Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 23:40 - પવિત્ર બાઇબલ C.L.

40 તે દિવસે તમારા ફળની ઉત્તમ પેદાશ, ખજૂરીની ડાળીઓ, લીલાંછમ પાંદડા અને ડાળીઓ એકઠી કરી તમારા ઈશ્વર પ્રભુની સમક્ષ એ દિવસે આનંદોત્સવ કરવો;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

40 અને પહેલે દિવસે સુંદર વૃક્ષોનાં ફળ, ખજૂરીની ડાળીઓ, તથા ઘટાદાર વૃક્ષોનાં પાંખડાં તથા નાળાના વેલાઓ લઈને, તમારે યહોવા તમારા ઈશ્વરની સમક્ષ સાત દિવસ સુધી ઉત્સવ કરવો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

40 પ્રથમ દિવસે તમારે વૃક્ષોના ઉત્તમ ફળ, ખજૂરીની ડાળીઓ, તથા ઘટાદાર વૃક્ષોના ડાળખાં અને નાળાંના વેલાઓ લઈને તમારે યહોવાહ તમારા ઈશ્વરની સંમુખ સાત દિવસ સુધી ઉત્સવ કરવો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

40 પ્રથમ દિવસે તમાંરે તાડનાં પાંદડાં અને ખાસફળો અને સુદંર વૃક્ષોની ડાળીઓ ભેગી કરવી અને સાત દિવસ સુધી તમાંરા દેવ યહોવા સમક્ષ આનંદોત્સવ ઊજવવો.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 23:40
19 Iomraidhean Croise  

ત્યાંના વૃક્ષો પર અમે અમારા તાનપૂરા ફરી કદી ન બજાવવા ટાંગી દીધા.


નેકજનો તાડની જેમ ખીલશે; તેઓ લબાનોનના ગંધતરુની જેમ ઊંચા વધશે.


તેઓ આનંદથી ગાતા ગાતા સિયોનમાં પ્રવેશશે અને તેમના શિર પર સદાનો આનંદ રહેશે. તેઓ હર્ષ તથા આનંદથી ઉભરાશે અને તેમના શોક અને નિસાસા ચાલ્યા જશે.


તેઓ સારી પેઠે પાણી પાયેલા ઘાસની જેમ અને ઝરણાંની પાસે ઊગી નીકળતા વેલાની જેમ વૃદ્ધિ પામશે.


હે યરુશાલેમ પર પ્રેમ રાખનારાઓ, યરુશાલેમ સાથે આનંદ કરો અને તેને લીધે હર્ષ પામો. હે યરુશાલેમ માટે શોક કરનારાઓ, તમે સૌ તેની સાથે આનંદ કરો.


“જ્યારે તમે ફસલ કાપો ત્યારે સાતમા માસના પંદરમા દિવસથી સાત દિવસ સુધી પર્વ પાળવું. પ્રથમ દિવસ ખાસ સાબ્બાથનો દિવસ છે.


તમારે પ્રતિવર્ષ સાત દિવસ સુધી પર્વ પાળવું. તમારે વંશપરંપરાગત રીતે કાયમને માટે આ નિયમ પાળવાનો છે.


જનસમુદાયમાંથી ઘણાએ પોતાનાં વસ્ત્રો માર્ગ પર પાથર્યાં. કેટલાકે વૃક્ષની ડાળીઓ કાપીને માર્ગ પર પાથરી.


તેથી તેઓ ખજૂરીની ડાળીઓ લઈ તેમનું સ્વાગત કરવા ગયા. તેઓ સૂત્રો પોકારતા હતા, “હોસાન્‍ના, પ્રભુને નામે ઇઝરાયલનો જે રાજા આવે છે તેને ધન્ય હો!”


એ જ પ્રમાણે હમણાં તમે શોકમાં છો, પણ હું તમને ફરી દર્શન આપીશ, ત્યારે તમારાં હૃદયો આનંદથી ઊભરાશે. એ આનંદ તમારી પાસેથી કોઈ લઈ શકશે નહિ.


એટલું જ નહિ, ઈશ્વરના મિત્રો બન્યા હોવાને લીધે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે આપણે ઈશ્વરમાં આનંદ કરીએ છીએ.


તમારે, તમારાં પુત્રપુત્રીઓએ, તમારા નોકરચાકર અને તમારી સાથે જમીનનો વારસો કે હિસ્સો મળ્યો નહિ હોવાથી તમારા નગરમાં વસતા લેવીઓએ પ્રભુના સાનિધ્યમાં આનંદોત્સવ કરવો.


અને ત્યાં તમારા ઈશ્વર પ્રભુના સાંનિધ્યમાં તમારે બધાંએ જમવું અને પ્રભુના આશિષને લીધે તમને તમારાં બધાં કાર્યોમાં મળેલી સફળતાને લીધે આનંદોત્સવ કરવો.


આપણે ખરા સુન્‍નતી છીએ. કારણ, આપણે આત્માથી ઈશ્વરની ભક્તિ કરીએ છીએ અને ખ્રિસ્ત ઈસુમાં આનંદ કરીએ છીએ.


તમે સર્વદા પ્રભુમાં આનંદી રહો. હું ફરીથી કહું છું કે આનંદ કરો.


તમે તેમને જોયા વિના તેમના પર પ્રેમ કરો છો. જો કે અત્યારે તમે તેમને જોતા નથી તો પણ તમે તેમના પર વિશ્વાસ મૂકો છો અને અવર્ણનીય એવા મહાન અને મહિમાવંત આનંદથી ઉલ્લાસી થાઓ છો;


એ પછી મેં જોયું તો વિશાળ જનસમુદાય એકત્ર થયો હતો. એટલો મોટો કે તેમની સંખ્યા કોઈ ગણી શકે નહિ! તેઓ દરેક રાષ્ટ્ર, કુળ, પ્રજા અને ભાષાઓમાંના હતા. તેઓ રાજ્યાસનની અને હલવાનની આગળ સફેદ વસ્ત્રોમાં સજ્જ થઈને ઊભા હતા. તેમના હાથમાં ખજૂરીની ડાળીઓ હતી.


Lean sinn:

Sanasan


Sanasan