Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 24:9 - પવિત્ર બાઇબલ C.L.

9 આ રોટલી આરોન અને તેના વંશજોની થાય. પવિત્રસ્થાનમાં તે ખાવામાં આવે; કારણ, પ્રભુને ચડાવવામાં આવેલ અર્પણમાંથી યજ્ઞકારો માટેનો તે અતિ પવિત્ર હિસ્સો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 અને તે હારુનની તથા તેના પુત્રોની થાય, અને પવિત્ર જગાએ તેઓ તે ખાય, કેમ કે સદાના વિધિ પ્રમાણે તે તેને માટે યહોવાના હોમયજ્ઞમાં પરમપવિત્ર છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 અને આ અર્પણ હારુન તથા તેના પુત્રોનું થાય. આ રોટલી તેઓ પવિત્ર જગ્યાએ ખાય. કેમ કે તે યહોવાહને ચઢાવાતા હોમયજ્ઞોમાંનો યાજકને મળતો પવિત્ર ભાગ છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 પવિત્ર જગાએ હારુન અને તેના પુત્રો આ રોટલી ખાય. એ એમનો હક છે. કારણ, તે યહોવાને ચઢાવાતા અગ્નિ ખાદ્યાર્પણોનો યાજકને મળતો પવિત્ર ભાગ છે. યાજકને આ ભાગ હંમેશા આપવાના છે.”

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 24:9
17 Iomraidhean Croise  

મુલાકાતમંડપમાં સાક્ષ્યલેખની કરારપેટીની સામેના પડદાની બહારની બાજુએ આરોન તથા તેના પુત્રો આ દીવા મૂકે; ત્યાં મારી સન્મુખ સાંજથી સવાર સુધી એ દીવા સતત સળગતા રાખવા. ઇઝરાયલીઓ તથા તેમના વંશજો સદાને માટે આ આજ્ઞા પાળે.


મોશેએ આરોન અને તેના બન્‍ને પુત્રો એલાઝાર તથા ઇથામારને કહ્યું, “પ્રભુને ચડાવેલ ધાન્યઅર્પણમાંથી બાકી રહેલો લોટ લો. તેમાંથી ખમીર વગરની રોટલી બનાવો અને યજ્ઞવેદી પાસે તે ખાઓ; કારણ, તે અતિ પવિત્ર છે.


તે બોલ્યો, “તમે શા માટે એ પ્રાયશ્ર્વિતબલિ પવિત્રસ્થાનમાં બેસીને ખાધો નહિ? એ તો અતિ પવિત્ર છે. વળી, સમગ્ર ઇઝરાયલી સમાજનું પાપ દૂર કરવા માટે પ્રભુએ તે તમને આપ્યો હતો.


તે ઈશ્વરને અર્પિત રોટલીમાંથી અને અતિપવિત્ર તથા પવિત્ર અર્પણોમાંથી ખાઈ શકે;


ઇઝરાયલી લોક મધ્યે એક માણસ હતો. તેની માતા ઇઝરાયલી હતી અને તેના પિતા ઇજિપ્તી હતા. તેની માતાનું નામ શલોમીથ હતું. તે દાનના કુળના દિબ્રિની પુત્રી હતી. આ માણસે છાવણીમાં એક ઇઝરાયલી સાથે ઝઘડો કર્યો. તેણે ઈશ્વરના નામની નિંદા કરતાં પેલાને શાપ આપ્યો. તેથી લોકો તેને મોશે પાસે લઈ આવ્યા.


તમે ગમે ત્યાં વસતા હો, તમારી બધી જ પેઢીઓ માટે આ કાયમનો નિયત વિધિ છે: કોઈ ઇઝરાયલીએ કદી ચરબી કે રક્ત ખાવાનાં નથી.”


ત્યાર પછી તેણે પોતાનો પોશાક બદલવો અને એ રાખ છાવણી બહાર સ્વચ્છ જગ્યાએ નાખી દેવી.


બાકીનું બધું યજ્ઞકારોએ ખાવાનું છે. તેમણે તેમાંથી ખમીર નાખ્યા વગર રોટલી બનાવી પ્રભુની સમક્ષ મુલાકાતમંડપના ચોકમાં ખાવી. પ્રભુએ તે યજ્ઞકારોને ધાન્યઅર્પણના તેમના ભાગ તરીકે આપેલું છે; તે અતિ પવિત્ર છે. પ્રાયશ્ર્વિતબલિ અને દોષનિવારણ બલિની માફક તે અતિ પવિત્ર છે.


ત્યાર પછી ઇઝરાયલીઓના સમગ્ર સમાજને ત્યાં એકત્ર કર.”


મોશેએ આરોન અને તેના પુત્રોને કહ્યું, “પ્રભુની આજ્ઞા પ્રમાણે આ માંસ મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસે લઈ જાઓ. ત્યાં તેને બાફીને તૈયાર કરો અને તે પદપ્રતિષ્ઠાવિધિના અર્પણની ટોપલીમાંની રોટલી સાથે ખાઓ.


પણ મારી વેદી નક્મી છે એમ કહેતાં અને તમે નક્મા ગણેલા ખોરાકનું મને અર્પણ ચઢાવતાં તમે મારું અપમાન કરો છો.


તે ઈશ્વરના મંદિરમાં ગયો અને ઈશ્વરને અર્પિત કરેલી રોટલી ખાધી. આ રોટલી યજ્ઞકાર સિવાય બીજું કોઈ ખાઈ શકે નહિ તેવું નિયમશાસ્ત્ર શીખવે છે.


તેથી તેણે ઈશ્વરના ઘરમાં જઈને અર્પણ કરેલી રોટલી ખાધી. અબ્યાથાર મુખ્ય યજ્ઞકારના સમયમાં એ બન્યું. આપણા નિયમશાસ્ત્ર પ્રમાણે તો માત્ર યજ્ઞકારો જ આ રોટલી ખાઈ શકે; છતાં દાવિદે તે ખાધી, અને પોતાની સાથેના માણસોને પણ આપી.”


ઈશ્વરના મંદિરમાં જઈને તેણે ઈશ્વરને અર્પણ કરેલી રોટલી લઈને ખાધી, અને પોતાના સાથીદારોને પણ આપી; જો કે યજ્ઞકારો સિવાય બીજું કોઈ એ રોટલી ખાય તો તે આપણા નિયમશાસ્ત્રની વિરુદ્ધ છે.”


તેથી યજ્ઞકારે દાવિદને પવિત્ર રોટલી આપી. કારણ, એ દિવસે પ્રભુની સમક્ષ તાજી અર્પિત રોટલી હતી; ઉપાડી લીધેલી વાસી અર્પિત રોટલી તેની પાસે નહોતી.


Lean sinn:

Sanasan


Sanasan