Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 23:28 - પવિત્ર બાઇબલ C.L.

28 તે દિવસે કંઈ રોજિંદું કામ કરવું નહિ; કારણ, તે તો પ્રભુ તમારા ઈશ્વર આગળ તમારા પાપનું પ્રાયશ્ર્વિત કરવાનો દિવસ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

28 અને તે દિવસે તમે કંઈ પણ [સંસારી] કામ ન કરો, કેમ કે યહોવા તમારા ઈશ્વરની સમક્ષ તમારે માટે પ્રાયશ્ચિત્ત કરવાને તે પ્રાયશ્ચિત્તનો દિવસ છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

28 એ દિવસે તમારે કોઈ કામ કરવું નહિ, કેમ કે તે પ્રાયશ્ચિતનો દિવસ છે. તે દિવસે તમારા ઈશ્વર યહોવાહ સમક્ષ તમારે પ્રાયશ્ચિત કરવું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

28 એ દિવસે તમાંરે કોઈ કામ કરવું નહિ, કારણ કે તે પ્રાયશ્ચિતનો દિવસ છે. તે દિવસે યાજકો તમાંરા દેવ યહોવા સમક્ષ તમને શુદ્ધ કરવાની વિધિ કરે છે.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 23:28
15 Iomraidhean Croise  

છતાં પ્રભુની ઈચ્છા તો તેને કચડવાની અને પીડવાની હતી. તે પોતાની જાતનું ઈશ્વરને દોષનિવારણબલિ તરીકે અર્પણ ચડાવે ત્યારે તે પોતાનાં સંતાન જોવા પામશે. ત્યારે તે દીર્ઘાયુ થશે અને તેને હાથે ઈશ્વરનો ઈરાદો સિદ્ધ થશે.


“તારા લોક તથા તારા પવિત્ર શહેરને પાપ અને દુષ્ટતાથી દૂર કરવાની ઈશ્વરની મુદ્દત સાતગણા સિત્તેર વર્ષની છે. પાપ માફ કરવામાં આવશે અને સાર્વકાલિક ન્યાય સ્થાપન કરાશે એટલે દર્શન અને ભવિષ્યકથન સાચાં પડશે અને પવિત્ર મંદિરની પુન:સ્થાપના કરાશે.


તે દિવસે તમારાં બધાં પાપ દૂર કરવાને માટે પ્રાયશ્ર્વિતનો વિધિ કરવામાં આવશે. પ્રભુ સમક્ષ તમારાં બધાં પાપોથી તમને વિધિગત રીતે શુદ્ધ કરવામાં આવશે.


અને પવિત્રસ્થાન, મુલાકાતમંડપ તથા યજ્ઞવેદી, યજ્ઞકારો અને સમગ્ર ઇઝરાયલી સમાજને માટે પ્રાયશ્ર્વિત માટે આ વિધિ કરવો.


આ નિયમ કાયમને માટે પાળવાનો છે. ઇઝરાયલી લોકને તેમનાં બધાં પાપથી શુદ્ધ કરવાને માટે પ્રાયશ્ર્વિતનો આ વિધિ વર્ષમાં એક વાર કરવો.” તેથી મોશેએ પ્રભુની આજ્ઞા પ્રમાણે કર્યું.


“સાતમા માસનો દસમો દિવસ પ્રાયશ્ર્વિતનો દિવસ છે. તે દિવસે તમારે પ્રભુના ભજનને માટે સંમેલન બોલાવવું, ઉપવાસ કરવો અને પ્રભુને અગ્નિબલિ ચઢાવવો.


હું યહોશુઆની સમક્ષ સાત પાસાવાળો એક પથ્થર મૂકું છું. હું તેના પર એક લેખ કોતરીશ અને એક જ દિવસમાં હું આ દેશનો અપરાધ દૂર કરીશ.


કારણ, ઈસુ ખ્રિસ્ત ઈશ્વરની ઇચ્છા પ્રમાણે વર્ત્યા. તેમણે પોતાના શરીર દ્વારા સર્વકાળને માટે જે અર્પણ કર્યું તેથી આપણ સૌને પાપમાંથી શુદ્ધ કરવામાં આવ્યા છે.


આમ, જેઓ પાપમાંથી શુદ્ધ થયા છે તેમને તેમણે એક જ બલિદાનથી સર્વકાળને માટે સંપૂર્ણ બનાવ્યા છે.


ખ્રિસ્ત એ મંડપમાં થઈને સર્વકાળ માટે માત્ર એક જ વાર પરમ પવિત્રસ્થાનમાં પ્રવેશ્યા. તે પોતાની સાથે અર્પણ તરીકે બકરા અને વાછરડાનું રક્ત લઈને નહીં પરંતુ પોતાનું રક્ત લઈને પ્રવેશ્યા અને તે દ્વારા આપણે માટે સાર્વકાલિક ઉદ્ધાર પ્રાપ્ત કર્યો.


કારણ, જો તે પ્રમાણે હોત તો સૃષ્ટિના સર્જનથી જ ઘણીવાર તેમને દુ:ખસહન કરવું પડયું હોત. તેને બદલે, જ્યારે સર્વ યુગોનો અંત પાસે આવ્યો છે, ત્યારે પોતાના બલિદાન દ્વારા પાપ દૂર કરવા તે સર્વકાળ માટે ફક્ત એક જ વાર પ્રવેશ્યા.


ખ્રિસ્તની મારફતે જ આપણાં પાપની આપણને માફી મળે છે; ફક્ત આપણાં જ નહિ પણ સર્વ માણસોનાં પાપની માફી મળે છે.


આપણે ઈશ્વર પર પ્રેમ કર્યો તેમાં નહિ, પણ તેમણે આપણા પર પ્રેમ કર્યો અને તેમના પુત્રને મોકલ્યા કે જેથી આપણાં પાપની માફી મળે, એમાં પ્રેમ છે.


ઈસુ ખ્રિસ્ત, પાણીથી અને રક્તથી આવ્યા. તે ફક્ત પાણીથી જ નહિ, પણ પાણી અને રક્ત બન્‍નેથી આવ્યા. આ વાત સાચી છે એવી સાક્ષી પવિત્ર આત્મા આપે છે. કારણ, પવિત્ર આત્મા સત્ય છે. કુલ ત્રણ સાક્ષીઓ છે:


Lean sinn:

Sanasan


Sanasan