Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 23:2 - પવિત્ર બાઇબલ C.L.

2 “ઇઝરાયલી લોકોને તું આ પ્રમાણે કહે: આ મારાં ધાર્મિક પર્વો છે. તે સમયે તમારે પ્રભુના ભજનને માટે સંમેલન ભરવાનાં છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 “ઇઝરાયલી લોકોને એમ કહે કે, યહોવાનાં જે મુક્કર પર્વોએ પવિત્ર મેળાવડા કરવાની જાહેરાત તમારે કરવી તે મારાં મુક્‍કર પર્વો આ છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 “ઇઝરાયલીઓને તું કહે કે યહોવાહના પર્વો નીચે મુજબ છે, તમારે યહોવાહના પસંદ કરેલા ઉત્સવોએ પવિત્ર મેળાવડા કરવાનો ઢંઢેરો પિટાવવો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 “ઇસ્રાએલી લોકોને તું આ કહે: યહોવાના ઉત્સવો નીચે મુજબ છે, તમાંરે યહોવાના પસંદ કરેલા ઉત્સવોને ધર્મસંમેલનો તરીકે જાહેર કરવા.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 23:2
28 Iomraidhean Croise  

પછી યેહૂએ હુકમ કર્યો, “બઆલના માનમાં ઉપાસના માટે સંમેલન ભરો.” તેથી ઢંઢેરો પિટાવવામાં આવ્યો,


શલોમોને તૂરના રાજા હિરામને સંદેશો મોકલ્યો: “તમે જેમ મારા પિતા દાવિદને તેમનો રાજમહેલ બાંધવા ગંધતરુનાં લાકડાં મોકલ્યાં હતાં, તેમ મારા પર પણ મોકલો.


આથી તેમણે ઉત્તરમાં દાનથી દક્ષિણમાં બેરશેબા સુધીના સર્વ ઇઝરાયલીઓને ઇઝરાયલના ઈશ્વર પ્રભુના પાસ્ખાપર્વની ઉજવણી માટે યરુશાલેમમાં એકઠા થવા આમંત્રણ પાઠવ્યું.


તે ઉપરાંત નિત્યનાં દહનબલિ, ચાંદ્રમાસના પ્રથમ દિવસનાં પર્વનાં અર્પણો અને સ્વૈચ્છિક અર્પણો તથા પ્રભુનાં નક્કી કરેલા સર્વ પર્વોના અર્પણો પણ પ્રભુને ચડાવ્યાં.


ચાંદ્રમાસના પ્રથમદિને અને પૂર્ણિમાના દિવસે એટલે, સાતમા માસના પવિત્ર પર્વના દિવસોએ ઉજવણીરૂપે રણશિગડું વગાડો.


પછી આરોને સોનાના વાછરડાની આગળ વેદી બનાવીને જાહેર કર્યું, “આવતી કાલે પ્રભુના માનમાં પર્વ પાળવામાં આવશે.”


આપણા ધાર્મિક ઉત્સવોની નગરી સિયોનને નિહાળ! તારી આંખો યરુશાલેમને, સહીસલામત વસવાટના સ્થાનને જોશે. એ તો કદી ન ખસેડાનાર તંબુ જેવું છે કે જેની મેખો કદી ઉખેડાશે નહિ અને જેનાં દોરડાં તોડી નંખાશે નહિ.


પવિત્ર પર્વોના દિવસોમાં ભજનને માટે મંદિરમાં કોઈ આવતું નથી. તેથી સિયોનના સૂના માર્ગો શોક કરે છે. સિયોનની ગાનારી યુવતીઓ દુ:ખથી કણસે છે અને તેના યજ્ઞકારો નિસાસા નાખે છે. શહેરના દરવાજા સૂના પડયા છે.


જ્યારે કોઈ ધારાકીય તકરાર ઊભી થાય ત્યારે તેમણે મારા કાનૂનો અનુસાર તકરારનો ન્યાય કરવો. તેમણે મારા નિયમો તથા ધારાધોરણો અનુસાર ધાર્મિક પર્વો પાળવાં અને સાબ્બાથ દિનને પવિત્ર માનવો.


હું તેનાં બધાં પર્વો એટલે તેના ઉત્સવો, ચાંદ્રમાસના પ્રથમ દિવસો, સાબ્બાથો અને નિયત થયેલ સર્વ ધાર્મિક સંમેલનોનો અંત આણીશ.


ઉપવાસનો આદેશ આપો; સભા બોલાવો! તમારા ઈશ્વર પ્રભુના મંદિરમાં આગેવાનો અને યહૂદિયાના સર્વ લોકોને એકઠા કરીને પ્રભુને પોકાર કરો!


સિયોન પર્વત પર રણશિંગડું વગાડો; ઉપવાસનો આદેશ આપો અને સભા બોલાવો.


પ્રભુએ મોશેને કહ્યું,


તે દિવસે તમારે રોજિંદું કામ કરવું નહિ. પણ પ્રભુના ભજનને માટે સંમેલન બોલાવવું. તમે ગમે ત્યાં વસતા હો પરંતુ આ નિયમ તો તમારે વંશપરંપરાગત રીતે કાયમને માટે પાળવાનો છે.


“આ બધાં પ્રભુનાં ધાર્મિક પર્વો છે. તમારે આ પ્રસંગોએ પ્રભુના ભજન માટે સંમેલન બોલાવવું અને પ્રભુને નિયમ પ્રમાણે અગ્નિબલિ, દહનબલિ, ધાન્યઅર્પણ, અન્ય અર્પણો, દ્રાક્ષાસવનું પેયાર્પણ વગેરે દરરોજ ચડાવવાં.


“તમારે નીચેનાં પર્વો તેમના નિયત સમયે ઊજવવાનાં છે.:


આ રીતે મોશેએ પ્રભુના માનમાં ઉજવવાનાં ધાર્મિક પર્વો માટે એ નિયમો ઇઝરાયલી લોકને આપ્યા.


જુઓ, પર્વતો પરથી શુભસંદેશ લાવનાર આવી રહ્યો છે! તે પ્રભુના વિજયને જાહેર કરવા રવાના થઈ રહ્યો છે. યહૂદિયાના લોકો, તમારાં પર્વો ઊજવો અને પ્રભુની સમક્ષ લીધેલી તમારી ગંભીર માનતાઓ પૂરી કરો. દુષ્ટો તમારા દેશ પર ફરી કદી ચઢાઈ કરશે નહિ. કારણ, તેમનો સમૂળગો નાશ કરવામાં આવ્યો છે.


આનંદોત્સવના પ્રસંગોએ અને બીજાં નિયત ધાર્મિક પર્વોના સમયે તથા દર મહિનાના પ્રથમ દિવસે, તેમજ દહનબલિ અને સંગતબલિ ચડાવતાં પહેલાં તમે રણશિંગડાં વગાડો; એટલે તમને સહાય કરવાને હું તમારું સ્મરણ કરીશ. હું તમારો ઈશ્વર પ્રભુ છું.”


“તમારાં નક્કી કરેલાં પર્વોએ તમારે પ્રભુને આ પ્રમાણે બલિ ચડાવવાના છે. આ બધું તમારે દહનબલિ, ધાન્યઅર્પણ, દ્રાક્ષાસવઅર્પણ, સંગતબલિ તથા માનતા અને સ્વૈચ્છિક અર્પણ ઉપરાંત ચડાવવાનાં છે.”


તે પછી યહૂદીઓનું એક ધાર્મિક પર્વ હતું એટલે ઈસુ યરુશાલેમ ગયા.


તમારે માટે, લાઓદિકિયાના લોકોને માટે અને જેમને મારી પ્રત્યક્ષ ઓળખ નથી તે સર્વ માટે મેં કેવો સખત પરિશ્રમ કર્યો છે તે તમે જાણો એવું હું ઇચ્છું છું.


આથી તમારા ખાવાપીવા સંબંધી કે પવિત્ર દિવસોની બાબતમાં, ચાંદ્રમાસના પ્રથમ દિનનું પર્વ કે સાબ્બાથ સંબંધી કોઈની ટીકાઓ લક્ષમાં ન લો.


Lean sinn:

Sanasan


Sanasan