Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 25:9 - પવિત્ર બાઇબલ C.L.

9 પછી સાતમા માસને દસમે દિવસે એટલે પ્રાયશ્ર્વિતના દિવસે તમારે સમગ્ર દેશમાં રણશિંગડું વગાડવા માણસ મોકલવો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 તે વખતે સાતમા માસને દશમે દિવસે તારે મોટે અવાજે બધે રણશિંગડું વગડાવવું; પ્રાયશ્ચિત્તને દિવસે તમારા આખા દેશમાં રણશિંગડું વગડાવવું. તમારા આખા દેશમાં રણશિંગડું વગડાવવું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 પછી સાતમા માસના દશમે દિવસે એટલે કે પ્રાયશ્ચિતને દિવસે તમારે આખા દેશમાં મોટા સાદે ઘેટાંનું રણશિંગડું વગડાવવું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 પછી સાતમાં મહિનાના દશમે દિવસે પ્રાયશ્ચિતને દિવસે તમાંરે આખા દેશમાં ઘેટાનું શિંગ વગડાવવું.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 25:9
20 Iomraidhean Croise  

પર્વના હર્ષનાદોનો અનુભવ કરનાર લોકને ધન્ય છે; હે પ્રભુ, તેઓ તમારા મુખના પ્રકાશમાં ચાલે છે.


તેઓ દિનપ્રતિદિન તમારા નામમાં આનંદ કરે છે, તમારી ભલાઈ તેમને ઉન્‍નત બનાવે છે.


તે દિવસે આશ્શૂરમાં સપડાયેલા અને ઇજિપ્તમાં દેશવટો પામેલા બધા ઇઝરાયલીઓને પાછા બોલાવવા રણશિંગડું વગાડવામાં આવશે. તેઓ પાછા આવશે અને યરુશાલેમમાં પવિત્ર પર્વત પર પ્રભુનું ભજન કરશે.


“આરોન જ્યારે પરમપવિત્રસ્થાન, મુલાકાતમંડપ અને યજ્ઞવેદી માટે પ્રાયશ્ર્વિતનો વિધિ પૂરો કરે, તે પછી તેણે અઝાઝેલ માટેના જીવતા રહેલા બકરાને લાવવો.


“આ નિયમ કાયમ માટે પાળવામાં આવે. સાતમા મહિનાના દસમે દિવસે ઇઝરાયલીઓએ અને તમારી મધ્યે વસતા પરદેશીઓએ ઉપવાસ કરવો અને કંઈ જ કામ કરવું નહિ.


તે દિવસે તમારાં બધાં પાપ દૂર કરવાને માટે પ્રાયશ્ર્વિતનો વિધિ કરવામાં આવશે. પ્રભુ સમક્ષ તમારાં બધાં પાપોથી તમને વિધિગત રીતે શુદ્ધ કરવામાં આવશે.


“સાતમા માસનો દસમો દિવસ પ્રાયશ્ર્વિતનો દિવસ છે. તે દિવસે તમારે પ્રભુના ભજનને માટે સંમેલન બોલાવવું, ઉપવાસ કરવો અને પ્રભુને અગ્નિબલિ ચઢાવવો.


“દર સાત વર્ષે આવતો એક સાબ્બાથ, એ રીતે તમે સાત સાબ્બાથ એટલે ઓગણપચાસ વર્ષ ગણો.


જો તે ઋણમુક્તિના વર્ષથી જ જમીન સમર્પિત કરે તો તેની પૂરી કિંમત ગણવામાં આવે.


ઋણમુક્તિના વર્ષે તે જમીન મૂળ માલિકને અથવા તેના વંશજને પાછી મળે.


આનંદોત્સવના પ્રસંગોએ અને બીજાં નિયત ધાર્મિક પર્વોના સમયે તથા દર મહિનાના પ્રથમ દિવસે, તેમજ દહનબલિ અને સંગતબલિ ચડાવતાં પહેલાં તમે રણશિંગડાં વગાડો; એટલે તમને સહાય કરવાને હું તમારું સ્મરણ કરીશ. હું તમારો ઈશ્વર પ્રભુ છું.”


હવે જ્યારે ઇઝરાયલી લોકો માટે ઋણમુક્તિનું પર્વ આવશે ત્યારે સલોફહાદની દીકરીઓનો વારસો તેઓ જે કુળમાં પરણી હશે તેમનો થઈ જશે અને અમારું કુળ એ વારસો કાયમને માટે ગુમાવશે.”


પણ મારો પ્રશ્ર્ન આ છે: શું તેમણે સંદેશ સાંભળ્યો ન હોય એવું બને ખરું? ના, ના, તેમણે સાંભળ્યું તો છે; કારણ, “તેમનો અવાજ આખી પૃથ્વીમાં ફેલાયેલો છે, અને તેમનો સંદેશ દુનિયાના છેડા સુધી પ્રસરેલો છે.”


તે આવું છે: વાણીથી અને કાર્યોથી, ચિહ્નોથી, ચમત્કારોથી અને પવિત્ર આત્માના સામર્થ્યથી બિનયહૂદીઓ ઈશ્વરને આધીન થયા છે. યરુશાલેમથી ઈલુરીકમ સુધી ખ્રિસ્તનો સંદેશો મેં પૂરેપૂરો પ્રગટ કર્યો છે.


કારણ, પ્રભુ વિષેનો સંદેશો તમારી પાસેથી મકદોનિયા અને આખાયામાં પહોંચ્યો એટલું જ નહિ, પણ ઈશ્વરમાં તમે મૂકેલા વિશ્વાસના સમાચાર પણ સર્વત્ર પહોંચી ગયા છે.


સાત યજ્ઞકારો પોતાની સાથે રણશિંગડાં લઈને કરારપેટીની આગળ ચાલે. સાતમે દિવસે યજ્ઞકારો રણશિંગડાં વગાડતા હોય ત્યારે તારે અને તારા સૈનિકોએ કૂચ કરતાં કરતાં શહેરની સાતવાર પ્રદક્ષિણા કરવી.


Lean sinn:

Sanasan


Sanasan