Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 22:2 - પવિત્ર બાઇબલ C.L.

2 “આરોન અને તેના પુત્રોને કહે: ઇઝરાયલી લોક મને જે પવિત્ર યજ્ઞો ચડાવે છે તેની પવિત્રતા તેઓ જાળવે; અને મારા પવિત્ર નામને અપમાનિત કરે નહિ; હું પ્રભુ છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 “હારુનને તથા તેના પુત્રોને કહે કે, ઇઝરાયલી લોકોની જે પવિત્ર વસ્તુઓને તેઓ મારે માટે અલગ કરે છે તેઓથી તેઓ દૂર રહે, ને મારા પવિત્ર વસ્તુઓને તેઓ મારે માટે અલગ કરે છે તેઓથી તેઓ દૂર રહે, ને મારા પવિત્ર નામને વટાળે નહિ; હું યહોવા છું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 “હારુનને તથા તેના પુત્રોને આ કહે: ઇઝરાયલી લોકો જે પવિત્ર વસ્તુઓને તેઓ મારે સારુ અલગ કરે છે તેઓથી તેઓ દૂર રહે અને મારા પવિત્ર નામને અશુદ્ધ ન કરે. હું યહોવાહ છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 “હારુનને તથા તેના પુત્રોને આ આજ્ઞાઓ આપ: લોકોએ આપેલી પવિત્ર ભેટોને અપવિત્ર કરીને તેઓ માંરા પવિત્ર નામને કલંક ન લગાવે. હું યહોવા છું.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 22:2
16 Iomraidhean Croise  

મેં તેમને કહ્યું, “તમે પ્રભુને માટે પવિત્ર છો. એ જ પ્રમાણે આ પાત્રો પણ પવિત્ર છે. વળી, આ સોનુંરૂપું તમારા પૂર્વજોના ઈશ્વર પ્રભુને ચડાવેલું સ્વૈચ્છિક અર્પણ છે.


ત્યારે તમારે પ્રથમ પ્રસવથી જન્મ પામનાર તમામનું પ્રભુને સમર્પણ કરવું. પ્રાણીઓના પ્રથમ જન્મેલા નર બચ્ચાનું પ્રભુને સમર્પણ કરવું. કારણ, તેઓ પ્રભુનાં છે.


આરોન તેને પોતાના કપાળ પર પહેરી રાખે. ઇઝરાયલી લોકો દ્વારા ચડાવાતાં સર્વ પવિત્ર અર્પણોના સંબંધમાં કંઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો તેનો દોષ આરોનના માથા પર રહે અને એમ હું તેમનો સ્વીકાર કરીશ.


નીકળો! નીકળો! ઓ મંદિરનાં પાત્રો ઊંચકનારાઓ, તમે બેબિલોનમાંથી નીકળી જાઓ અને શુદ્ધ થાઓ. કોઈપણ અશુદ્ધ વસ્તુનો સ્પર્શ કરશો નહિ.


તમે પોતે મારા મંદિરમાં પવિત્ર સેવાકાર્ય કર્યાં નથી. પણ તમે પરપ્રજાજનોને એ કામોની જવાબદારી સોંપી છે.


પ્રભુએ મોશેને ઇઝરાયલના લોકને અશુદ્ધતા અંગે ચેતવણી આપવા કહ્યું, જેથી તેઓ મધ્યે આવેલા મુલાકાતમંડપને તેઓ અશુદ્ધ ન કરે. કારણ, જો એમ થાય તો તેઓ માર્યા જાય.


“તમારે તમારા કોઈ બાળકને માનવબલિ તરીકે મોલેખને ચડાવવું નહિ. આ રીતની પૂજા પ્રભુ તમારા ઈશ્વરના નામને કલંક લગાડશે; હું પ્રભુ છું.


જો કોઈ વ્યક્તિ મોલેખ દેવને પોતાના બાળકનો બલિ ચડાવે અને એ રીતે મારા પવિત્રસ્થાનને અને મારા નામને કલંક લગાડે તો હું તેની વિરુદ્ધ થઈશ અને મારા લોકમાંથી તેનો બહિષ્કાર કરીશ.


તેણે પવિત્ર રહેવું જોઈએ. તેણે મારા નામને કલંક લગાડવું નહિ. તે મને ધાન્યઅર્પણ ચડાવે છે માટે તેણે પવિત્ર રહેવું જ જોઈએ.


પ્રભુએ મોશેને કહ્યું,


તમે મારા પવિત્ર નામને કલંક લગાડશો નહિ. બધા ઇઝરાયલી લોકોએ મારી પવિત્રતા જાળવવાની છે. હું પ્રભુ છું અને હું તમને પવિત્ર બનાવું છું.


દશાંશમાંથી પ્રભુને ઉત્તમોત્તમ ભાગ અર્પવામાં આવે તે પછી બાકીનો ભાગ ખાવાથી તમે દોષિત ઠરશો નહિ. પ્રભુને ઉત્તમ ભાગ આપ્યા પહેલાં તેમાંથી ખાઈને ઇઝરાયલીઓના પવિત્ર અર્પણને અશુધ ન કરો; નહિ તો, તમે માર્યા જશો.”


“તમારે તમારાં ઢોરઢાંકનાં તથા ઘેટાંબકરાંનાં પ્રથમ જન્મેલાં સર્વ નર બચ્ચાં તમારા ઈશ્વર પ્રભુને અર્પણ કરવાં. એ પ્રથમ જન્મેલા વાછરડા પાસે તમારે કોઈ કામ કરાવવું નહિ; વળી, પ્રથમ જન્મેલા ઘેટાંબકરાંનાં બચ્ચાનું ઊન કાતરવું નહિ.


Lean sinn:

Sanasan


Sanasan