો ત્યાગ કરીશ નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 અને હું તમારી મધ્યે મારો મંડપ ઊભો કરાવીશ; અને મારો જીવ તમારાથી કંટાળી જશે નહિ,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 હું તમારી મધ્યે મારો મંડપ ઊભો કરાવીશ. અને હું તમારાથી કંટાળી જઈશ નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 હું તમાંરી વચ્ચે માંરું નિવાસ કરીશ. હું તમાંરો ત્યાગ કરીશ નહિ.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 26:11
27 Iomraidhean Croise  

ઇઝરાયલી લોકો સાથેની મારી સર્વ મુસાફરી દરમિયાન મેં તેમના પર નીમેલા આગેવાનોમાંના કોઈને કદી પૂછયું નથી કે તમે મારે માટે ગંધતરુના લાકડાંનું મંદિર કેમ બાંધ્યું નથી?


તું જે મંદિર બાંધી રહ્યો છે તેમાં હું મારા ઇઝરાયલી લોકો મધ્યે વસીશ, અને હું તેમને કદી તજી દઈશ નહિ.”


મેં તમારા સદાના નિવાસસ્થાન માટે હવે આ ભવ્ય મંદિર બાંધ્યું છે.”


“પણ હે ઈશ્વર, શું તમે પૃથ્વી પર સાચેસાચ નિવાસ કરી શકો? બધાં આકાશો પણ તમારો સમાવેશ કરી શકે તેમ નથી, તો પછી મેં બાંધેલા આ મંદિરમાં તમારો કેવી રીતે સમાવેશ થાય?


તેથી પોતાના લોકો વિરુદ્ધ પ્રભુનો કોપ સળગી ઊઠયો અને પોતાના વારસા સમ લોક પ્રત્યે તેમને ઘૃણા ઊપજી.


શાલેમ નગરમાં તેમનો મંડપ છે, અને સિયોન પર્વત પર તેમનું નિવાસસ્થાન છે


એ વિષે સાંભળીને ઈશ્વર કોપાયમાન થયા; તેમણે ઇઝરાયલના લોકોને સદંતર ધૂર્ત્ક્યા.


લોકો મારે માટે પવિત્ર નિવાસસ્થાન બનાવે, જેથી હું તેમની વચમાં રહું.


હું ઇઝરાયલી લોકોની વચમાં રહીશ અને તેમનો ઈશ્વર થઈશ.


તેઓ જાણશે કે હું પ્રભુ તેમનો ઈશ્વર છું અને હું તેમની વચમાં રહું તે માટે તેમને ઇજિપ્તમાંથી કાઢી લાવ્યો છું. હું તેમનો ઈશ્વર પ્રભુ છું.


તમારા નામની ખાતર અમને તરછોડશો નહિ. તમારા ગૌરવી રાજ્યાસન સમાન યરુશાલેમને અપમાનિત કરશો નહિ. અમારી સાથેનો તમારો કરાર યાદ કરો અને એને તોડશો નહિ.


પ્રભુએ પોતાની વેદીનો નકાર કર્યો છે અને પોતાના પવિત્ર મંદિરનો ત્યાગ કર્યો છે. તેમણે દુશ્મનોને તેની દીવાલો તોડી પાડવાનું કામ સોંપ્યું છે. એકવાર જ્યાં અમે આનંદોત્સવ કરતા હતા, ત્યાં દુશ્મનોનો જયઘોષ થઈ રહ્યો છે.


ત્યારે હે ઇઝરાયલ, તું જાણશે કે હું તમારી મધ્યે છું, અને હું યાહવે તમારો ઈશ્વર છું, અને મારા સિવાય બીજો કોઈ નથી. મારા લોક ફરી કદી તિરસ્કાર પામશે નહિ.


ત્યાં વસતાં લોકોના રીતરિવાજો તમારે સ્વીકારવા નહિ. તેમનાં એ દુષ્ટ કૃત્યોને લીધે હું તેમને ધિક્કારું છું અને તે માટે હું તેમને ત્યાંથી હાંકી કાઢું છું.


જો તમે મારા નિયમોને તુચ્છ ગણશો અને મારા ફરમાનોની અવજ્ઞા કરશો અને મારી બધી આજ્ઞાઓ નહિ પાળતાં મારી સાથેનો તમારો કરાર તોડશો,


છતાં પ્રથમ તો તેમણે દેશ ત્યજી દેવો પડશે; જેથી ભૂમિને સંપૂર્ણ આરામ મળે. વળી, તેમણે મારા નિયમો અને આજ્ઞાઓ પાળ્યાં નહિ હોવાથી તેની સંપૂર્ણ સજા તેમણે ભોગવવી પડશે.


તેમ છતાં તેઓ પોતાના દુશ્મનના દેશમાં હશે ત્યારે પણ હું તેમને સંપૂર્ણપણે ત્યજી દઈશ નહિ કે તેમનો વિનાશ કરીશ નહિ. કારણ, તેથી તો મારા કરારનો ભંગ થાય.


મારો તિરસ્કાર કરનાર ત્રણ ઘેટાંપાળકોના સંબંધમાં મારી ધીરજ ખૂટી ગઈ, અને એક જ માસમાં હું તેમનાથી છૂટો થઈ ગયો.


ઈસુની સાથેના સંબંધને લીધે બીજાઓની સાથે તમે પણ એ ઘરમાં ચણાયા છો; તે ઘરમાં ઈશ્વર પોતાના આત્માની મારફતે વસે છે.


“એ બધું જોઈને પ્રભુને ઘૃણા ઊપજી અને તેમના પુત્રપુત્રીઓને તેમણે તજી દીધાં.


તેથી હવે તમારો પ્રદેશ પ્રભુની આરાધના માટે યથાયોગ્ય ન હોય તો અહીં જ્યાં પ્રભુનો મુલાકાતમંડપ છે ત્યાં આ તરફ પ્રભુના દેશમાં આવતા રહો અને અમારી સાથે વસવાટ કરો. પણ તમે પ્રભુનો વિદ્રોહ ન કરશો અને પ્રભુની વેદી ઉપરાંત અન્ય વેદી બાંધીને અમને તમારા વિદ્રોહમાં ન સંડોવશો.


એલાઝાર યજ્ઞકારના પુત્ર ફિનહાસે રૂબેન, ગાદ અને પૂર્વ મનાશ્શાનાં કુળોના લોકોને કહ્યું, “હવે અમને ખાતરી થાય છે કે પ્રભુ આપણી સાથે છે. તમે તેમની વિરુદ્ધ વિદ્રોહ કર્યો ન હોઈ, તમે ઇઝરાયલી લોકોને પ્રભુની શિક્ષાથી બચાવી લીધા છે.”


મેં રાજ્યાસન પરથી એક મોટો અવાજ સાંભળ્યો, “હવે ઈશ્વરનું નિવાસસ્થાન માણસોની સાથે છે! તે તેમની સાથે રહેશે અને તેઓ તેના લોક થશે. ઈશ્વર પોતે જ તેમની સાથે રહેશે અને તે તેમના ઈશ્વર બનશે.


તેથી જ તેઓ ઈશ્વરના રાજ્યાસનની સમક્ષ ઊભા રહીને તેમની રાતદિવસ સેવા કરે છે. રાજ્યાસન પર બિરાજનાર પોતાની હાજરીથી તેમનું રક્ષણ કરશે.


Lean sinn:

Sanasan


Sanasan