Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 25:50 - પવિત્ર બાઇબલ C.L.

50-52 ખરીદનારે તેને માટે ચૂકવેલી કિંમત તે વેચાયો ત્યારથી ઋણમુક્તિના વર્ષ સુધીની ગણાય. તે મુક્ત થવા માગે ત્યારે ઋણમુક્તિના વર્ષને આવવાને જેટલાં વર્ષ બાકી રહ્યાં હોય તે પ્રમાણે તેણે પોતાનું મુક્તિમૂલ્ય ચૂકવી આપવું જોઈએ. વધારે વર્ષ બાકી હોય તો વધારે અને ઓછાં બાકી હોય તો ઓછું મૂલ્ય ચૂકવી આપવાનું રહે. મૂલ્ય મજૂરના દૈનિક વેતનના પ્રમાણમાં ગણવામાં આવે. એટલે ઋણમુક્તિના વર્ષમાં બાકી રહેલાં વર્ષ પ્રમાણે મજૂરીના વેતન જેટલી રકમ તે ચૂકવે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

50 અને જેણે તેને ખરીદ્યો હોય, એની સાથે જે વર્ષે તે વેચાયો હોય ત્યાંથી માંડીને તે જુબિલીના વર્ષ સુધી ગણે, અને તે વર્ષોની સંખ્યા પ્રમાણે તેના વેચણાનું મૂલ્ય થાય. ચાકરના દિવસો પ્રમાણે તે તેની સાથે રહે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

50 તેણે પોતાને ખરીદેલી વ્યક્તિ સાથે ગણતરી કરવી; તે વેચાયો હોય તે વર્ષથી માંડીને તે જ્યુબિલીના વર્ષ સુધી ગણે; અને તે વર્ષોની સંખ્યા પ્રમાણે તેના વેચાણનું મૂલ્ય થાય. ચાકરના દિવસો પ્રમાણે તે તેની સાથે રહે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

50 “તેના છુટકારાની કિંમત જુબિલી વર્ષને જેટલા વર્ષ બાકી હોય તે પ્રમાંણે ગણવામાં આવે, બાકી રહેલાં વર્ષો માંટે પગારે રાખેલા ચાકરનો ખર્ચ કેટલો થાય તે,

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 25:50
10 Iomraidhean Croise  

તેથી તમારી નજર તેના પરથી ઉઠાવી લો; જેથી થોડીવાર કામ અટકાવીને આરામ લઈ લેતા મજૂરની જેમ તેને નિરાંત વળે.


પણ હવે પ્રભુ કહે છે, “ભાડૂતી નોકર વર્ષની સંખ્યા ગણે તેમ માત્ર ત્રણ જ વર્ષમાં મોઆબનો વૈભવ અને તેના વિશાળ જનસમુદાયનો તુચ્છકાર થશે. તેના લોકોમાંથી થોડા જ બચી જશે અને તે પણ કમજોર હશે.”


ત્યાર પછી પ્રભુએ મને કહ્યું, “ભાડૂતી ચાકર ગણતરી કરે એવા ફક્ત એક જ વર્ષમાં કેદારના સઘળા વૈભવનો અંત આવશે.


હવે જો તે જમીન ફરીથી ખરીદી શકવા સમર્થ ન હોય તો ઋણમુક્તિના વર્ષ સુધી તે ખરીદનારની પાસે રહે. ઋણમુક્તિના વર્ષે તો તે મૂળ માલિકને પાછી મળે.


તે મજૂર કે પરદેશી જેવો ગણાય અને ઋણમુક્તિના વર્ષ સુધી તે તમારી સેવા કરશે.


તેના ક્કા, તેનો પિતરાઇ ભાઈ અથવા બીજો કોઈ નજીકનો સગો તેને પાછો ખરીદીને છોડાવી શકે અથવા જો તેને પોતાની પાસે પૂરતી કમાણી થાય તો તે જાતે કિંમત ચૂકવીને સ્વતંત્ર થઈ શકે.


તે વાર્ષિક ધોરણે રાખેલ વેતનીય મજૂર જેવો ગણાય. તેનો માલિક તેની પાસેથી કડકાઈથી કામ ન લે તે તમારે જોવું.


તમારા દાસને છૂટો કરવાનું તમને અઘરું લાગવું જોઈએ નહિ. કારણ, તેણે અર્ધા વેતનથી તમારે ત્યાં છ વર્ષ ચાકરી કરી છે, માટે એને છૂટા કરવાથી તમારા ઈશ્વર પ્રભુ તમારાં સર્વ કાર્યોમાં તમને આશીર્વાદ આપશે.”


Lean sinn:

Sanasan


Sanasan