Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 25:39 - પવિત્ર બાઇબલ C.L.

39 “જો તમારી પાસે રહેતો સાથી ઇઝરાયલી એટલો બધો ગરીબ બની જાય કે પોતાની જાતને ગુલામ તરીકે વેચી દે તો પણ તમારે તેની પાસે ગુલામના જેવું કામ કરાવવું નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

39 અને જો તારો સાથી ભાઈ કંગાલાવસ્થામાં આવી પડયાથી પોતે તારે ત્યાં વેચાયો હોય, તો તું તેની પાસે ગુલામી ન કરાવ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

39 તમારા દેશનો જો કોઈ ભાઈ ગરીબાઈમાં આવી પડે અને પોતે તમને વેચાઈ જાય તો તમારે તેની પાસે ચાકર તરીકે કામ કરાવવું નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

39 “જો કોઈ ઇસ્રાએલી બંધુ ગરીબાઈમાં આવી પડે અને પોતે તમને વેચાઈ જાય તો તમાંરે તેની પાસે ચાકર તરીકે કામ કરાવવું નહિ.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 25:39
16 Iomraidhean Croise  

શલોમોને ઇઝરાયલીઓમાંથી ગુલામો બનાવ્યા નહિ. તેઓ તો સૈનિકો, અમલદારો, સેનાપતિઓ, રથસવારો અને ઘોડેસ્વારો તરીકે કામ કરતા.


સંદેશવાહકોના સંઘના એક સભ્યની વિધવાએ એલિશા પાસે જઈને તેને કહ્યું, “ગુરુજી, તમારા સેવક મારા પતિ મરણ પામ્યા છે! તમે જાણો છો કે તે ઈશ્વરથી ડરીને ચાલનાર હતા, પણ હવે તેમનો લેણદાર દેવા પેટે મારા બે પુત્રોને ગુલામ તરીકે લઈ જવા આવ્યો છે.”


હવે તમે યરુશાલેમ અને યહૂદિયાના સ્ત્રીપુરુષોને તમારા ગુલામ બનાવવા માગો છો. એમ કરીને તમે તમારા ઈશ્વર પ્રભુ વિરુદ્ધ પાપ કર્યું છે એ શું તમે નથી જાણતા?


અમે પણ અમારા સાથી યહૂદી ભાઈઓના જાતવંશના જ છીએ. અમારાં બાળકો પણ તેમનાં જ બાળકો જેવાં નથી? પણ અમારાં પુત્રો અને પુત્રીઓને અમારે ગુલામ થવા દેવાં પડયાં છે. અમારી કેટલીક પુત્રીઓને પણ અમારે ગુલામ તરીકે વેચવી પડી છે. અમારાં ખેતરો અને દ્રાક્ષવાડીઓ જપ્ત કરી લેવાયાં છે અને અમે તદ્દન નિરુપાય છીએ.”


ચૂનાના, ઈંટો પાડવાના તથા ખેતરનાં બધા પ્રકારનાં કામમાં તેમણે તેમની પાસે સખત વેઠ કરાવીને તેમની જિંદગી કષ્ટમય બનાવી દીધી. તેઓ બધાં જ કામો તેમની પાસે સખતાઈથી કરાવતા.


જો તમે કોઈ હિબ્રૂ માણસને દાસ તરીકે ખરીદો તો તે છ વરસ સુધી તારી સેવા કરે, અને સાતમે વરસે તારે તેને વિનામૂલ્યે મુક્ત કરવો.


સાચે જ ઘણી પ્રજાઓ અને મોટા રાજાઓ તેમને ગુલામ બનાવશે, કારણ, હું તેમનાં દુષ્ટ આચરણો માટે અને તેમનાં દુષ્કૃત્યો માટે તેમને સજા કરીશ. હું પ્રભુ આ બોલું છું.”


બધા દેશો તેને, તેના પુત્રને તથા પૌત્રને આધીન રહેશે. પરંતુ નિયત સમયે બેબિલોન દેશનું પણ પતન થશે, અને તે ઘણા દેશો અને શક્તિશાળી રાજાઓની સેવા કરશે.


“હું સેનાધિપતિ પ્રભુ પોતે કહું છું કે તે દિવસે હું તેમની ગરદન પરથી તેની ઝૂંસરી તોડી નાખીશ અને તેમનાં બંધનો છોડી નાખીશ.


મેં કહ્યું હતું કે, ‘તારો જે હિબ્રૂભાઈ પોતાની જાતે તને ગુલામ તરીકે વેચાયો હોય અને જેણે તારી છ વરસ સેવા કરી હોય એવા દરેકને તમારે સાતમા વર્ષે મુક્ત કરી દેવો.’ પણ તમારા પૂર્વજોએ મારું સાંભળ્યું નહિ કે તે પ્રત્યે લક્ષ આપ્યું નહિ.


સિદકિયા રાજાએ યરુશાલેમના સર્વ લોકો સાથે ગુલામોની મુક્તિની જાહેરાત કરવાનો કરાર કર્યો હતો.


એ કરાર પ્રમાણે દરેક હિબ્રૂ સ્ત્રી કે પુરુષે ગુલામોને મુક્તિ આપવાની હતી; જેથી કોઈ હિબ્રૂ બીજા હિબ્રૂને ગુલામીના બંધનમાં રાખે નહિ.


તમે તેમને તમારા વંશજોને વારસામાં આપી શકો અને જીવનપર્યંત તેઓ તેમની સેવા કરે. પરંતુ તમારે તમારા સાથી ઇઝરાયલી પાસે ગુલામના જેવી વેઠ કરાવવાની નથી.


હવે આ દેવાદાર સેવક પાસે તેનું દેવું ભરપાઈ કરવા માટે પૂરતા પૈસા ન હતા. આથી રાજાએ હુકમ કર્યો કે તું, તારી પત્ની, બાળકો તથા તારી પાસે જે કંઈ છે તે બધું લઈને ગુલામ તરીકે વેચાઈ જા અને તારું દેવું ભરી દે.


Lean sinn:

Sanasan


Sanasan