Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 25:43 - પવિત્ર બાઇબલ C.L.

43 તેની પાસે કડકાઈથી ગુલામની જેમ વેઠ કરાવશો નહિ, પરંતુ તમારા ઈશ્વરની બીક રાખો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

43 તું સખ્તાઈથી તેના પર ધણીપણું ન કર, પણ તારા ઈશ્વરનો ડર રાખ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

43 તમારે નિર્દયતાથી તેઓ પર માલિકીપણું ન કરવું. પણ ઈશ્વરનો ભય રાખવો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

43 તમાંરે દેવનો ડર રાખીને એવા માંણસ પાસે ચાકરની જેમ મજૂરી કરાવવી નહિ.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 25:43
23 Iomraidhean Croise  

ત્રીજે દિવસે યોસેફે તેમને કહ્યું, “હું ઈશ્વરથી ડરીને ચાલું છું. તેથી હવે તમે આમ કરશો તો તમારા જીવ બચાવશો.


હવે તમે યરુશાલેમ અને યહૂદિયાના સ્ત્રીપુરુષોને તમારા ગુલામ બનાવવા માગો છો. એમ કરીને તમે તમારા ઈશ્વર પ્રભુ વિરુદ્ધ પાપ કર્યું છે એ શું તમે નથી જાણતા?


જો મારાં દાસદાસીએ તેમના હક્ક વિષે ફરિયાદ કરી, ત્યારે મેં તેમની રજૂઆત ધૂત્કારી કાઢી હોય;


તો જ્યારે ઈશ્વર મારી સામા ઊઠે ત્યારે હું શું કરું? અને મારી ઝડતી લે ત્યારે હું શો જવાબ આપું?


પણ આ દાયણો ઈશ્વરનો ડર રાખનારી હતી; તેથી ઇજિપ્તના રાજાની આજ્ઞા પ્રમાણે ન કરતાં છોકરાઓને જીવતા રહેવા દેતી.


ઘણાં વરસો પછી ઇજિપ્તનો રાજા મૃત્યુ પામ્યો. ગુલામીના કારણથી ઇઝરાયલીઓ નિસાસા નાખતા હતા અને મદદને માટે વિલાપ કરતા હતા.


પછી પ્રભુએ કહ્યું, “મેં ઇજિપ્તમાંના મારા લોકની દુર્દશા જોઈ છે. તેમના મુકાદમોના જુલમથી છૂટવાનો તેમનો પોકાર મેં સાંભળ્યો છે.


ઇઝરાયલીઓનો વિલાપ મારી પાસે પહોંચ્યો છે. વળી, ઇજિપ્તના લોકો તેમના પર જે રીતનો જુલમ ગુજારે છે તે મેં જોયો છે.


ફેરોના મુકાદમોએ ઇઝરાયલી ઉપરીઓને માર મારતાં કહ્યું, “તમે અત્યાર સુધી જેટલી ઈંટો પાડતા હતા તેટલી ઈંટો આજે અને કાલે કેમ પૂરી કરી નથી?”


હું મારા લોક પર રોષે ભરાયો હતો અને મેં મારી એ સંપત્તિરૂપ પ્રજાને અપમાનિત કરી હતી. મેં તેમને તમારા હાથમાં સોંપ્યા હતા અને તમે તેમના પર લગારે ય દયા દાખવી નહિ. વયોવૃદ્ધ માણસો પર પણ તમે ભારે ઝૂંસરી લાદી.


તેઓ પૂછે છે, “પ્રભુ, અમે ઉપવાસ કર્યો છતાં તમે તે લક્ષમાં કેમ લીધો નથી? અમે આત્મકષ્ટ કર્યું છતાં તમે તે પ્રત્યે ધ્યાન કેમ આપ્યું નથી?” પ્રભુ તેમને કહે છે, “હકીક્ત એમ છે કે તમે તમારા ઉપવાસને દિવસે તમારાં તમામ કામક્જ કરો છો અને તમારા સર્વ મજૂરો પર જુલમ ગુજારો છો.


તમે દૂબળાંને બેઠાં કર્યા નથી, બીમારની સારવાર કરીને તેમને સાજાં કર્યા નથી, ઘાયલ થયેલાંને પાટા બાંયા નથી, ભટકી ગયેલાંને પાછાં લાવ્યા નથી કે ખોવાઇ ગયેલાંને શોયાં નથી. ઊલટું, તમે તો તેમના પર બળજબરી અને સખતાઈથી શાસન કરો છો.


તમારે એકબીજા સાથે છેતરપિંડી કરવી નહિ. તમારા ઈશ્વર પ્રભુની બીક રાખવી. હું પ્રભુ, તમારો ઈશ્વર છું.


ઇઝરાયલી લોકો તો મારા ગુલામ છે. મેં તેમને ઇજિપ્તમાંથી મુક્ત કર્યા હતા. તેમને ફરીથી ગુલામ તરીકે વેચી શકાશે નહિ.


જો તમારે ગુલામની જરૂર હોય તો તમારી આસપાસ વસતી પ્રજાઓ મધ્યેથી ખરીદો.


તમે તેમને તમારા વંશજોને વારસામાં આપી શકો અને જીવનપર્યંત તેઓ તેમની સેવા કરે. પરંતુ તમારે તમારા સાથી ઇઝરાયલી પાસે ગુલામના જેવી વેઠ કરાવવાની નથી.


તે વાર્ષિક ધોરણે રાખેલ વેતનીય મજૂર જેવો ગણાય. તેનો માલિક તેની પાસેથી કડકાઈથી કામ ન લે તે તમારે જોવું.


સર્વસમર્થ પ્રભુ કહે છે, “હું તમારી મધ્યે ન્યાયાધીશ તરીકે પ્રગટ થઈશ. તે વખતે જાદુક્રિયા કરનારા, વ્યભિચારીઓ, જુઠ્ઠી સાક્ષી પૂરનારા, પોતાના નોકરિયાતોને તેમના વેતનમાં છેતરનારા, વિધવાઓ, અનાથો અને પરદેશીઓનો ગેરલાભ ઉઠાવનારા, હા, જેઓ મારું સન્માન રાખતા નથી તેઓ સર્વ વિરુદ્ધ હું તરત જ સાક્ષી પૂરીશ.


માલિકો, એ જ રીતે તમે પણ તમારા ગુલામોની પ્રત્યે એવું જ વર્તન રાખો અને ધમકી આપવાનું બંધ કરો. યાદ રાખો, સ્વર્ગમાં તમારા અને તમારા ગુલામોના માલિક પણ એક જ છે; તે બધાંનો સમાન ધોરણે ન્યાય કરે છે.


તેમને ઈશ્વરનો પણ ભય નહોતો, અને તેથી જ્યારે તમે થાકીને નિર્ગત થઈ ગયા હતા, ત્યારે તમારી પાછળના ભાગમાં ધીમેધીમે ચાલનાર નિર્બળ લોકો પર આક્રમણ કરીને તેમણે તેમનો સંહાર કર્યો હતો.


માલિકો, તમે તમારા ગુલામો પ્રત્યે ન્યાયી અને યોગ્ય વર્તન રાખો. આકાશમાં તમારા માલિક પણ છે તે વાત યાદ રાખો.


Lean sinn:

Sanasan


Sanasan