Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 21:5 - પવિત્ર બાઇબલ C.L.

5 “કોઈ યજ્ઞકારે શોક પ્રદર્શિત કરવા માથું મુંડાવવું નહિ કે દાઢી કપાવવી નહિ કે શરીરને ઘાયલ કરવું નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 તેઓ પોતાનું માથું, મૂંડાવે નહિ, ને તેઓ પોતાની દાઢીના ખૂણા મૂંડાવે નહિ, ને પોતાના શરીરમાં કોઈ ઘા પાડે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 યાજકોએ શોક કરવા માટે પોતાના માથાના વાળ મૂંડાવવા નહિ, તેમ જ દાઢીની કિનાર પણ મૂંડાવવી નહિ અને પોતાના શરીર પર કોઈ ઘા પણ કરવો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 “યાજકોએ શોક પાળવા માંટે પોતાના માંથાના વાળ મૂંડાવવા નહિ, તેમજ દાઢીની કિનાર પણ મૂંડાવવી નહિ અને પોતાના શરીર પર કોઈ ઘા પણ પાડવો નહિ.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 21:5
12 Iomraidhean Croise  

દીબોનના લોક મંદિરમાં એટલે પર્વત પરના ઉચ્ચસ્થાન પર વિલાપ કરવાને ચડે છે. મોઆબના લોકો નબો અને મેદબા નગરોને લીધે શોક કરે છે. શોકને લીધે તેઓ સૌએ પોતાના માથાના અને દાઢીના વાળ ઉતરાવ્યા છે.


તે દિવસે સર્વસમર્થ પ્રભુ પરમેશ્વરે તમને રડવા તથા વિલાપ કરવા અને માથું મુંડાવવા તથા તાટ પહેરવા બોલાવ્યા.


આ દેશમાં ગરીબતવંગર બધાં મૃત્યુ પામશે. તેમનાં શબ દફનાવાશે નહિ; તેમને માટે કોઈ શોક કરશે નહિ અથવા શોકમાં કોઈ પોતાને ઘાયલ કરશે નહિ કે માથું મુંડાવશે નહિ.


બધાએ શોક પ્રદર્શિત કરવા માથું મુંડાવ્યું છે અને દાઢી કપાવી છે, હાથો પર ઘા કરેલા છે અને કમરે કંતાન બાંધ્યું છે.


“યજ્ઞકારોએ પોતાનાં માથાં મુંડાવવા નહિ, તેમજ લાંબા વાળ રાખવા નહિ. તેમણે પોતાના વાળ કપાવતા રહેવું.


પ્રભુએ કહ્યું, “હે મનુષ્યપુત્ર, તું હજામના અસ્ત્રા જેવી તીક્ષ્ણ તરવાર લે અને તેનાથી તારું માથું અને તારી દાઢી મૂંડ. પછી ત્રાજવાં લઈ વાળ તોળીને તેના ત્રણ સરખા ભાગ પાડ.


ત્યાર પછી મોશેએ આરોન અને તેના પુત્રો એલાઝાર તથા ઇથામારને કહ્યું, “તમારા વાળ પીંખી નાખીને કે વસ્ત્રો ફાડીને શોક પ્રદર્શિત કરશો નહિ. તમે એમ કરશો તો તમે માર્યા જશો અને પ્રભુ સમગ્ર ઇઝરાયલી સમાજ પર કોપાયમાન થશે. છતાં પ્રભુના અગ્નિએ પ્રગટીને નીપજાવેલા આ મોત માટે તમારા ઇઝરાયલી ભાઈઓ ભલે શોક કરે.


લગ્નસંબંધને લીધે સગપણમાં આવેલાં સગાંનાં મૃત્યુ વખતે શબને સ્પર્શીને તેણે પોતાને અશુદ્ધ કરવો નહિ.


વળી, હું તમારા ઉત્સવોને અંતિમવિધિમાં ફેરવી નાખીશ અને તમારાં આનંદનાં ગીતોને વિલાપગીતોમાં પલટી નાખીશ. તમારે માંથુ મુંડાવી નાખવું પડે અને કંતાનનાં વસ્ત્રો ધારણ કરવાં પડે એવું હું કરી દઈશ, અને પોતાના એકનાએક પુત્રના વિયોગથી શોક કરતા હોય તેવા માબાપના જેવા તમે બની જશો. એ દિવસ આખો નર્યા દુ:ખનો હશે.”


હે યહૂદિયાના લોકો, તમારાં પ્રિય બાળકોના શોકમાં વાળ કપાવી નાખો અને માથું મુંડાવીને બોડા ગીધ જેવા બની જાઓ. કારણ, તમારાં બાળકોને તમારી પાસેથી કેદ કરી લઈ જવામાં આવશે.


“તમે તમારા ઈશ્વર પ્રભુનાં સંતાન છો. તેથી મરેલાં માટે શોક પાળવામાં તમે તમારા અંગ પર ઘા કરો નહિ, કે તમારા માથાનો અગ્રભાગ મૂંડાવો નહિ.


Lean sinn:

Sanasan


Sanasan