Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 21:9 - પવિત્ર બાઇબલ C.L.

9 જો કોઈ યજ્ઞકારની પુત્રી વેશ્યા બને તો તેથી તે પોતાના પિતાને કલંક લગાડે છે; તેને અગ્નિમાં બાળી નાખવી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 અને જો કોઈ યાજકની દીકરી વેશ્યાનો ધંધો કરીને પોતાને વટાળે, તો તે પોતાના પિતાને વટાળે છે; તેને આગથી બાળી નાખવી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 જો કોઈ યાજકની પુત્રી ગણિકા થઈને પોતાને અશુદ્ધ કરે તો તે પોતાના પિતાને કલંકિત કરે છે, તેથી તેને આગથી બાળી નાખવી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 “જો કોઈ યાજકની પુત્રી વારાંગના થઈ જાય તો તે પોતાના પિતાને કલંકિત કરે છે, તેથી તેને બાળી મૂકવી.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 21:9
16 Iomraidhean Croise  

લગભગ ત્રણેક મહિના પછી યહૂદાને ખબર મળી, “તારી પુત્રવધૂએ વ્યભિચાર કર્યો છે અને તેની બદચાલને પરિણામે તે ગર્ભવતી થઈ છે.” યહૂદાએ કહ્યું, “તેને બહાર લઈ જઈને બાળી મૂકો.”


તેથી તમારે સાબ્બાથદિન જરૂરથી પાળવો; કારણ કે તે પવિત્ર છે. સાબ્બાથદિન નહિ પાળતાં તે દિવસે કામ કરનારને નિશ્ર્વે મારી નાખવો.


સિયોનમાં પાપીઓ ધ્રૂજી ઊઠયા છે. દુષ્ટોને કંપારી છૂટી છે. તેઓ કહે છે: “આપણામાંથી કોણ ભસ્મ કરી નાખનાર અગ્નિ સાથે અને સદા બળતી આગ સાથે વસી શકે?”


વૃદ્ધ પુરુષોની, યુવાનોની, યુવતીઓની, નાનાં બાળકોની અને સ્ત્રીઓની ક્તલ કરો. પણ કપાળ પરનાં ચિહ્નવાળા કોઈને અડકશો નહિ. અહીં મારા મંદિરથી જ શરૂઆત કરો.” તેથી તેમણે મંદિર આગળ ઊભેલા આગેવાનોથી જ શરૂઆત કરી.


“તમારી પુત્રીઓને મંદિરની દેવદાસી બનાવી ભ્રષ્ટ કરશો નહિ. એમ કરવાથી તમે અન્ય દેવો તરફ ફરી જશો અને આખો દેશ વેશ્યાગમન કરતો થઈ જશે અને ભ્રષ્ટતાથી ભરપૂર થઈ જશે.


જો કોઈ પુરુષ સ્ત્રીને અને તેની માને બન્‍નેને પરણે તો એ નરી દુષ્ટતા છે. તે ત્રણેને અગ્નિમાં બાળી નાખવાં. તમારી મધ્યે આવી દુષ્ટતા ન હોવી જોઈએ.


હું તમારાં સંતાનોને શિક્ષા કરીશ અને તમે જે પ્રાણીઓનું બલિદાન કરો છો તેનું જ છાણ હું તમારા ચહેરા પર ચોપડીશ અને તમને ઉકરડા પર લઈ જવામાં આવશે.


તો તે વડીલો તે કન્યાને તેના પિતાના ઘર આગળ લાવે અને ત્યાં નગરના પુરુષો તે સ્ત્રીને પથ્થરે મારીને મારી નાખે. કારણ, તે સ્ત્રીએ પિતાના ઘરમાં હતી તે દરમ્યાન વેશ્યાગીરી કરવાની મૂર્ખાઈ કરી છે. એ રીતે તમારે તમારી મધ્યેથી દુષ્ટતા દૂર કરવી.


આગેવાન નિર્દોષ હોવો જોઈએ. તેને એક જ પત્ની હોવી જોઈએ. તેનાં બાળકો ઈસુ પર વિશ્વાસ રાખનારાં હોવાં જોઈએ અને ચારિયહીન કે અનાજ્ઞાંક્તિ હોવાં ન જોઈએ.


પછી જેની પાસેથી મના કરેલી અર્પિત વસ્તુ મળી આવે તેને અને તેના સર્વસ્વને અગ્નિમાં બાળી નાખવામાં આવે; કારણ, એવા માણસે પ્રભુનો કરાર તોડીને ઇઝરાયલને ભારે કલંક લગાડયું છે.”


યહોશુઆએ તેને પૂછયું, “તું શા માટે અમારા પર આવી આફત લાવ્યો? હવે પ્રભુ તારા પર આફત લાવશે!” સર્વ લોકોએ આખાનને પથ્થરે માર્યો; તેમણે તેના કુટુંબીજનોને પણ પથ્થરે માર્યાં અને તેમને તથા તેમની માલમિલક્તને આગમાં બાળી નાખ્યાં.


એલીના પુત્રોનું આ પાપ ઈશ્વરની દૃષ્ટિમાં અતિ ગંભીર હતું. કારણ, તેઓ ઈશ્વરને અર્પવામાં આવતાં બલિ પ્રત્યે આ રીતે તુચ્છકાર દાખવતા હતા.


હોફની અને ફિનહાસ એ તારા બંને પુત્રો એક જ દિવસે મરશે અને એ પુરવાર કરશે કે હું જે બોલ્યો છું તે બધું સાચું છે.


Lean sinn:

Sanasan


Sanasan