Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 23:22 - પવિત્ર બાઇબલ C.L.

22 “જ્યારે તમે ખેતરની કાપણી કરો ત્યારે છેક છેડા સુધીનો પાક કાપી લેશો નહિ. વળી, બાકી રહી ગયેલાં ડૂંડાં ફરીથી કાપવા જશો નહિ. ગરીબ અને પરદેશી માટે તે રહેવા દો. હું પ્રભુ, તમારો ઈશ્વર છું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 અને જ્યારે તમે તમારી જમીનની ફસલ કાપો, ત્યારે તારા ખેતરના ખૂણા પૂરેપૂરા કાપી ન લે, તેમ જ તારી કાપણીનો મોડ વીણી ન લે; ગરીબને માટે તથા વટેમાર્ગુને માટે તે રહેવા દે; હું યહોવા તમારો ઈશ્વર છું.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 તમે જયારે પાક લણો, ત્યારે તમારે છેક ખેતરના ખૂણા સુધી પૂરેપૂરું કાપવું નહિ. તેમ જ તેમાંથી પડી રહેલો પાક વીણી લેવો નહિ. તમારે તેને ગરીબો તથા પરદેશીઓ માટે રહેવા દેવો. હું તમારો ઈશ્વર યહોવાહ છું.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 “તમે જયારે પાક લણો, ત્યારે તમાંરે છેક ખેતરના શેઢા સૂધી વાઢવું નહિ. તેમજ મોડ પણ વીણી લેવા નહિ. તમાંરે તેને ગરીબો તથા વિદેશીઓ માંટે રહેવા દેવા. હું તમાંરો દેવ યહોવા છું.”

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 23:22
15 Iomraidhean Croise  

તે કંગાલોને ઉદારતાપૂર્વક દાન આપે છે; તેની ભલાઈ સદા ટકશે. તે શક્તિશાળી બનશે અને સન્માન પામશે.


જો તું તારા ભોજનને ભોગે પણ ભૂખ્યાઓને જમાડે અને દીનદુ:ખિયાને તૃપ્તિ પમાડે તો તારો પ્રકાશ અંધકારમાં ઝળકી ઊઠશે અને તારી ગમગીન રાત્રિ મયાહ્નના પ્રકાશમાં પલટાઈ જશે.


પ્રભુએ મોશેને કહ્યું, “ઇઝરાયલી લોકને આ પ્રમાણે કહે: સાતમા માસના પ્રથમ દિવસને તમારે ખાસ સાબ્બાથના દિવસ તરીકે પાળવો. તે દિવસે રણશિંગડું વગાડી પ્રભુના ભજન માટેના સંમેલનમાં એકત્ર થવું.


પણ તમારા થાળીવાટકાઓમાં જે છે તે ગરીબોને દાનમાં આપો એટલે બધું તમારે માટે સ્વચ્છ થઈ જશે.


રૂથે નાઓમીને કહ્યું, “મને ખેતરમાં જવા દો. ત્યાં હું લણનારાઓથી રહી જતાં અનાજનાં કણસલાં એકઠાં કરીશ. મારા પ્રત્યે રહેમનજર દાખવનારની પાછળ પાછળ જઈ હું વીણવાનું કામ કરીશ.” ત્યારે નાઓમીએ કહ્યું, “દીકરી, ભલે જા.”


Lean sinn:

Sanasan


Sanasan