Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 22:25 - પવિત્ર બાઇબલ C.L.

25 “તમારે પરદેશી પાસેથી પણ આવું કોઈ પ્રાણી લઈને પ્રભુને બલિદાન તરીકે ચડાવવું નહિ. આવાં પ્રાણીઓ તો ખામીવાળાં છે અને તેથી તેનો સ્વીકાર કરવામાં આવશે નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 તેમ જ પરદેશી પાસેથી પણ એવું કંઈ લઈને તમારા ઈશ્વરને તેનું ખાદ્યાર્પણ ચઢાવો નહિ; કેમ કે તેઓની અંદર બગાડ સમાયેલો છે, તેઓમાં ખોડ છે, તેઓ તમારા લાભમાં માન્ય નહિ થાય.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 અને જે પરદેશીઓ એવાં પશુઓને યહોવાહને માટે અર્પણ તરીકે લાવે, તો તમારે તેનો સ્વીકાર કરવો નહિ. કેમ કે તેઓની અંદર ખામી અને બગાડ છે. હું તેને તમારા લાભમાં માન્ય કરીશ નહિ.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

25 “જે વિદેશીઓ તેવા પશુઓને યહોવાને અર્પણ તરીકે લાવે, તો તમાંરે એનો સ્વીકાર ન કરવો. કારણકે પ્રાણી અપંગ હોઈ શકે અને તેમને ખોડખાંપણ હોઈ શકે, તેથી તે સ્વીકારાય નહિ.”

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 22:25
12 Iomraidhean Croise  

મને રોટલી, બલિની ચરબી અને રક્ત ચડાવાતાં હોય ત્યારે તમે મારી આજ્ઞા ન પાળતાં, તન અને મનથી બેસુન્‍નત એવા પરપ્રજાજનોને મારા મંદિરમાં લાવીને તમે તેને અપવિત્ર કર્યું છે. તમે તમારાં ઘૃણાસ્પદ આચરણોથી મારા કરારનો ભંગ કર્યો છે.


તેણે પવિત્ર રહેવું જોઈએ. તેણે મારા નામને કલંક લગાડવું નહિ. તે મને ધાન્યઅર્પણ ચડાવે છે માટે તેણે પવિત્ર રહેવું જ જોઈએ.


લોકોએ યજ્ઞકારને પવિત્ર ગણવો જોઈએ. કારણ, તે મને ધાન્યઅર્પણ ચડાવે છે. હું પ્રભુ છું. હું પવિત્ર છું અને હું મારા લોકને પવિત્ર બનાવું છું.


પ્રભુએ મોશેને કહ્યું, “જ્યારે કોઈ વાછરડું, હલવાન કે લવારું જન્મે ત્યારે સાત દિવસ તેને તેની માતા સાથે રાખવું; આઠમા દિવસ પછી તેનો અગ્નિબલિ તરીકે સ્વીકાર થશે.


એ પતરાં ઇઝરાયલીઓને માટે ચેતવણીરૂપ હતાં કે આરોનના વંશજ સિવાયના કોઈએ પ્રભુ સમક્ષ ધૂપ ચડાવવા આવવું નહિ. જો કોઈ એમ કરશે તો તેની દશા કોરા અને તેના જૂથના જેવી થશે.” આ બધું પ્રભુએ મોશેની મારફતે એલાઝારને આપેલી આજ્ઞા પ્રમાણે કરવામાં આવ્યું.


તે સમયે તમે ખ્રિસ્ત વગરના હતા. તમે પરદેશી હતા અને ઈશ્વરના પસંદ કરેલા ઇઝરાયલી લોકમાં તમારી ગણતરી કરવામાં આવતી નહોતી. ઈશ્વરે પોતાના લોકને આપેલાં વચનો પર આધારિત કરારોમાં તમારે કોઈ લાગભાગ ન હતો. તમે આ દુનિયામાં આશારહિત અને ઈશ્વર વગર જીવતા હતા.


આપણે જાણીએ છીએ કે ઈશ્વરનું સંતાન પાપ કર્યા કરતું નથી. કારણ, ઈશ્વરપુત્ર તેને સંભાળે છે અને દુષ્ટ તેને ઇજા પહોંચાડી શક્તો નથી.


Lean sinn:

Sanasan


Sanasan