Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 22:16 - પવિત્ર બાઇબલ C.L.

16 નહિ તો તે ખાનાર પર તેનો દોષ અને સજા આવશે. હું પ્રભુ છું અને હું અર્પણને પવિત્ર કરનાર પણ છું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 અને તેમ તેઓ તેમની પવિત્ર વસ્તુઓ ખાઇને પોતાને માથે દુષ્ટતાનો ગુનો ન લાવે; કેમ કે હું તેઓને શુદ્ધ કરનાર યહોવા છું.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 અને એમ તેઓએ પવિત્ર અર્પણોને ખાઈને પોતાના પાપમાં વધારો ન કરવો અને તેને અપવિત્ર ન કરવું. તેઓને શુદ્ધ કરનાર યહોવાહ હું છું.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 યાજકે પવિત્ર અર્પણોને બીજા લોકોને ખાવા દઈને તેમના પાપમાં વધારો ન કરવો અને તેને અપવિત્ર ન કરવું. હું યહોવા અર્પણોને પવિત્ર કરનાર છું.”

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 22:16
15 Iomraidhean Croise  

મારાં પાપનો ગંજ મારા શિર પર ખડક્યો છે; તેમનો ભારે બોજ મારે માટે અસહ્ય છે.


આરોન તેને પોતાના કપાળ પર પહેરી રાખે. ઇઝરાયલી લોકો દ્વારા ચડાવાતાં સર્વ પવિત્ર અર્પણોના સંબંધમાં કંઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો તેનો દોષ આરોનના માથા પર રહે અને એમ હું તેમનો સ્વીકાર કરીશ.


તે બોલ્યો, “તમે શા માટે એ પ્રાયશ્ર્વિતબલિ પવિત્રસ્થાનમાં બેસીને ખાધો નહિ? એ તો અતિ પવિત્ર છે. વળી, સમગ્ર ઇઝરાયલી સમાજનું પાપ દૂર કરવા માટે પ્રભુએ તે તમને આપ્યો હતો.


તમે મારા નિયમો પાળો; કારણ, તમને પવિત્ર કરનાર હું પ્રભુ છું.


નહિ તો તેનાં સંતાનો પવિત્ર રહેવાને બદલે વિધિગત રીતે અશુદ્ધ થઈ જશે. હું પ્રભુ છું અને મેં પ્રમુખ યજ્ઞકારને મારી સેવાને માટે અલગ કરેલો છે.”


પણ પડદાની કે વેદીની નજીક આવે નહિ; કારણ, તેને શારીરિક ખોડ છે. તે મારા પવિત્રસ્થાનને ભ્રષ્ટ કરે નહિ; કારણ, હું તેમને પવિત્ર કરનાર પ્રભુ છું.”


લોકોએ યજ્ઞકારને પવિત્ર ગણવો જોઈએ. કારણ, તે મને ધાન્યઅર્પણ ચડાવે છે. હું પ્રભુ છું. હું પવિત્ર છું અને હું મારા લોકને પવિત્ર બનાવું છું.


પ્રભુએ મોશેને કહ્યું, “આરોન, તેના પુત્રો અને ઇઝરાયલ લોકને કહે: જો કોઈ ઇઝરાયલી કે તેઓ મધ્યે વસતો પરદેશી પોતાની માનતા પૂરી કરવા કે સ્વૈચ્છિક રીતે દહનબલિ ચડાવે,


“દરેક યજ્ઞકારે મેં આપેલા નિયમોનું પાલન કરવાનું છે; નહિ તો તેઓ પવિત્ર નિયમોનો ભંગ કર્યાને લીધે દોષિત ઠરીને માર્યા જશે. હું પ્રભુ છું અને હું તેમને પવિત્ર બનાવું છું.


જો ત્રીજે દિવસે સંગતબલિના યજ્ઞનું માંસ કોઈ ખાય તો પ્રભુ તેનું અર્પણ સ્વીકારશે નહિ. તેથી કોઈ લાભ થશે નહિ; તે અશુદ્ધ છે. જે કોઈ તે ખાય તેણે તેની સજા ભોગવવી પડશે.


પ્રભુએ આરોનને કહ્યું, “પવિત્રસ્થાનની સેવા કરતાં થયેલા ગુન્હાની જવાબદારી તારે, તારા પુત્રાને અને લેવીઓને શિરે રહેશે પરંતુ યજ્ઞકાર પદને લગતી સેવા બજાવતાં થયેલા ગુનાહાની જવાબદારી કેવળ તારી અને તારા પુત્રોની રહેશે.


દશાંશમાંથી પ્રભુને ઉત્તમોત્તમ ભાગ અર્પવામાં આવે તે પછી બાકીનો ભાગ ખાવાથી તમે દોષિત ઠરશો નહિ. પ્રભુને ઉત્તમ ભાગ આપ્યા પહેલાં તેમાંથી ખાઈને ઇઝરાયલીઓના પવિત્ર અર્પણને અશુધ ન કરો; નહિ તો, તમે માર્યા જશો.”


ઓ મૂર્ખ આંધળાઓ! કઈ બાબત વધુ મહત્ત્વની છે? સોનું કે સોનાને પવિત્ર કરનાર મંદિર?


ખ્રિસ્તે ક્રૂસ પર પોતાના શરીરમાં આપણાં પાપ માથે લીધાં, જેથી આપણે પાપ વિષે મરણ પામીએ અને ઈશ્વરની દૃષ્ટિએ સદાચારી જીવન ગાળીએ. તેમને પડેલા ઘા દ્વારા તમને સાજા કરવામાં આવ્યા છે.


Lean sinn:

Sanasan


Sanasan